
કોષકેન્દ્ર
- કોષકેન્દ્ર સૌ પ્રથમ robert brown ( રોબર્ટ બ્રાઉન ) એ ઓર્કિડના કોષોમાં સમજાવ્યું હતું.
- કોષકેન્દ્ર ગેરહાજર - જેને ઈન્યુક્લિએટેડ કોષ કહે છે.
- દા.ત - ચાલની નલિકાના કોષ , પુખ્ત રક્ત કણ
- એક કોષકેન્દ્ર- જે સામાન્ય ફોષોમાં હોય છે
- બે કોષકેન્દ્ર - દા.ત પેરામિશીયમ
- ઘણા બધા કોષકેન્દ્ર - ઓપેલીના, સ્નાયુ તંતુ
- ઘણા બધા કોષકેન્દ્ર માટે બીજા શબ્દ સિનોસાઇટીક (Cenocytic) - જે વનસ્પતિ અને પ્રોટિસ્ટા ના કોષ માટે વપરાય છે.
- અને સીનસીટીઅલ ( Syncitial ) પ્રાણીકોષ માટે વપરાય છે.
- પ્રાણી કોષમાં કેન્દ્રમાં આવેલું હોય છે.
- વનસ્પતિ કોષમાં એક બાજુ આવેલું હશે.
- કેટલાક કોષોમાં પરિઘવર્તી બાજુ એ હશે - મેદપેશી ના કોષોમાં.
- તલ વિસ્તાર માં - સ્તંભીય કોષો માં નીચેના ભાગ માં આવેલ હોય છે .
- સામાન્ય રીતે કોષકેન્દ્ર નો આકાર ગોળાકાર હોય છે.
- લિસા સ્નાયુ કોષોમાં અંડાકાર હોય છે.
- અમલરાગી સ્વેતકણોમાં દ્વિખંડીય હશે.
- અલ્કરાગી સ્વેતકણોમાં ત્રિખંડીય હશે.
- તટસ્થ સ્વેતકણોમાં બહુખંડીય હશે.
- વેર્ટીસેલા માં ગોડાની નાળ જેવો જોવા મળે છે.
કોષકેન્દ્રરસ
- પારદર્શક કલિલદ્રવ્યો ધરાવતું પ્રવાહી છે.
- તેમાં DNA સ્વયંજનન માટે ના ઉત્સેચકો હોય છે.
- m - RNA સંસ્લેષણ માટેના ઉત્સેચકો આવેલા હોય છે.
- તેમાં Mg Mn , જેવા આયનો પણ હોય છે.
- તેમાં m - RNA , t - RNA , r - RNA હોય છે.
- તેની pH 7.4 +/- 0.2 હોય છે.
- તે E. Coli માં ફોન્ટાના વૈજ્ઞાનિક શોધ્યું હતું.
- બોમન એ કોષકેન્દ્ર શબ્દ આપ્યો.
- તે નોર્મલ ( ન્યુક્લીઅર ઓર્ગેનાઈજેશન રીજીયન) જ્યાંથી કોષકેંદ્રિકા બંને છે, સાથે સંલગ્ન છે.
- તેના ઉપર કોઈ પટલ હોતું નથી.
- તેનું પટલ નુક્લીઅર ક્રોમેટિન તંતુઓથી બનેલું હોય છે.
- તેમાં આવેલા દ્રવ્ય ને પાર્સ અમોરફા કહે છે.
- જેમાં T - RNA ના નિર્માણ માટે નિ કણિકા હોય છે અને તેમાં r - RNA સંગ્રહ પણ થાય છે .
કોષકેન્દ્ર કાર્યો
- આનુવંશિકતાના અણુ તરીકે DNA યુક્ત રંગસૂત્રો હોય છે.
- DNA જનીનોથી આયોજિત હોય છે જે કોષમાં બધી ક્રિયાઓનું નિયમન કરે છે.
