પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદવિકાસ નું સમર્થન કરતું ઉદાહરણ:
ઔધોગિક મેલીનીઝમ
- સફેદ ફુદા - Biston Bectalaria
- ઘેરા ફુદા - Biston Carbonaria
- 1850 (19 મી સદી ) માં ઇંગ્લેન્ડ (બિરમીંગમ) માં ઔધોગીકરણ પહેલા સફેદ રંગની પાંખો વાળા ફુદા ની સંખ્યા ઘેરી પાંખો ધરાવતા ફૂદાંની સંખ્યા કરતા વધારે હતી.
- કારણ કે એ વખતે સફેદ રંગની લાયકેન જે વૃક્ષ ની છાલ એની વૃદ્ધિ વધારે હતી એટલે ઘેરા રંગની પાંખો ધરાવતા ફુદા એ શિકારી દ્વારા ખવાઈ જતા હતા.
- ઉદ્યોગીકરણ પછી વૃક્ષના થડ ધુમાડા અને મેશના કારણે ઘેરા બન્યા એનું કારણ લાઇકેન ની વૃદ્ધિ (SO2)પ્રદૂષણના કારણે અટકી.
- અને હવે ઘેરી પાંખો ધરાવતા ફૂદાંની સંખ્યા વધી અને સફેદની ઘટી કારણકે હવે સફેદ ફુદા લાઇકેન માં પોતાને શિકારીઓથી બચાવી શક્યા નહિ.
- પછી ઇલેક્ટ્રિકલ ઉદ્યોગીકરણ થવાને લીધે પ્રદુષણની માત્રા ઘટી એટલે ફરીથી સફેદ પાંખો ધરાવતા ફૂદાંઓની સંખ્યા વધી
- કારણકે ઇલેક્ટ્રિકલ ઉદ્યોગીકરણ થવાથી પ્રદુષણ અટકવાના થી લાઈકેન ફરીથી ઝાડના છાલ ઉપર વૃદ્ધિ થવા લાગી અને સફેદ ફુદા પોતાને શિકારી થી બચાવવાં સક્ષમ બન્યા.
- 1940 મા સૌથી પહેલા DDT નો ઉપયોગ મચ્છરોનું પોપ્યુલેશન ઘટાડવા કરાયો હતો
- ત્યારે કેટલાક મચ્છરે DDT માટે પોતે અનુકૂળતા કેળવી શકે એવા હતા એ મર્યા નહિ તે કુદરતી પસંદગીમાન પ્રમાણે DDT માટે પ્રતીકારકતા કેળવી અને પ્રજનન કરી એમની જાતિ સ્થાયી થઇ
સિકલ સેલ એનિમિયા
- દૈહિક પ્રછન્ન ખામી છે.
- આ પહેલાથીજ પ્રભાવી પણે આફ્રિકાના લોકો મા જોવા મળે છે
- HBA HBA - સામાન્ય RBC સામાન્ય Hb
- HBA HBS - 50% RBC સામાન્ય 50 % દાંતરડા આકારના, 50% સામાન્ય હિમોગ્લોબીન, 50% અસામાન્ય હિમોગ્લોબીન
- આ પ્રકારમાં O2 લેવાની ક્ષમતા ઘટી જાય
- કારણકે અડધા RBC નો આકાર બદલાઈ જાય છે
- HBS HBS - આ લાંબા સમય સુધી જીવી ના શકે
- HBA HBS એ મેલેરિયા માટે પ્રતીકારકતા ધરાવતા હોવાથી કુદરતી પસંદગી પ્રમાણે એ કુદરતમાં એમની જાતિ સ્થાઈ થઇ શકે છે.
- આ પ્રક્રિયા " Joshua lederberg & Esther Lederberg એ સમજાવિ હતી
- જેમાં બેક્ટેરિયા પાસે એન્ટિબાયોટિક નો વિરોધ કરતુ જનીન હોય છે પણ તે પર્યાવરણ સાથે અનુકૂલિત થવાનું હોય ત્યારે તે પોતાના લક્ષણોની અભિવ્યક્તિ કરે. અને કુદરતી પસંગી પ્રમાણે સ્થાયી થાય.
- તેમણે એક અલગ અલગ બેક્ટેરિયા ધરાવતી માસ્ટર પ્લેટ બનાવી અને તેની પ્રતિકૃતિ બેકટેરિયા અનીબાયોટિક ધરાવતી પ્લેટ મા ટ્રાન્સફર કર્યા જેથી જે બેક્ટેરિયા એન્ટિબાયોટિક નો વિરોધ કરતા જનીન ધરાવતા હતા તેમની કોલોની એન્ટિબાયોટિક ધરાવતી પ્લેટ મા જોવા મળી. બાકી બીજા પ્રકારના બેક્ટેરિયા મૃત્યુ પામ્યા.
- દરેક બેક્ટેરિયા માટે અલગ અલગ એન્ટિબાયોટિક આપવામાં આવે છે
- બધાજ બેક્ટેરિયા એકજ એન્ટિબાયોટિક સામે વિરોધ દર્શાવે એવું હોતું નથી
- પણ એ અનુકૂલન કેળવી અને એમના જાનીનો એન્ટિબાયોટિક નો વિરોધ કરતા કેળવી લે છે
- અને એ બેકેરીયાઔષધ વિરોધી બેક્ટેરિયા તરીકે વર્તે છે.
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
BIOLOGY NEET MATERIAL IN GGUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Best sir
ReplyDeleteNice sir you are great
ReplyDeleteSir tame you tube pr digit bord pr study karaso student ne pn majaavje ane subscribes pn jaldi thi vadse
Hu badhuy tamru j matirial vapru chu you are great
Vadhare kevay giyu hoy to sorry😞
🙂🙏🙏🙏🙏🙏🙏🙏🙂
nice and conceptual article
DeleteNice sir 👍
ReplyDelete👍👍👍👍👍👍👍👍👍👍👍👍
ReplyDeletePlease Do Not enter any sparm link in comment box