Type Here to Get Search Results !

આદિકોષકેન્દ્રીય કોષ | NEET BIOLOGY

1

આદિકોષકેન્દ્રીય કોષ

  • આદિકોષકેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન તેઓના કાર્ય અને આકાર વિભિન્ન હોવા છતાં એક સમાન હોય છે.
  • બધા જ આદિ કોષકેન્દ્રીય કોષમાં કોષરસપટલની ફરતે કોષદીવાલ આવેલી હોય છે.
  • કોષમાં રહેલું તરલ આધાર દ્રવ્ય એ કોષરસ છે.
  • તેમાં સ્પષ્ટ કોષકેન્દ્રનો અભાવ હોય છે.
  • આનુવંશિક દ્રવ્ય મુખ્યત્વે અનાવૃત્ત એટલે કે કોષકેન્દ્ર પટલથી આવૃત્ત હોતું નથી.
  • ઘણા બધાં બેકટેરિયામાં આનુવંશિક DNA ઉપરાંત એકલ રંગસૂત્ર / વલયાકાર DNA ) વધારાનું નાનું વલયાકાર DNA જોવા મળે છે જેને પ્લાઝમિડ કહેવાય છે.
  • આ પ્લાઝમિડ DNA બૅક્ટરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું નિદર્શન કરે છે.
  • આવું એક લક્ષણ એટલે પ્રતિજૈવિક સામે પ્રતિરોધ હોવો તે છે.
  • આ પ્લાઝમિડ DNA બૅક્ટરિયામાં બાહ્ય ( પરજાત ) DNA સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે.
  • કોષકેન્દ્રપટલ માત્ર સુકોષકેન્દ્રીય કોષમાં જોવા મળે છે.
  • રિબોઝોમ્સ સિવાય આદિકોષકેન્દ્રીય કોષમાં સુકોષકેન્દ્રીય કોષ જેવી અંગિકાઓ જોવા મળતી નથી. આદિકોષકેન્દ્રીય કોષમાં આગવી સમાવિષ્ટ રચનાઓ જોવા મળે છે.
  • કોષરસપટલમાંથી વિભાજિત થયેલ વિશિષ્ટ રચના મેસોઝોમ્સ એ આદિકોષકેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે
  • મેસોઝોમ્સ એ કોષરસપટલનું આવશ્યક અંતર્વલન છે .

