સજીવોમાં પ્રજનન - પ્રસ્તાવના
- પ્રજનન - સજીવો દ્વારા પોતાના જેવાજ સજીવો ઉત્પન્ન કરવાની પ્રક્રિયા એટલે પ્રજનન
- ત્યાર બાદ સંતતિમાં વૃદ્ધિ થાય છે,તે પરિપક્વ બને છે અને તે પણ પોતાની જેવી નવી સંતતિ નિર્માણ કરે છે.
- તેથી સજીવમાં જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું એક ચક્ર જોવા મળે છે અને પ્રજનનથી પેઢી દર પેઢી જીવસાતત્ય જળવાઈ રહે છે.
- સમગ્ર જીવાવરણમાં ખૂબ જ વિવિધતા રહેલી છે
- દરેક સજીવ જાતિ, કદ, આકાર, રચના, સ્વરૂપ અને જીવનશૈલીમાં વૈવિધ્ય ધરાવે છે.
- દરેક સજીવ સંતતિ ઉત્પન્ન કરવા અને વધવા માટે પોતાનામાં વિશિષ્ટ પ્રક્રિયાઓ સાથે ઉત્પન્ન થયેલો છે.
- દરેક સજીવ કઈ રીતે પ્રજનન કરશે તેનો આધાર સજીવના નિવાસસ્થાન, તેની આંતરિક દેહધર્મવિદ્યા અને અન્ય પરિબળો પર રહેલો છે.
- જેમાં તેનો સમય ગાળો અગત્યનો છે
- એટલે કે જન્મ થી મૃત્યુ સુધી વચ્ચેનો નો સમય ગાળો જેને જીવિતતા સમય ગાળો કહે છે
- જેમાં અનેક તબ્બકાઓનો સમાવેશ થાય છે .
- જન્મ
- જુવેનાઇલ તબક્કો
- પ્રાજનનિક તબક્કો
- વૃદ્ધતા
- મૃત્યુ
- દરેક સજીવ ફક્ત ચોક્કસ સમયગાળા દરમિયાન જ જીવન પસાર કરે છે.
- કેટલાક સજીવોનું થોડા દિવસો જેટલું ટૂંકું છે, જ્યારે કેટલાકને હજારો વર્ષો સુધી લાંબુ જીવે.
- આ બે પ્રવાહો વચ્ચે ઘણા સજીવો પોતાનો જીવનકાળ પસાર કરે છે.
- એ ધ્યાનમાં રાખો કે સજીવોના જીવનકાળનો તેમના કદ સાથે સહસંબંધ ધરાવે છે.
- એ જરૂરી નથી કે કાગડો અને પોપટ બંનેમાં વધુ તફાવત નથી પરંતુ તેમના જીવનના સમયગાળામાં તફાવત છે .
- સમાન્યપણે આંબાના વૃક્ષનું જીવન પીપળાના વૃક્ષના જીવન કરતાં ટૂંકું છે.
- આપણે શા માટે કહીએ કે એકકોષી સજીવને કુદરતી મૃત્યુ નથી ? આ વાસ્તવિકતાને આધારે આપણને નવાઈ લાગે છે કે ઘણી સંખ્યામાં પ્રાણી અને વનસ્પતિઓની જાતિ કઈ રીતે આ પૃથ્વી પર હજારો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે.
- સજીવ જીવોમાં કેટલીક પ્રક્રિયાઓને કારણે જે સતત ચાલ્યા કરે છે.
- May fly નો જીવન અવધિકાળ 24 કલાક નો હોય છે એટલેકે એક દિવસનો અવધિકાળ છે એટલે એક દિવસીય જંતુ કહે છે જે નાનામાં નાનો અધિકાળ છે
- કાચબામાં મોટામાં મોટો અવધિકાળ - 300 થી 400 વર્ષ નો હોય છે
- પોપટનો જીવન કાળ 140 વર્ષનો હોય છે
- વનસ્પતિનો 1000 વર્ષ સુધી હોય શકે છે .
- પ્રજનનની ક્રિયામાં એક સજીવ ભાગ લેશે કે બે તેના આધારે તેના બે પ્રકારો પડે છે : અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન
- અલિંગી પ્રજનન
- આ પદ્ધતિમાં એક જ પિતૃ ભાગ ભજવે છે
- આ પદ્ધતિમાં જન્યુઓનું નિર્માણ થતું નથી
- તેમાં ફક્ત સમભાજનનો સમાવેશ થાય છે
- આ પદ્ધતિ પ્રમાણમાં સરળ અને ઝડપી પ્રક્રિયા છે
- આ પદ્ધતિથી ઉત્પન્ન થતી સંતતિ પિતૃની આબેહૂબ નકલ જનીનિક રીતે સમાન હોય છે
- જાતીય અંગોનાં નિર્માણમાં તે જરૂરી નથી
- તેના દ્વારા વિવિધતા પ્રેરાતી નથી
- આથી ઉદવિકાસિય મહત્ત્વ ધરાવતું નથી .
- લિંગી પ્રજનન
- આ પદ્ધતિમાં સામાન્ય રીતે બે પિતૃ ભાગ ભજવે છે
- આ પદ્ધતિમાં નર અને માદા જન્યુઓનું નિર્માણ થાય છે
- તે એક અથવા બીજી સ્થિતિએ અર્ધીકરણનો સમાવેશ કરે છે
- આ પદ્ધતિ પ્રમાણમાં જટિલ અને ધીમી પ્રક્રિયા છે
- આ પદ્ધતિથી ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને કે એક્બીજાને મળતી આવતી નથી
- લિંગી પ્રજનન માટે પહેલેથી જરૂર હોય એવાં જાતીય અંગોનું નિર્માણ થાય છે
- તે વિવિધતા / ભિન્નતાને પ્રેરે છે, આથી તેનું ઉદવિકાસિય મહત્ત્વ હોય છે .
============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box