- કોષકેન્દ્રીય વિભાજન તે કોષના પ્રજનન સ્વરૂપે હોય છે,જે પ્રજનન કોષીય સ્વરૂપે દર્શાવે છે કોષકેન્દ્રિકા રિબોઝોમ્સનું નિર્માણ કરે છે.
- સૌથી પહેલા ફ્લેમિંગે રંગસૂત્ર નિ શોધ કરી હતી.
- તે આંતરાવસ્થામાં બે પ્રકારે જોવા મળે છે .
- હિટ્રોક્રોમેટિન
- તેમાંથી પ્રતયાંકન થઇ શકતું નથી તેમાં સ્વયંજનન લેટ થાય છે.
- તેના બે પ્રકાર છે
- ફેકલ્ટેટીવ - તે ઓછા સમય માટે સક્રિય રહે છે ઉ.દા - બારબોડી
- કોન્સ્ટિટેટીવ - તે સક્રિય હોતા નથી
- યુક્રોમેટિન
- તેમાં પ્રતયાંકન જલ્દી થાય છે
- તેમાં સ્વયંજનન પહેલા થાય છે
- સૌપ્રથમ રંગસૂત્ર હોફમેસ્ટર એ શોધ્યું હતું
- શબ્દ વોલ્ડઅર એ આપ્યો હપ્તો.
- તે સૌ પ્રથમ રંગસૂત્રીય તંતુ તરીકે હોય છે.
- પછી એ સંકોચન પામી અને રંગસૂત્ર કહેવાય છે.
- રંગસૂત્રો કોષકેન્દ્રના વિભાજનની પૂર્વાવસ્થા દરમિયાન રંગસૂત્રીય તંતુઓ સંકોચન નિશ્ચિત સંખ્યામાં દોરા જેવી રચનાનું નિર્માણ કરે છે,તેને રંગસૂત્રો કહે છે.
- માનવના એક કોષમાંથી લગભગ બે મીટર લાંબી ઘેરા જેવી DNA ની રચના હોય છે. તે 46 માં વહેંચાય (અથવા 23 જોડમાં) છે.
- પ્રત્યેક રંગસૂત્ર પ્રાથમિક ખાંચ અથવા સેન્ટ્રોમીયર ધરાવે અને તેની બાજુમાં આવેલી ડિસ્ક કે રકાબી જેવી રચનાને કાઇનેટોકોર કહે છે,તેની હાજરી ધરાવે છે.
- જે રંગસૂત્રની મધ્યમાં સેન્ટ્રોમીયર હોય અને તેમની ઊર્ધ્વ તેમજ અધ:ભુજાઓ સમાન લંબાઈ ધરાવે, તો તેને મેટાસેન્ટ્રિક રંગસૂત્ર ( M or K ) કહે છે.
- રંગસૂત્રનું સેન્ટ્રોમીયર તેની ઊર્ધ્વભુજા તરફ વધુ હોય એટલે કે ઊર્ધ્વભુજા લઘુભુજા તરીકે આવેલી હોય અને અધઃભુજા દર્દભુજા સ્વરૂપે હોય તેવા રંગસૂત્રોને સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર ( S or L ) કહે છે.
- સબમેટાસેન્ટ્રિક પ્રકારના રંગસૂત્રની ઊર્ધ્વ કે ટૂંકી ભુજા પર સદંડી સેટેલાઇટ રંગસૂત્રિકા આવેલી હોય તો તેવા રંગસૂત્રને એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર ( A or J ) કહેવાય છે.
- રંગસૂત્રની રચનામાં સેન્ટ્રોમીયરનો ઊર્ધ્વસ્થ ભાગ લેવાય અથવા માત્ર દીર્ઘભુજા કે અધ ભુજા ધરાવે તેને ટેલોસેક્ટ્રિક (T or i ) રંગસૂત્ર કહેવાય.ટેલોસેક્ટ્રિક રંગસૂત્ર માનવામાં હોતું નથી.
============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box