ઉદ્દવિકાસીય પુરાવા - અશ્મિવિદ્યાકીય પુરાવા
ઉદ્દવિકાસ માટેના પુરાવા
ઉદ્દવિકાસીય પુરાવા સમજવા અલગ અલગ શ્રેણીમાં અભ્યાસ કરી અને સમજવામાં આવ્યા
તે નીચે પ્રમાણે છે
1) બાહ્યાકાર વિદ્યા અને અંતઃસ્થ વિદ્યા ના પુરાવા
2) ગર્ભવિદ્યાકીય પુરાવા
3) અશ્મિવિદ્યાકીય પુરાવા
4) જૈવવભુવિદ્યાકીય પુરાવા
5) ભૌતિક અને જૈવ રાસાયણિક પુરાવા
અશ્મિવિદ્યાકીય પુરાવા
- ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતાં સજીવના અશ્મિઓ ની તુલના વર્તમાનમાં જીવિત સાથે કરવાથી વિકાસની પ્રક્રિયાના સીધા પુરાવાઓ પ્રાપ્ત થાય છે.
- અશ્મિ એટલે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા સજીવના મૃતદેહો તેમની છાપ કે તેમના કવચો જળવાઈ રહે છે તેને અશ્મિ કહે છે.
- અશ્મિઓ ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા સજીવો વિશે માહિતી આપી જૈવિક ઉદ્દવિકાસ ઇતિહાસ અંગેની મહત્વની માહિતી આપે છે આ તો શક્ય છે કે અશ્મિઓની સાચી ઉંમર નિર્ધારિત કરી શકાય
- જેની ઉંમર મુખ્યત્વે રેડિયો કાર્બન પદ્ધતિ દ્વારા શોધી શકાય છે.
- ઉદાહરણ
- આર્કિયોપ્ટેરિક્સ ના અશ્મિઓ પક્ષીઓ અને સરીસૃપ ને જોડતી કડી છે.
- આ અશ્મિ વેગનરે જર્મનીના બાવરીઆમાથી શોધ્યું હતું
- તે જુરાસિક સમયના ખડકોમાંથી શોધાયું હતું
- સરીસૃપ ના લક્ષણો
- લાંબી પૂંછડી,
- હાડકા હોવાથી ભરેલા નહોતા,
- દરેક આંગળીના છેડે નહોર હતા.,
- પક્ષીઓના લક્ષણો
- શરીર ઉપર પીંછાઓની હાજરી
- બંને જડબા ચાંચમાં રૂપાંતર થયેલ હતા
- અગ્ર ઉપાંગો રૂપાંતર પાંખોમાં થયેલ જોવા મળે છે
- પ્ટેરીડોસ્પર્મ - આ અશ્મિકિય વનસ્પતિ છે
- જે ત્રિઅંગીઓ અને બીજધારી વનસ્પતિઓ ના લક્ષણો ધરાવે છે.
- સાયનોગૅનથસ - તે સસ્તન જેવું સરીસૃપ છે
- જે બંને સરીસૃપ અને સસ્તન બંનેના લક્ષણ ધરાવે છે
- વય નક્કી કરવાની વિવિધ રીતો પ્રચલિત છે દાખલા તરીકે રેડીઓ એક્ટિવ
- આ પદ્ધતિ મુજબ પૃથ્વી ના પેટાળના જે તે સ્તર કેટલા જૂનો છે તે નક્કી થાય છે
- તેના આધારે તે સ્તરમાંથી પ્રાપ્ત અશ્મિના આધારે તે સમયના જીવન પ્રકાર નક્કી થાય છે
- એવું બની શકે છે કે તે સમયના જીવપ્રકાર હાલમાં પૃથ્વી પર ન હોય તો તે જીવ પ્રકાર જે તે સમયે જ અસ્તિત્વમાં હશે
- દા.ત ડાયનાસોર
- સ્તર વધુ ઊંડા તેમ વધુ પ્રાચીન છે તે વિસ્તારના સજીવો વધુ જુના ગણાય છે
- અશ્મિ વિદ્યાના પુરાવામાં જોવા મળ્યું છે કે કેટલાંક પ્રાણીઓના સંપૂર્ણ ઉદ્દવિકાસીય પુરાવા જોવા મળ્યા છે.
- જેવાકે ઘોડા ઊંટ હાથી અને માણસના અશ્મિઓના અભ્યાસ
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
KNOWLEDGE ON THE WAY....................
Sir best artical 6
ReplyDeleteGujarati ma mali ske badhu j ?
ReplyDeletePlease Do Not enter any sparm link in comment box