હાર્ડી - વેઈનબર્ગ સિદ્ધાંત અને પ્રાકૃતિક પસંદગી ના પ્રકાર
હાર્ડી - વેઈનબર્ગ સિદ્ધાંત
- વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી સુધી જળવાઈ રહે છે.
- જનીન સેતુ ( વસ્તીમાં ના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો )
- આ સિદ્ધાંત ક્યારે માન્ય બને (Applicable)
- વસ્તી મોટી સંખ્યા માં હોય
- સજીવો રેન્ડમ મેટિંગ કરતા હોય
- વિકૃતિ ના થાય (થાય તો બંને તરફ થાય )
- બધા સજીવો બચી રેવાની ક્ષમતા ધરાવતા હોય અને તેમના પાસે ફલન ની ક્ષમતા હોય.
- જનીનસેતુમાં અથવા વસતિમાં રહેલ જનીન પ્રમાણને જનીન આવૃત્તિ કહે છે
- જ્યારે એક કારકની જનીનોવૃત્તિ જાણીતી હોય ત્યારે વસતિમાંના અન્ય કારકની આવૃત્તિ સામાન્ય સૂત્ર દ્વારા ગણી શકાય છે .
- ધારો કે M વૈકલ્પિક કારકની જનીન - આવૃત્તિ P છે અને જો વૈકલ્પિક કારકની જનીનઆવૃત્તિ q છે .
- તેથી p + q = 1 જ્યારે q જાણીતો હોય તો p ગણી શકાય છે , p = 1 – q
- તે જ રીતે જો p જાણીતો હોય , તો q ગણી શકાય , q = 1 - P.
- ઉદાહરણ તરીકે n = 0.5 છે . તેથી q = 1 - p = 1 – 0.5 = 0.5
- કોઈ પણ વસતિની જનીનઆવૃત્તિ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે .
- આ સૂત્રનો ઉપયોગ સમાન સંખ્યાનાં M જનીનો અને સમાન સંખ્યાનાં m જનીનો ધરાવતી હેમસ્ટર વસતિ માટે કરી શકાય છે
- વસતિમાં M જનીનઆવૃત્તિ = 50 % = 1/2 તેથી p=1/2 = 0.5
- વસતિમાં m જનીનની આવૃતિ = 50 % = 1/2 કે તેથી q = 1/2 = 0.5
- (p+ q)2 = p2 + 2pq + q2
- = ( 0.5 )² + 2 ( 0.5 ) ( 0.5 ) + ( 0.5 )²
- = 0.25 + 0.5 + 0.25
- = 25 % MM : 50 % Mm : 25 % mm
- પ્રાકૃતિક વસતિ હંમેશા સમાન સંખ્યા ધરાવતી નથી.
- મોટાભાગની વસતિમાં જનીનોનું જુદું જુદું પ્રમાણ હોય છે.
- કોઈ પણ જનીનપ્રમાણ ધરાવતી વસતિમાં ઉપર્યુક્ત સૂત્ર ઉપયોગ કરી શકાય છે.
- જો વસતિમાં જનીનોનું પ્રમાણ જાણીતા હોય ત્યારે, સંતતિઓનું પ્રમાણ અને જનીનપ્રકાર સરળતાથી હાર્ડ - વિનબર્ગ સિદ્ધાંતનો ઉપયોગ કરીને શોધી શકાય છે .
- આ સિદ્ધાંત જણાવે છે કે મોટી વસતિમાં જનીન - આવૃત્તિઓ જો પસંદગી અને વિકૃતિ ન થાય તો પેઢી દર પેઢી સમાન રહે છે. નાનું વસતિમાં આ સમતોલન જળવાતું નથી .
- જો વસતિ સમતોલનમાં હોય તો ઉદ્વિકાસીય ફેરફારની શક્યતા નથી અને તેથી ઉવિકાસનો દર શુન્ય છે .
- ઉદ્દવિકાસ ત્યારે જ થાય છે , જ્યારે સમતોલન અવ્યવસ્થિત હોય.
- જ્યારે અનુમાન આધારિત આંકડા કરતા આવૃત્તિના આંકડા અલગ આવે તો તે ઉવિકાસીય બદલાવ સૂચવે છે.
- જનીનિક સમતુલામાં ખામી સર્જાય કે હાર્ડ - વિનબર્ગ સમતુલનમાં ખામી આવે તો કે વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખામી આવે તો તે ઉદ્દવિકાસ પરિણમવાની ક્ષમતા ધરાવે છે .
- હાડી - વિનબર્ગ સિદ્ધાંતને પાંચ પરિબળો અસર કરે છે .
