Type Here to Get Search Results !

સુકોષકેન્દ્રીય કોષ - કોષ દીવાલ | NEET BIOLOGY

0

કોષ દીવાલ

  • તે કોષરસસ્તર સ્તર ની બહારની આવેલી હોય છે 
  • તે રક્ષણાત્મક આવરણ તરીકે કાર્ય કરે છે તે 
  • મજબૂતાઈ અને પોત પણ આપે છે 
  • કોષદિવાલ ની શોધ રોબર્ટ હુક એ કરી હતી 
  • ઉ.દા વનસ્પતિકોષ ફૂગ,  આદિકોષકેન્દ્રીય કોષ ( અપવાદ માઈકોપ્લાઝમા મા કોષ દીવાલ નથી હોતી).
  • કોષદીવાલ કોષને ફક્ત આકાર આપવા ઉપરાંત કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી જ રક્ષણ આપતી નથી પરંતુ કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખવા તથા અનિચ્છનીય મહાઅણુઓથી કોષને અવરોધ પ્રદાન કરે છે.
  • લીલની કોષદીવાલ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનીજની બનેલી હોય છે. 
  • જ્યારે અન્ય વનસ્પતિમાં તે સેલ્યુલોઝ, હેમી સેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી હોય છે. 
  • સેલ્યુલોઝ - જે લૂકોઝનો પોલીસેકેરાઇકલ 
  • હેમીસેલ્યુલોઝ - જે હિટરોપોલીસેકેરાઇડ છે, જે ગેલેક્ટોઝ , ઝાયલોઝ , મેનોઝ અને અરેબીનોઝ નું બનેલું છે.
  • પેકટીન - તે પણ હિટરોપોલીસેકેરાઇડ છે.જે એસિડ, અને ગેલેક્ટોરોનિક એસિડ નો બનેલું છે.
  • કોષદિવાલ માં બીજા વધારાના પદાથો પણ હોય છે જેવા કે ક્યૂટિન,સુબેરીન,પેક્ટિન,લીગ્રીન
  • આદિ કોષ કેન્દ્રીય કોષ માં પપટીડોગ્લાયકેન ની બનેલી હોય છે
  • ફૂગની કોષદિવાલ કાઈટીન ની બનેલી હોય છે તે N એસીટાઈલ ડ્યુકોઝમાઈન ના મોનો અણુઓની બનેલી હોમો પોલીસેકેરાઇડ ની રચના છે 
  • વનસ્પતિના તરૂણ કોષમાં પ્રાથમિક કોષદીવાલ જોવા મળે છે. 
  • જેમાં વૃદ્ધિની ક્ષમતા હોય છે જે પરિપક્વતની સાથે ક્ષય પામતી જાય છે અને તેની સાથે કોષની અંદર (રસસ્તર તરફ) દ્વિતીયક કોષદીવાલનું નિર્માણ થવા લાગે છે. 
  • મધ્યપટલ મુખ્યત્વે કૅલ્શિયમ પેકટેટનું બનેલ સ્તર છે, જે આજુ - બાજુના કોષોને એકબીજા સાથે સંપર્કમાં રાખે છે. 
  • તેમજ જકડી રાખે. 
  • કોષદીવાલ તેમજ મધ્યપટલની આરપાર રહેલાં કોષરસતંતુ આજુ - બાજુના કોષોના કોષરસને સંપર્કમાં રાખે છે.
  •  પ્રાથમિક કોષદિવાલ - જેમાં વધારે હેમી સેલ્યુલોઝ અને ઓછો સેલ્યુલોઝ  આવેલો હોય છે 
  • દ્રિતીય કોષદિવાલ- જેમાં ત્રણ આવરણ આવેલા હોય છે . 
  • S1 , S2 , S3 જેમાં વધારે સેલ્યુલોઝ અને ઓછી માત્રામાં હેમીસેલ્યુલોઝ આવેલા છે જેમાં બીજા વધારાના પદાર્થો જેવાકે સુબેરીન , શૂટિન , અને લીગ્રીન આવેલા હોય છે
  • તૃતીય કોષદિવાલ- જેમાં લીગ્નીન અને ઝાયલિન નું આવરણ બને છે .
લક્ષણો 
  • સેલ્યુલોઝયુક્ત સૂક્ષ્મતંતુઓ જે કોષરસ ( મેટ્રિક્સ ) માં જાય છે.
  • તે અન્ય જટિલ પોલિસેકેરાઇસ ધરાવે છે.
  • કોષદિવાલ મુખ્યત્વે મધ્યપટલ, પ્રાથમિક અને દ્વિતીય કોષદીવાલ ધરાવે છે 
  • મધ્યપટલ કૅલ્શિયમ અને મેગ્નેશિયમના પેકટેટ બનેલું છે.
  • પ્લાઝમોડેસ્માટા (કોષરસતંતુ) તેની સાથે જોડાયેલ વનસ્પતિ કોષોમાં હાજર હોય, 
  • જે કોષરસના વહન માટે જરૂરી છે. તે અંતઃકોષરસજાળમાંથી નિર્માણ પામેલી નળાકાર રચના દ્વારા આવરિત છે, જેને ડેસ્મોનલિકાઓ કહે છે. 
કાર્યો  
  • તે યાંત્રિક આધાર અને રક્ષણ આપે છે.
  • તે કોષને આસૃતિ પ્રવાહને અવરોધે છે.
  • પાણી અને ખનીજ ક્ષારોના હલનચલનનો પરિપથ બનાવે છે.
  • નજીકના કોષોને સિમેન્ટિંગ સ્વરૂપે જોડે છે.
  • કોષો વચ્ચે દ્રવ્યોના વહન માટે પ્રોટોપ્લાસ્મિડ પ્રવાહનું નિર્માણ થાય છે, જેને સિમ્પોર્ટ  કહે છે
===============================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................



Post a Comment

0 Comments

Below Post Ad