Type Here to Get Search Results !

જૈવભુવિદ્યાકીય પુરાવા અને ભૌતિક, જૈવ રાસાયણિક પુરાવા

0



ઉદ્દવિકાસીય પુરાવા - જૈવભુવિદ્યાકીય પુરાવા અને ભૌતિક, જૈવ રાસાયણિક પુરાવા 
  • ઉદ્દવિકાસીય પુરાવા સમજવા અલગ અલગ શ્રેણીમાં અભ્યાસ કરી અને સમજવામાં આવ્યા તે નીચે પ્રમાણે છે 
  • બાહ્યાકાર વિદ્યા અને  અંતઃસ્થ વિદ્યા ના પુરાવા 
  • ગર્ભવિદ્યાકીય પુરાવા 
  • અશ્મિવિદ્યાકીય પુરાવા 
  • જૈવવભુવિદ્યાકીય પુરાવા 
  • ભૌતિક અને જૈવ રાસાયણિક પુરાવા 
જૈવભુવિદ્યાકીય પુરાવા

ડાર્વિન ફિંચ - 
  • નાના કદનુ કાળું પક્ષી જે ગેલાપેગસ ટાપુ પર જોવા મળી હતી.
  • ગેલાપેગસ ટાપુ એ 22 નાના ટાપુઓનો સમૂહ છે. તે સાઉથ અમેરિકા ના પશ્ચિમ ભાગમાં આવેલ છે. 
  • ડાર્વિને ત્યાં આ પક્ષી પર અભ્યાસ કર્યો હતો તેના બે લક્ષણોમાં વિવિધતા જોવા મળતી હતી
  • 1) તેમના કદ 
  • 2) તેમની ચાંચ 
  • એ જ સમયે Dr Lack એ આ પક્ષીની 20 જાતિઓ એકજ પક્ષીમાંથી ઉદ્દભવી જે સામાન્ય અનાજના દાણા ખાતી હતી 
  • તેમણે જોયું કે મૂળભૂત ફિંચ ના બીજાહારી લક્ષણોમાં નિવાસસ્થાન અને ખોરાક પ્રાપ્તિને આધારે ચાંચમાં રૂપાંતર થયા હતા
  • જેને અનુકૂલિત પ્રસરણ અથવા અપસારી ઉદવિકાસ કહે છે 
અસાતત્ય (અસતત ) પ્રસરણ (વિસ્તરણ )
  • a) મેંગોલિયા, તુલીપ, સાસાફર જે ફક્ત બે જ વિસ્તાર માં જોવા મળે છે. ચાઈના અને પૂર્વીય USA
  • b) હાથી - કુદરતી રીતે ભારત અને આફ્રિકા માં જોવા મળે છે.
  • C) ફુફુશીય માછલી - આધુનિક માછલી 
  • નીઓસીરોટોડ્સ -જે ઓસ્ટ્રલિયામાં જોવા મળે છે 
  • લેપિડોસીરેન - જે દક્ષિણ અમેરિકા માં જોવા મળે છે 
  • પ્રોટીઓપ્ટેરસ - જે આફ્રિકામાં જોવા મળે છે. 
માર્યાદિત પ્રસરણ 
  • માર્સુપીયલ્સ ઈંડા મુકનારા સસ્તન જે ફક્ત ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે 
અભિસારી ઉદવિકાસ 
  • મોટા ભાગના માર્સુપીયલ્સ એકબીજાથી ભિન્ન હતા તેઓ એક જ પૂર્વજોના સમૂહમાંથી વિકાસ પામેલા હતા પરંતુ તે બધા ઓસ્ટ્રેલિયન ટાપુના મહાદ્વીપમાં જ વીકસ્યા હતા.
  • જ્યારે અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં જુદા જુદા વસવાટ નું એક કરતાં વધુ અનુકૂલિત  પ્રસારણ જોવા મળે તો તેને અભિસારી ઉદવિકાસ કહે છે
  • ઉ.દા, દરેક જરાયુજ સસ્તનો માર્સુપીયલ્સ
ભૌતિક અને જૈવ રાસાયણિક પુરાવા 
  • ઉત્સેચકો જેવા કે એમાઈલેઝ અને ટ્રીપ્સીન જેવા ઉત્સેચકો વાદળી થી સસ્તનો સુધી બધામાં હાજર છે. 
  • અંતઃસ્ત્રાવ જેવા કે ટાયરોસીન જે ચયાપચય ની પ્રક્રિયા માટે જવાબદાર હોય છે જે ટેડપોલ માં ઈન્જેક્ટ કરવામાં આવતા એમના અંદર રૂપાંતરણ જોવા મળે છે 
  • સાયટોક્રોમ - C જે બધાજ  સજીવોમાં જોવા મળે છે જે ETC માં ઉપયોગી છે. 
  • રુધીર અને લસિકા - બધાજ પૃષ્ઠવંશીઓમાં એકજ જેવું કાર્ય જોવા મળે છે. 
  • રુધીર પ્રોટીન - હેમેટિન પ્રોટીન ના ક્ષારો જે માણસ અને ચિમ્પાન્જી અને ગોરીલા માં ખુબજ નજીકનો સંબંધ ધરાવે છે. 
  • રુધીર જૂથ - એપ અને માણસમાં એકજ જેવા રુધીર જૂથ જોવા મળ્યા છે. પણ વાંદરા માં તે સમાન નથી. 
  • ઉત્સર્જિત પદાર્થો - ટેડપોલ અને માછલીઓ - અમોનોટેલિક  અને દેડકામાં યુરોટેલિક જોવા મળ્યા છે.
  • અને કોષોમાં બધીજ અંગીકાઓ અને જીવરસ સમાન જોવા મળે છે. 

===============================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====

MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET

KNOWLEDGE ON THE WAY....................


Post a Comment

0 Comments

Below Post Ad