- જીનફ્લો ( જનીનપ્રવાહ અથવા સ્થળાંતરણ )
- જનીનિક ડ્રિફ્ટ / જનીનિક વિચલન
- વિકૃતિ
- જનીનિક પુનઃસંયોજન ( Genetic recombination )
- નૈસર્ગીક પસંદગી
- જીનફ્લો ( જનીનપ્રવાહ )
- પ્રાણીઓ સ્થિર નથી . તેઓ સ્થાનાંતરણની વૃત્તિ ધરાવે છે .
- જ્યારે પ્રાણીઓ સ્થાનાંતરણ કરે છે અને અન્ય વસતિના સંપર્કમાં આવે છે , ત્યારે તે વસતિમાં સાથે રહેનાર સાથે સંવનન કરે છે .
- તેથી એક વસતિનાં જનીનો બીજી વસતિમાં ફેરબદલી પામે છે, આને જીનફ્લો ( જનીનપ્રવાહ ) કહે છે
- જનીનિક ડ્રિફ્ટ ( જનીનિક વિચલન )
- હાર્ડી - વિનબર્ગ સિદ્ધાંતને આધારે મોટી વસતિમાં જનીન - આવૃત્તિ જો પસંદગી અને વિકૃતિ ન થાય તો પેઢી દર પેઢી સમાન રહે છે .
- પરંતુ નાની વસતિમાં જનીન - આવૃત્તિઓ તકે દ્વારા સંપૂર્ણ અસ્થિર જોવા મળે છે .
- જનીન - આવૃત્તિમાં તક દ્વારા થતા આ સંપૂર્ણ ફેરફારને જનીનિક ડ્રિફ્ટ કહે છે .
- સ્થાઈકારી પસંદગી
- સ્થાઈકારી પસંદગી જયારે સ્વરૂપ પ્રકારીય લક્ષણ ઈષ્ટતમ પર્યાવરણીય સ્થિતિઓ સાથે એકાકાર થાય અને સ્પર્ધા ન હોય ત્યારે ચાલુ થાય
- તે વસતિને જનીનિક રીતે સ્થાઈ રાખે છે
- તે સરેરાશ અથવા સામાન્ય સ્વરૂપ પ્રકારની તરફેણ કરે છે અને અંતિમ પરિવર્તનો દૂર કરે છે.
- દિશાત્મક પસંદગી
- દિશાત્મક પસંદગી ચોક્કસ લક્ષણોના માનવમાં વસ્તીમાં નિયમિત ફેરફારો ઉત્પન્ન કરે છે
- પસંદગીનું આ સ્વરૂપ પર્યાવરણીય સંજોગોના ધીમે ફેરફારોને પ્રતિક્રિયામાં ચાલુ હોય છે
- તે સજીવોને એ રીતે મદદ કરતા બને છે કે પર્યાવરણીય ફેરફારની પ્રતિક્રિયામાં ફેરફાર અને નવી પર્યાવરણીય સ્થિતિને ખુબ જ સારી રીતે અનુકૂળ થઈ જાય છે.
- તે સ્વરૂપમાં પ્રકાર કે જે આ સરેરાશ અથવા અંતિમ અને પછી વસ્તીના સ્વરૂપ પ્રકારને દિશામાં ધકેલે છે અને તેને મળતું આવે છે.
- વિક્ષેપકારક પસંદગી
- એક પર્યાવરણમાં ની અસ્થિર પરિસ્થિતિઓ ઋતુ સાથે સંકળાયેલ અને આબોહવા વસ્તીમાં એકથી વધુ સ્વરૂપ પ્રકારની ટેકો આપે છે
- વસ્તીમાંથી પસંદગી દબાણ વધતી સ્પર્ધાના પરિણામ સ્વરૂપે વર્તી સ્વરૂપ પ્રકારને વસ્તીથી સરેરાશ દૂર અને વસ્તીના અંત તરફ ધકેલે છે
- આ વસ્તી બે પેટા વસ્તી ઓ વિભાજિત કરી શકાય છે
- જો પેટા વસ્તી વચ્ચેનો જનીન પ્રવાહ અટકાવતા દરેક વસ્તી ની નવી જાતિ નું નિર્માણ કરે છે
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
BIOLOGY NEET MATERIAL IN GGUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Best material
ReplyDeleteSuper
ReplyDeleteNice article sar
ReplyDeleteNice article sar
ReplyDeletenice sir.... bav srs article 6e...and help ful bi
ReplyDeleteNice sir you are great🙂
ReplyDeleteSir have 3,4 ch mukone 🙏🙏🙏
Please Do Not enter any sparm link in comment box