કોષીય આવરણો અને તેના રૂપાંતરણ 
  • મોટા ભાગના પ્રોકેરિયોટિક કોષ જટિલ આવરણયુક્ત રાસાયણિક બંધારણ ધરાવતા ચોક્કસપણે બૅક્ટરિયલ કોષો છે
  • કોષ આવરણ ચુસ્તપણે ત્રણ સ્તરોની સંરચના ધરાવે છે
  • સૌથી બહારનું સ્તર ગ્લાયકોકેલિકસ બનેલું
  • દ્વિતીય તર કોષદીવાલ
  • સૌથી અંદરનું સ્તર કોષરસપટલ છે . 
ગ્લાયકોકેલિકસ
  • ગ્લાયકોલિકેલીક્સ જુદા જુદા બૅક્ટરિયામાં બંધારણ અને જાડાઈની બાબતે જુદુ જુદુ હોય છે.
  • કેટલાક બૅક્ટરિયામાં આ શિથિલ આવરણ સ્વરૂપે જોવા મળે છે જેને શ્લેષ્મ સ્તર કહે છે.
  • જ્યારે કેટલાક બૅક્ટરિયામાં આ સ્તર જાડુ અને મજબૂત હોય છે જેને કેપ્સુલ  કહે છે.
કોષદીવાલ
  • બેકટેરિયલ કોષદીવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલી છે.
  • ગ્રામ વૈજ્ઞાનિક દ્વારા વિકસાવેલી અભિરંજક પદ્ધતિના પ્રતિચારને આધારે બે પ્રકાર છે.
  • જે ગ્રામ અભિરંજકને ગ્રાહી કરે અથવા અભિરંજિત થાય તેને ગ્રામ પોઝિટિવ 
  • જે અભિરંજકને ગ્રાહી ન કરે તેને ગ્રામ નેગેટિવ બૅક્ટરિયા કહે છે.
  • ગ્રામ પોઝિટિવ બૅક્ટરિયા ઘણા સ્તરો ધરાવે છે, જે પેપ્ટીડોગ્લાયકેન ધરાવે છે, 
  • નેગેટિવ બૅક્ટરિયા પાતળી કોષદીવાલ ધરાવે છે જે થોડાક જ પેપ્ટીડોગ્લાયકેનયુક્ત સ્તરોથી આવરિત હોય છે, 
  • બીજા લિપિડયુક્ત લાયપોપોલિસેકેરાઇડ અને લાયપોપ્રોટીન ધરાવે છે.
  • કોષદીવાલ કોષનો આકાર નક્કી કરે છે અને મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે.
  • જે બૅક્ટરિયાને તૂટવા તેમજ પતન થવાથી અટકાવે છે.
કોષરસપટલ
  • કોષરસપટલ અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે અને બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે.
  • બંધારણની દૃષ્ટિએ આ પટલ સુકોષકેન્દ્રીઓમાં જોવા મળતા પટલ જેવું જ હોય છે.
  • કેટલાક આદિકોષકેન્દ્રી કોષ જેવા કે સાયનો બેકટેરિયાનાં કોષરસમાં પટલથી વિસ્તૃતીકરણ પામેલ રચના જોવા મળે છે જેને ક્રોમેટોફોર કહેવાય છે જે રંજકદ્રવ્યો ધરાવે છે.
  • મેસોઝોમ - કોષના  કોષરસપટલમાંથી ઉદભવેલ અંત : પ્રવર્થોની ચોક્કસ રચના ધરાવે છે, જે શ્વસન ઉન્સેચકો ધરાવે છે, તેને મેસોઝોમ કહે છે.
  • તેઓ કોષદીવાલના નિર્માણ, DNA નું રેપ્લિકેશન અને બાળકોષોની વહેંચણી માટે મદદરૂપ છે, તેઓ શ્વસનમાં પણ મદદરૂપ થાય છે, કોષરસપટલના વિસ્તારમાં વધારો તેમજ ઉન્સેચકયુક્તનો સાવ કરે છે.
પીલી 
  • ગ્રામ –Ve બૅક્ટરિયામાં ફર્ટિલિટી ફેક્ટર અથવા FF માંથી વિકસતી બહિવૃદ્ધિ પામતી નળાકાર જાડી રચનાને પીલી કહે છે.જેથી તેઓને લિંગી પીલી પણ કહે છે.
  • તેઓ ગ્રાહી કોષ સાથે સંયુગ્મન નલિકામય નિર્માણમાં મદદરૂપ થાય છે.
  • પિલિ લંબાયેલ નલિકાકાર સંરચના હોય છે, જે વિશિષ્ટ પ્રોટીનથી બનેલ હોય છે
ફિમ્બ્રિ 
  • ફિમ્બ્રિ કોષ પરથી ઉદ્ભવેલ નાની - નાની તંતુમય રચનાઓ છે.
  • ફિમ્બિઓ ઘણી મોટી સંખ્યામાં ઉદ્ભવે છે.
  • તેઓ બેંકટેરિયાના કોષમાં આવેલ ઘન સપાટી અથવા યજમાન પેશીઓ અથવા તલકાયમાંથી ઉદ્ભવે છે .
  • કેટલાક બૅક્ટરિયામાં તે પાણીના વહેણમાં જોવા મળતા પથ્થરો તથા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે.
કશા
  • બેકટેરિયલ કોષો ચલિત કે અચલિત હોય છે . જો ચલિત હોય તો તેઓની કોષદીવાલ પરથી ઉદ્ભવેલ પાતળી તંતુમય રચના જોવા મળે છે, જેને કશા કહેવાય છે.
  • જુદા જુદા બૅક્ટરિયામાં કશાની ગોઠવણી અને સંખ્યા જુદી જુદી હોય છે.
  • બૅક્ટરિયાની કશા ત્રણ ભાગોથી બનેલ હોય છે જેવી કે 
  • તંતુ
  • અંકુશ 
  • તલકાય 
  • તંતુ એ કશાની સૌથી મોટી રચના છે કે જે કોષસપાટીથી બહારની તરફ લંબાયેલ હોય છે.
  • કશા સિવાય પિલિ અને ફિમ્બ્રિ બૅક્ટરિયાની સપાટીય રચનાઓ છે, પરંતુ તે ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી.
રિબોઝોમ્સ અને સમાવિષ્ટ રચનાઓ 
  • આદિકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ કોષરસપટલ સાથે સંકળાયેલ હોય છે.
  • જે 15 mm થી 20 mm સુધીનું કદ ધરાવે છે અને 50 s અને 30 s એમ બે પેટા એકમનાં બનેલા હોય છે.
  • બંને પેટા એકમો એકબીજા સાથે જોડાઈને 70 s આદિકોષકેન્દ્રી રિબોઝોમ્સ બનાવે છે.
  • રિબોઝોમ્સ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે.
  • કોઈ એક m - RNA સાથે એક કરતા વધુ રિબોઝોમ્સ જોડાય તો તેને પોલીરિબોઝોમ્સ અથવા પોલીઝોમ્સ કહે છે.
  • ભાષાંતર દ્વારા m - RNA ની મદદથી પ્રોટીનનું નિર્માણ કરે છે.
સૂક્ષ્મકાય રચનાઓ 
  • આદિકોષકેન્દ્રી કોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે.
  • આવી રચનાઓ કોઈ પણ પટલ વડે ઘેરાયેલ હોતી નથી અને કોષરસમાં મુક્ત સ્વરૂપે વિતરણ પામેલ હોય છે.
  • ઉદા . ફૉસ્ફટ કણિકાઓ, સિયાનોફાયસિયન કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ.
  • નીલરહિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશસંશ્લેષી બૅક્ટરિયામાં વાયુન રસધાનીઓ પણ જોવા મળે છે .
===============================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................



Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please Do Not enter any sparm link in comment box

Below Post Ad