ઉદ્દવિકાસીય પુરાવા - ગર્ભવિદ્યાકીય પુરાવા
ઉદ્દવિકાસ માટેના પુરાવા
ઉદ્દવિકાસીય પુરાવા સમજવા અલગ અલગ શ્રેણીમાં અભ્યાસ કરી અને સમજવામાં આવ્યા
તે નીચે પ્રમાણે છે
1) બાહ્યાકાર વિદ્યા અને અંતઃસ્થ વિદ્યા ના પુરાવા
2) ગર્ભવિદ્યાકીય પુરાવા
3) અશ્મિવિદ્યાકીય પુરાવા
4) જૈવવભુવિદ્યાકીય પુરાવા
5) ભૌતિક અને જૈવ રાસાયણિક પુરાવા
2) ગર્ભવિદ્યાકીય પુરાવા
- મત્સ્ય ઉભયજીવી, સરિસૃપ, વાંદરા અને મનુષ્યના ગર્ભ વિકાસના અભ્યાસમાં એ બાબત સ્પષ્ટ થઈ છે કે તેઓના શરૂઆતમાં વિકાસ ગાળામાં દેખાવ રચનામાં ઘણી સમાનતા જોવા મળે છે
- ગર્ભ વિદ્યાના પુરાવા તેમના સમાન પૂર્વજ હોવાનો નિર્દેશ કરે છે
- ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓમાં પૂર્વ વિકાસ
- ઉ. દા -
- જેમાં યુગમનજ >> ગર્ભકોષ્ઠી અવસ્થા >> ગેસ્ટ્રૂલા અવસ્થાનો વિકાસ
- પૃથુકૃમી થી સસ્તન માં એકજ જેવી અવસ્થાઓ માં થાય છે
- પૃષ્ઠવંશીય સજીવોમાં પૂર્વવિકાસ
- ગર્ભ વિકાસ દરમિયાન દરમિયાન કેટલાંક અંગો સમાન રચના ધરાવતા જોવા મળ્યા છે
- પૂંછડી, જાલરો, આંખો, વેગેરે પૂર્વ વિકાસ દરમ્યાન સમાન રચના જોવા મળે છે.
- હંગામી ગર્ભ રચના
- એટલે કે આ રચનાઓ ગર્ભ વિકાસ દરમિયાન જોવા મળે છે પણ પાછળથી એ જોવા મળતી નથી
- પક્ષીઓના ગર્ભ માં ટુથ બડ્સ જોવા મળે છે જે પાછળથી જોવા મળતા નથી
- ઝાલર ફાટો જે પુખ્ત પ્રાણીમાં જોવા મળતી નથી.
- દેડકાના ટેડપોલ માં ઝાલરો અને પૂંછડી એ પાછળથી જોવા મળતા નથી
- રિકેપિટયુલેશન સિદ્ધાંત /બાયોજેનિક સિદ્ધાંત
- આ સિદ્ધાંત પ્રમાણે ગર્ભ વિકાસ દરમિયાન કેટલાંક અંગો જેવા કે મગજ કરોડરજ્જુ અક્ષીય કંકાલતંત્ર તે પૃષ્ઠવંશી માટે સામાન્ય હોય છે જે પહેલા વિકાસ થઈ જાય છે
- અને કેટલાક વિશિષ્ટ લક્ષણો જેવાકે સસ્તન માં વાળ પક્ષીઓમાં પીંછા જે વિશિષ્ટ કાર્યો માટે હોય છે જે પાછળથી વિકાસ થાય છે
=========================================================
=== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો ===
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box