રંજકણો
- રંજકણ ની શોધ સૌથી પહેલા હકલ નામના વૈજ્ઞાનિકે કરી હતી.
- તે બધાજ વનસ્પતિ કોષમાં અને કેટલાક પ્રોટિસ્ટમાં જોવા મળે છે.
- દા . ત યુગલિના
વર્ગીકરણ
- રંગવિહીન કણ ( લ્યુકોપલાસ્ટ )
- તે રંગવિહીન છે
- તેમની પાસે કોઈ રંજક દ્રવ્ય હાજર નથી.
- તે પ્રકાશ વાળા ભાગમાં જોવા મળતા નથી.
- દા.ત - મૂળ ગંઠીકા,
- મૂળ તેમનું સામાન્ય કાર્ય ખોરાક સંગ્રહ કરવાનું હોય છે.
- રંગવિહીન કણ ( લ્યુકોપલાસ્ટ ) ના ત્રણ પ્રકાર પડે છે.
- મંડક્ણ ( Amyloplast ) તે કાર્બોદિત નો સંગ્રહ કરે છે . દા.ત - ઘઉં , ચોખા
- સમીતાયા કણ ( Aleuronplast ) તે પ્રોટીન નો સંગ્રહ કરે છે . દા.ત - મકાઈ
- તૈલ કણ ( Elaiplast ) તે ચરબીનો સંગ્રહ કરે છે . દા.ત - એરંડા ના બીજ સીંગ.
- રંગકણ ( ક્રોમોપ્લાસ્ટ )
- તે રંગયુક્ત છે
- તે રંજકદ્રવ્ય ધરાવે છે.
- તે પ્રકાશિત ભાગમાં જોવા મળે છે
- દા. ત - પર્ણ , ફળ ફૂલ
- તેમનું સામાન્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણ અને પરાગ નયન માટે કલર આપવાનું છે .
- રંગકણ ( ક્રોમોપ્લાસ્ટ ) ના ત્રણ પ્રકાર પડે છે
- હરિત કણ ( Chorophyll )- ( લીલો રંજકદ્રવ્ય ) ઉ . દા - પર્ણ , તરુણ પ્રકાંડ
- ફિઓપ્લાસ્ટ ( Pheoplast ) - ( બદામી રંજકદ્રવ્ય ) ઝેન્થોફિલ - અને ફ્યુકો ઝેન્થીન ઉ.દા - બદામી લીલ .
- રહોડોપ્લાસ્ટ ( Rhodoplast ) - ( લાલ રંજકદ્રવ્ય ) ફાયકો ઇરીથ્રિન ઉ.દા - રાતી લીલ
હરિતકણ
- તેને સૌ પ્રથમ અત્રેનવોન લ્યુવાનહોકે શોધ્યું હતું
- હરિતકણ શબ્દ સ્કિમપર નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું
- તેમની સંખ્યા અને આકાર અલગ અલગ હોય છે
- હરિતકણ ની સંખ્યા
- 1 / કોષ - ઉ દા - ફ્લેમિડોમાંનાસ , યુલોથરીક્સ
- 1 થી 16 / કોષ - ઉ દા - સ્પાયરોગાયરા
- 20 થી 40 / કોષ - ઉ દા - ઉચ્ચ કક્ષાની વનસ્પતિ
- 500 /કોષ - ઉ દા - કારા ના આંતરગાંઠ ના કોષ માં
- હરિતકણ નો આકાર
- કપ આકાર - ક્લેમિડોમોનાસ માં
- ગર્ડલ આકાર - યુલોથ્રીક્સ
- રિબન આકાર - સ્પાઈરોગાયરા માં
- અંડાકાર- ઉચ્ચ કક્ષાના ના વનસ્પતિમાં
- હરિતકણ જુદી જુદી લંબાઈ ( 5 થી 10 um ) અને પહોળાઈ ( 2 થી 4 um ) ધરાવે છે.
- રચના
- બેવડા આવરણની રચનાથી આવરિત છે
- જેમાં જેલી જેવું આધારક દ્રવ્ય આવેલ છે.
- તે સ્ટ્રોમા તરીકે ઓળખાય છે.
- ઘણા કાર્બનિક દ્રવ્યો ધરાવે છે.
- સ્ટ્રોમામાં આવેલી પટલીય રચનાઓના સમૂહોને ગ્રાના કહે છે.
- પ્રત્યેક થપ્પી જેવી રચનાને ગ્રેનમ કહે છે.
- જે 20- 50 થાઇલેટોઇડ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના હરિતકણોમાં ધરાવે છે.
- અને હરિતકણો 40 – 100 ગ્રેનમ તેમના મેટ્રિક્સ એટલે કે સ્ટ્રોમામાં ધરાવે છે.
- થાઇલે કોઇડના પટલ પ્રકાશસંશ્લેષિત રંજ ક દ્રવ્યકણો ( ફોટોસિસ્ટમ / પ્રકાશતંત્ર ) ધરાવે છે.
- સ્ટ્રોમામાં પણ રિબોઝોમ્સ ( 70 s ), વર્તુળીય DNA નો અણુ અને મેદબિંદુઓ આવેલાં હોય છે.
- કાર્યો
- તેમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા થાય છે.
- તેમાં પ્રકાશઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે.
- તેને ઊર્જાનું પરાંતરણ પણ કહે છે.
- ફેટી ઍસિસનું સંશ્લેષણ કરે છે.
- લિપિડનો સંગ્રહ કરે છે.
- કણાભસૂત્રની જેમ જ હરિતકણને પણ સ્વયંસંચાલિત અંગિકા કહેવાય.
- જેમ કે થોડાક ઓછા પ્રમાણમાં પોતાના પ્રોટીન્સનું સંશ્લેષણ સમયાંતરે કરી શકે છે.
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Thanks 😊
ReplyDeletePlease Do Not enter any sparm link in comment box