કોષનો કદ
- કોષોના કદ આકાર અને કર્યો મા ખબજ મોટુ વૈવિધ્ય જોવા મળે છે
- સામાન્ય કોષ 0.2 થી 20 માઈક્રો મીટર કદ ધરાવે છે .
- સૌથી નાનામાં નાનો કોષ PPLO ( પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ ) માયકોપ્લાઝમાં ગેલીસેપ્ટિકમનો છે.
- તેનું કદ 0.1 માઈક્રો મીટર છે .
- જ્યારે બૅક્ટરિયા 3 થી 5 માઈક્રોમીટર લંબાઈ સુધી જોવા મળે છે .
- સૌથી મોટામાં મોટો કોષ શાહમૃગનું ઈંડું છે .
- તેનો વ્યાસ 6 ઇંચ કવચ સાથે અને 3 ઇંચ કવચ વગરનું છે .
- બહુકોષી સજીવોમાં મનુષ્યના રક્તકણ 7.0 માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે .
- ચેતાકોષ એ સૌથી લાંબા કોષો પૈકીનો એક છે .
- વાયરસ ખુબજ નાના છે જે કોષીય રચના ધરાવતા નથી.
- સૌથી નાનામાં નાનો વાયરસ નું કદ 7 × 10‐⁷ માઈક્રોમીટર‐³ છે
- પ્લાસ્મોડીયમ ના બીજાણુ 2 માઈક્રોમીટર લાંબા હોય છે
- બહુકોષીય સુકોષકેન્દ્રી કોષ નું કદ 5 થી 100 માઈક્રોમીટર હોય છે
- મૂત્રપિંડ, યુકૃત, અને ત્વચાના કોષોનું કદ 20 થી 30 માઈક્રોમીટર હોય છે.
- રેખિત સ્નાયુ નું કદ 1 થી 40 mm હોય છે
- કારા નો કોષ 1 થી 10 cm હોય છે
- એસિટાબ્યુલારિયા એક કોષીય લીલ જે 10 cm સુધી લાંબા હોય છે
- માનવ અંડકોષ તે 0.1 mm થી થોડોક વધારે અને 100 માઈક્રોમીટર નો વ્યાસ ધરાવે છે.
- મરઘીનું ઈંડુ 60 × 45 mm અને કદ 5.0 × 100 મીક્રોમીટર
કોષ નો આકાર
- કોષના આકારમાં ઘણી બધી વિવિધતા ધરાવે છે .
- જેમ કે , ગોળાકાર , બહુ કોણીય , ડિસ્ક જેવા ઘનાકાર , સ્તંભીય , ત્રાકાર વગેરે
- આકાર કોષોના સ્થાનની સાથે સંબંધિત હોય છે
- સપાટીય કોષ ચપટા
- બાહ્યકના કોષો બહુકોણીય આકારના
- કાર્ય પણ તેને અનુસરીને હોય છે .
- ઘ.ત. , RBCs - રક્તકણો દ્વિઅંતર્ગોળ કે જેઓ કેશિકાઓમાંથી પસાર થઈ શકે અને ઓક્સિજન નું વહન કરે છે
કોષના કદ અને આકારને અસર કરતા પરિબળો
- કોષકેન્દ્ર / કોષરસનું પ્રમાણ ( Retio ) અથવા કર્ન પ્લાઝમ રેશિઓ
- કોષકેન્દ્ર કોષ નું નિયંત્રણ અને ચયાપચયિક પ્રક્રિયાઓને નિયંત્રણ કરે છે
- સપાટી વિસ્તાર અને કદ નું પ્રમાણ ( Retio )
- ચયાપચય નો દર
- ઓક્સિજન અને બીજા જરૂરી પદાર્થો કોષોના બધા ભાગો સુધી પહોંચવાની ક્ષમતા
- ઉત્સર્જિત દ્રવ્યો બહાર ઉત્સર્જિત કરવાની ક્ષમતા
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box