Type Here to Get Search Results !

હાર્ડી - વેઈનબર્ગ સિદ્ધાંત અને પ્રાકૃતિક પસંદગી ના પ્રકાર

6


હાર્ડી - વેઈનબર્ગ સિદ્ધાંત અને પ્રાકૃતિક પસંદગી ના પ્રકાર 
હાર્ડી - વેઈનબર્ગ સિદ્ધાંત
  • વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી સુધી જળવાઈ રહે છે.
  • જનીન સેતુ ( વસ્તીમાં ના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો )
  • આ સિદ્ધાંત ક્યારે માન્ય બને (Applicable)
  • વસ્તી મોટી સંખ્યા માં હોય 
  • સજીવો રેન્ડમ મેટિંગ કરતા હોય 
  • વિકૃતિ ના થાય (થાય તો બંને તરફ થાય )
  • બધા સજીવો બચી રેવાની ક્ષમતા ધરાવતા હોય અને તેમના પાસે ફલન ની ક્ષમતા હોય. 
જનીનઆવૃત્તિ 
  • જનીનસેતુમાં અથવા વસતિમાં રહેલ જનીન પ્રમાણને જનીન આવૃત્તિ કહે છે 
  • જ્યારે એક કારકની જનીનોવૃત્તિ જાણીતી હોય ત્યારે વસતિમાંના અન્ય કારકની આવૃત્તિ સામાન્ય સૂત્ર દ્વારા ગણી શકાય છે . 
  • ધારો કે M વૈકલ્પિક કારકની જનીન - આવૃત્તિ P છે અને જો વૈકલ્પિક કારકની જનીનઆવૃત્તિ q છે . 
  • તેથી p + q = 1 જ્યારે q જાણીતો હોય તો p ગણી શકાય છે , p = 1 – q 
  • તે જ રીતે જો p જાણીતો હોય , તો q ગણી શકાય , q = 1 - P. 
  • ઉદાહરણ તરીકે n = 0.5 છે . તેથી q = 1 - p = 1 – 0.5 = 0.5 
હાર્ડી  - વિનબર્ગ સિદ્ધાંતનું પ્રાયોગિક પ્રયોજન 
  • કોઈ પણ વસતિની જનીનઆવૃત્તિ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે . 
  • આ સૂત્રનો ઉપયોગ સમાન સંખ્યાનાં M જનીનો અને સમાન સંખ્યાનાં m જનીનો ધરાવતી હેમસ્ટર વસતિ માટે કરી શકાય છે
  • વસતિમાં M જનીનઆવૃત્તિ = 50 % = 1/2   તેથી p=1/2 = 0.5
  • વસતિમાં m જનીનની આવૃતિ = 50 % = 1/2 કે તેથી  q = 1/2 = 0.5
  • (p+ q)2 = p2 + 2pq + q2 
  • = ( 0.5 )² + 2 ( 0.5 ) ( 0.5 ) + ( 0.5 )² 
  • = 0.25 + 0.5 + 0.25 
  • = 25 % MM : 50 % Mm : 25 % mm
  • પ્રાકૃતિક વસતિ હંમેશા સમાન સંખ્યા ધરાવતી નથી.
  • મોટાભાગની વસતિમાં જનીનોનું જુદું જુદું પ્રમાણ હોય છે. 
  • કોઈ પણ જનીનપ્રમાણ ધરાવતી વસતિમાં ઉપર્યુક્ત સૂત્ર ઉપયોગ કરી શકાય છે.
  • જો વસતિમાં જનીનોનું પ્રમાણ જાણીતા હોય ત્યારે, સંતતિઓનું પ્રમાણ અને જનીનપ્રકાર સરળતાથી હાર્ડ - વિનબર્ગ સિદ્ધાંતનો ઉપયોગ કરીને શોધી શકાય છે .
હાર્ડી - વિનબર્ગ સિદ્ધાંતનું મહત્ત્વ 
  • આ સિદ્ધાંત જણાવે છે કે મોટી વસતિમાં જનીન - આવૃત્તિઓ જો પસંદગી અને વિકૃતિ ન થાય તો પેઢી દર પેઢી સમાન રહે છે. નાનું વસતિમાં આ સમતોલન જળવાતું નથી . 
  • જો વસતિ સમતોલનમાં હોય તો ઉદ્વિકાસીય ફેરફારની શક્યતા નથી અને તેથી ઉવિકાસનો દર શુન્ય છે . 
  • ઉદ્દવિકાસ  ત્યારે જ થાય છે , જ્યારે સમતોલન અવ્યવસ્થિત હોય. 
  • જ્યારે અનુમાન આધારિત આંકડા કરતા આવૃત્તિના આંકડા અલગ આવે તો તે ઉવિકાસીય બદલાવ સૂચવે છે.
  • જનીનિક સમતુલામાં ખામી સર્જાય કે હાર્ડ - વિનબર્ગ સમતુલનમાં ખામી આવે તો કે વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખામી આવે તો તે ઉદ્દવિકાસ પરિણમવાની ક્ષમતા ધરાવે છે . 
