બાહ્યાકાર વિદ્યા અને અંતઃસ્થ વિદ્યા ના ઉદવિકાસીય પુરાવા (ભાગ - 2 )ઉ
દ્દવિકાસ માટેના પુરાવા
ઉદ્દવિકાસીય પુરાવા સમજવા અલગ અલગ શ્રેણીમાં અભ્યાસ કરી અને સમજવામાં આવ્યા
તે નીચે પ્રમાણે છે
1) બાહ્યાકાર વિદ્યા અને અંતઃસ્થ વિદ્યા ના પુરાવા
2) ગર્ભવિદ્યાકીય પુરાવા
3) અશ્મિવિદ્યાકીય પુરાવા
4) જૈવવભુવિદ્યાકીય પુરાવા
5) ભૌતિક અને જૈવ રાસાયણિક પુરાવા
1) બાહ્યાકાર વિદ્યા અને અંતઃસ્થ વિદ્યા ના ઉદવિકાસીય પુરાવા (ભાગ - 2 )
- અવશિષ્ટ અંગો
- રિવર્સન અથવા એટીવીસ્મ (Atavism or Reversion)
- જોડતી કડી
અવશિષ્ટ અંગો
- સજીવોમાં બિનઉપયોગી, બિનકાર્યક્ષમ અને બિનજરૂરી અંગે જેઓ અન્ય પ્રાણીઓમાં કે પુર્વજોમાં કાર્યક્ષમ હોય તેવા અંગોને અવશિષ્ટ અંગો કહે છે.
- ઉદાહરણ:
- આંખમાં ત્રીજુ પોપચું
- કૃમીરૂપ આંત્રપૂંછ
- ડાહપણની દાઢ
- કાનના સ્નાયુઓ
- નરમાં સ્તનગ્રંથી અલ્પવિકસિત
- સ્ત્રીમાં ભગશિષ્નિકા
રિવર્સન અથવા એટીવીસ્મ (Atavism or Reversion)
- એવા અવશિષ્ટ અંગો જે અત્યારે કેટલાક અપવાદ સજીવોમાં હાજર જોવા મળે
- ઉદાહરણ:
- નવા જન્મેલા બાળકમાં પૂંછડીની હાજરી
- કાનના પોપચાં હલાવવાની ક્ષમતા
- રૂંવાટી વાળા બાળક
જોડતી કડી
- બે નજીકના વર્ગીકરણવિદ્યાકીય સમૂહોના લક્ષણો ધરાવતા સજીવોને જોડતી કડી કહે છે
- ઉદાહરણ :
- પેરિપેટસ - નૂપુરક અને સંધિપાદ
- બાલાનોગ્લોસ્સ - અપૃષ્ઠવંશી અને મેરુદંડી
- ફુપ્ફુસ મત્સ્ય - મત્સ્ય અને ઉભયજીવી
- આર્કિયોપ્ટેરિસ -સરીસૃપ અને વિહંગ
- પ્લેટિયસ (બતકચાંચ) - સરીસૃપ અને સસ્તન
- નીટમ વનસ્પતિ - અનાવૃત અને આવૃત બીજધારી
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box