Type Here to Get Search Results !

NEET BIOLOGY || ડાર્વીનવાદ, વિકૃતિવાદ, નીઓડારવિનીઝમ

0



ઉદવિકાસ વાદ - ઉદ્દવિકાસ ચાર વાદ દ્વારા સમજાવવામાં આવે છે 
  • લેમાર્કવાદ - ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત
  • ડાર્વિનવાદ - નૈસર્ગીક પસંદગી સિદ્ધાંત 
  • દ વ્રિશ નો વિકૃતિ વાદ 
  • નીઓડારવિઝમ - ઉદવિકાસ ની આધુનિક સંકલ્પના 

ડાર્વિનવાદ નૈસર્ગીક પસંદગી સિદ્ધાંત:

  • આ સિદ્ધાંત થોમસ માલ્થસ ના વસ્તી પરના કાર્ય થી પ્રભાવિત છે.
  • એમના મત મુજબ નવી જાતિ પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી ઉદભવે છે
તેમની માન્યતાના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે છે .

  • સજીવોની વસ્તી ભૌમિતિક રીતે વધે છે.
  • ઉ.દા - પેરામિશિયમ 24 કલાક અને બેક્ટેરિયા 20 મિનિટ માં પ્રજનન કરી ડબલ થાય છે. 
  • ખોરાક અને જગ્યા માર્યાદિત છે. 
  • અસ્તિત્વ માટે સંઘર્ષ - આંતરજાતીય, અંતઃજાતીય, પર્યાવરણીય 
  • વસ્તીમાં માં વિવિધતા (ભિન્નતા) નૈસર્ગીક પસંદગી અથવા યોગ્યતમની ચિરંજીવીતા 
  • ઉપયોગી ભિન્નતા માંટે આનુવંશિકતા 
  • નવી જાતિનો ઉદભવ (વિશિષ્ટતા )

ડાર્વિનવાદની મર્યાદાઓઃ 

  • ડાર્વિનના મત મુજબ કુદરતી પસંદગી વિવિધતાઓનું પેઢી દર પેઢી સંચાલન કરે છે પણ આ વિવિધતાઓ કેવી રીતે સર્જાય છે તે સમજાવતો નથી . 
  • લક્ષણો જો વારસાગત હોય તો તે માટે જનીનો જવાબદાર ગણાય પણ આ જનીનો વારસામાં કેવી રીતે ઉતરે છે તે સમજાવી શકતા નથી .

વિકૃતિ વાદ 
  • આ વાદ હ્યુગો દ વ્રિશ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો 
  • તેમણે ઇવનિંગ પ્રાઈમ રોઝ (ઓએનોથેરા લેમાર્કિઆના) પર પ્રયોગ કર્યો 
વિકૃતિ વાદના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે છે .
  • લક્ષણમાં નવું વૈવિધ્ય એટલે કે નવાં લક્ષણો એકાએક અસ્તિત્વમાં આવે છે . 
  • આવું આકસ્મિક વૈવિધ્ય વિકૃતિ કહેવાય છે . 
  • વિકૃતિ એક વખત સર્જાયા બાદ તરત જ તે સ્થાયી અને છે અને ત્યારપછી તે પેઢી - દર પેઢી સતત જોવા મળે છે .
  • વિકૃતિ એકસાથે મોટા ભાગના સજીવોમાં સર્જાય છે, આવું વારંવાર થાયે છે 
  • આથી નૈસર્ગિક પસંદગીની તકો સુધરે છે . 
  • વિકૃતિ કોઈ નિશ્ચિત દિશામાં થતી નથી . 
  • વિકૃતિ અનેક વિવિધતાઓ સર્જે છે, આ રીતે એક કે બીજું લક્ષણ બદલાતું રહે છે .
  • તે દ્વારા લક્ષણ વિકસે અથવા અદશ્ય થાય . 
નીઓડારવિનીઝમ - ઉદવિકાસ ની આધુનિક સંકલ્પના
નીઓડારવિનીઝમ ના મુદ્દા 
  • જનીનીક ભિન્નતા   
  • નૈસર્ગીક પસંદગી 
જનીનીક ભિન્નતા     
  • વિકૃતિ - તે બે પ્રકારે થાય છે રંગસૂત્રકીય અને જનિનિકીય
  • રંગસૂત્રીય વિકૃતિ બે રીતે થાય છે 
  • સંખ્યાકીય વિકૃતિ  
  • રંગસૂત્ર ની સંખ્યાકીય 
  • એન્યુપ્લોઇડી અને યુપ્લોઇડી પ્રકારે છે 
  • એન્યુપ્લોઇડી મા ચોક્કસ રંગસૂત્રોની જોડમાં રંગસૂત્ર ની સંખ્યા વધે અથવા ઘટે છે 
  • અને યુપ્લોઇડી મા રંગસૂત્ર ના સંપૂર્ણ સેટ  મા બદલાવ જોવા મળે છે 
  • રંગસૂત્રની રચનાકીય વિકૃતિ મા લોપ, દ્વિકૃતિ, ઉત્ક્રમણ અને સ્થાનાંતરણ થાય છે 
  • જનીનીક વિકૃતિ મા ન્યુક્લીઓટાઈડ નો ઉમેરાવુ અને બાદ થવાંથી થાય છે 
  • સંકરણ 
  • બે અલગ અલગ જાતિઓ વચ્ચે સંકરણ થી ભિન્નતા 
  • જનીનીક ડ્રિફ્ટ 
  • વસતીમાંથી જનીનોનું લુપ્ત થવું 
  • પુનઃસંયોજન 
  • અર્ધીકરણ દરમ્યાન જનીનોની અદલાબદલી (વ્યતીકરણ )
નૈસર્ગીક પસંદગી 
  • નૈસર્ગીક પસંદગીથી સજીવને યોગ્ય અનુકૂલન મળે છે 
  • અને સજીવો અનુકૂલિત સંતતિ સર્જી શકે છે 

===============================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====

MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
BIOLOGY NEET MATERIAL IN GGUJARATI 

KNOWLEDGE ON THE WAY....................





Post a Comment

0 Comments

Below Post Ad