  • હાડી - વિનબર્ગ સિદ્ધાંતને પાંચ પરિબળો અસર કરે છે . 
  • જીનફ્લો  ( જનીનપ્રવાહ અથવા સ્થળાંતરણ )
  • જનીનિક ડ્રિફ્ટ / જનીનિક વિચલન  
  • વિકૃતિ 
  • જનીનિક પુનઃસંયોજન ( Genetic recombination )
  • નૈસર્ગીક પસંદગી 
  • જીનફ્લો ( જનીનપ્રવાહ ) 
  • પ્રાણીઓ સ્થિર નથી . તેઓ સ્થાનાંતરણની વૃત્તિ ધરાવે છે . 
  • જ્યારે પ્રાણીઓ સ્થાનાંતરણ કરે છે અને અન્ય વસતિના સંપર્કમાં આવે છે , ત્યારે તે વસતિમાં સાથે રહેનાર સાથે સંવનન કરે છે . 
  • તેથી એક વસતિનાં જનીનો બીજી વસતિમાં ફેરબદલી પામે છે, આને જીનફ્લો ( જનીનપ્રવાહ ) કહે છે 
  • જનીનિક ડ્રિફ્ટ ( જનીનિક વિચલન ) 
  • હાર્ડી  - વિનબર્ગ સિદ્ધાંતને આધારે મોટી વસતિમાં જનીન - આવૃત્તિ જો પસંદગી અને વિકૃતિ ન થાય તો પેઢી દર પેઢી સમાન રહે છે . 
  • પરંતુ નાની વસતિમાં જનીન - આવૃત્તિઓ તકે દ્વારા સંપૂર્ણ અસ્થિર જોવા મળે છે . 
  • જનીન - આવૃત્તિમાં તક દ્વારા થતા આ સંપૂર્ણ ફેરફારને જનીનિક ડ્રિફ્ટ કહે છે . 
પ્રાકૃતિક પસંદગી ના પ્રકાર 
  • સ્થાઈકારી પસંદગી 
  • સ્થાઈકારી પસંદગી જયારે સ્વરૂપ પ્રકારીય લક્ષણ ઈષ્ટતમ  પર્યાવરણીય  સ્થિતિઓ સાથે એકાકાર થાય અને સ્પર્ધા ન હોય ત્યારે ચાલુ થાય 
  • તે વસતિને જનીનિક રીતે સ્થાઈ  રાખે છે 
  • તે સરેરાશ અથવા સામાન્ય સ્વરૂપ પ્રકારની તરફેણ કરે છે અને અંતિમ પરિવર્તનો દૂર કરે છે. 
  • દિશાત્મક પસંદગી 
  • દિશાત્મક પસંદગી ચોક્કસ લક્ષણોના માનવમાં વસ્તીમાં નિયમિત ફેરફારો ઉત્પન્ન કરે છે
  • પસંદગીનું આ સ્વરૂપ પર્યાવરણીય સંજોગોના ધીમે ફેરફારોને પ્રતિક્રિયામાં ચાલુ હોય છે
  • તે સજીવોને એ રીતે મદદ કરતા બને છે કે પર્યાવરણીય ફેરફારની પ્રતિક્રિયામાં ફેરફાર અને નવી પર્યાવરણીય સ્થિતિને  ખુબ જ સારી રીતે અનુકૂળ થઈ જાય છે. 
  •  તે સ્વરૂપમાં પ્રકાર  કે જે આ સરેરાશ અથવા અંતિમ અને પછી વસ્તીના સ્વરૂપ પ્રકારને  દિશામાં ધકેલે છે અને તેને  મળતું આવે છે. 
  • વિક્ષેપકારક પસંદગી 
  • એક પર્યાવરણમાં ની અસ્થિર પરિસ્થિતિઓ ઋતુ સાથે સંકળાયેલ અને આબોહવા વસ્તીમાં એકથી વધુ સ્વરૂપ પ્રકારની ટેકો આપે છે
  • વસ્તીમાંથી પસંદગી દબાણ વધતી સ્પર્ધાના પરિણામ સ્વરૂપે વર્તી  સ્વરૂપ પ્રકારને  વસ્તીથી સરેરાશ દૂર અને વસ્તીના અંત તરફ ધકેલે છે
  •  આ વસ્તી બે પેટા વસ્તી ઓ  વિભાજિત કરી શકાય છે 
  • જો પેટા વસ્તી  વચ્ચેનો જનીન  પ્રવાહ અટકાવતા દરેક વસ્તી ની નવી જાતિ નું નિર્માણ કરે છે
===============================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====

MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
BIOLOGY NEET MATERIAL IN GGUJARATI 

KNOWLEDGE ON THE WAY....................





Post a Comment

6 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please Do Not enter any sparm link in comment box

Below Post Ad