Type Here to Get Search Results !

પ્રાણીઓમાં આલિંગી પ્રજનન | Manish Mevada

1

પ્રાણીઓમાં આલિંગી પ્રજનન

ભાજન
  • આ પદ્ધતિ પ્રોટિસ્ટા અને મોનેરામાં જોવા મળે છે.
  • ભાજનમાં સૌપ્રથમ કોષકેન્દ્રનું વિભાજન થાય છે.
  • ત્યાર બાદ કોષરસનું વિભાજન થાય છે . ક્રમશ : ત્યાર પછી માતૃકોષ બે સમાન કદના દોહિત્ર ( બાળ ) કોષોમાં વિભાજિત થાય છે.
  • આ વિભાજન કોષવિભાજન પ્રકારનું છે
  • સરળ વિભાજન
  • જ્યારે કોષરસનું વિભાજન કોઈ પણ દિશામાં થતું હોય , તો આ ભાજનને સરળ દ્વિભાજન કહે છે. દા ત . , અમીબા.
  • અનુપ્રસ્થ દ્વિભાજન
  • જો આવું કોષરસ વિભાજન સજીવદેહના અનુપ્રસ્થ થતું હોય, તો તેને અનુપ્રસ્થ દ્વિભાજન કહે છે. દા.ત. , પેરામિશિયમ 
  • આયામ દ્વિભાજન
  • વ્યક્તિગત દેહમાં કોષરસનું વિભાજન આયામ અક્ષે થાય છે. આ પ્રકારના દ્વિભાજનને આયામ દ્વિભાજન કહે છે . ઘ.ત., યુગ્લીના અને વોર્ટિસેલા.
  • જનીનિક પ્રતિકૃતિ ( ક્લોન્સ )
  • દ્વિભાજન મા માત્ર સમવિભાજન થાય છે, જેને પરિણામે નિર્માણ પામેલ સંતતિઓ જનીનિક રીતે પિતૃપેઢીને અને એકબીજાને સમાન હોય છે.
  • અહીં નિર્દેશ કરી શકાય કે એક જ પિતૃમાંથી ઉત્પન્ન થતી જનીનિક રીતે એકસરખી સંતતિઓને જનીનિક પ્રતિકૃતિઓ તરીકે માનવામાં આવે છે.
  • બહુભાજન
  • કેટલીકવાર કોષકેન્દ્ર અસમભાજનની ક્રિયા  વડે વારંવાર વિભાજન પામી મોટી સંખ્યામાં કોષકેન્દ્ર ઉત્પન્ન કરે છે.
  • આ સમયે કોષરસ વિભાજન થતું નથી, ત્યાર બાદ દરેક કોષકેન્દ્રની આસપાસ કોષરસ એકત્રિત થાય છે.
  • આમ, એક માતૃકોષમાંથી અસંખ્ય એકકોષી અને એકકોષકેન્દ્રીય સંતતિ સર્જાય છે.
  • કાળક્રમે તેઓ સ્વતંત્ર એકકોષી સજીવો તરીકે જીવે છે.
  • પ્રજનનની આ પદ્ધતિ બહુભાજન કહેવાય છે.
  • દા.ત , પ્લાઝમોડિયમ, અમીબા અને પેરામિશિયમમાં બહુભાજન જોવા મળે છે.


બીજાણુનિર્માણ
  • પ્રતિકૂળ સંજોગોમાં બીજાણુનિર્માણ થાય છે.
  • કોષ્ઠન
  • અમીબા જેવા સજીવ પોતાના ખોટા પગ સંકોચી ગોળ આકાર બનાવે છે.
  • તેઓ પોતાની આસપાસ મજબૂત રક્ષણાત્મક અને ત્રિસ્તરીય કવચ સર્જે છે.
  • આ ક્રિયા કોષ્ઠન કહેવાય છે.
  • કૂટપાદીય બીજાણુ
  • અનુકૂળ સ્થિતિ સર્જાતા કોષ્ઠન પામેલ અમીબાના કોષકેન્દ્રનું બહુભાજન થાય છે અને અસંખ્ય અમીબા સર્જાય છે.તેમને કૂટપાદીય બીજાણુ કહે છે.
  • આ પ્રક્રિયા બીજાણુનિર્માણ કહેવાય છે.
  • કોષ્ઠ ફાટતાં બધા નવા અમીબા મુક્ત થાય છે.
  • પ્લાઝમોડિયમમાં આ પ્રક્યિા તેના જીવનચના નિશ્ચિત તબક્કે થાય છે.
કલિકાસર્જન
  • આ પદ્ધતિમાં સૌપ્રથમ પ્રાણીશરીરના કોઈ પણ ભાગના કોષો વારંવાર સમભાજન પામી ઊપસેલા કોષસમૂહ વિસ્તાર કલિકાઓ સર્જે છે
  • આ કલિકામાંથી તરુણ પ્રાણી વિકસે છે, તે પિતૃદેહથી છૂટું પડી સ્વતંત્ર પ્રાણી તરીકે જીવે છે.
  • બાહાકલિકાસર્જન
  • કલિકા જો શરીરની બહારની બાજુએ સર્જાય , તો તેને બાહ્ય - કલિકાસર્જન કહે છે . દા.ત., હાઇડ્રામાં બાહ્ય કલિકાસર્જન જોવા મળે છે.
  • અંત : કલિકાસર્જન અથવા જેમ્યુલ્સ
  • કેટલીક મીઠા જળની વાદળી (દા.ત. , સ્પોન્જીલા) અને દરિયાઈ વાદળી (દા.ત., સાયકોન) પોતાના શરીરના અંદરના ભાગમાં કેટલાક વિશિષ્ટ કોષસમૂહ સર્જે છે.
  • આ કોષસમૂહની આસપાસ આવરણ ધરાવે છે.
  • આવી રચનાઓને અંતઃકલિકા અથવા જેમ્યુલ્સ કહે છે, દરેક જેમ્યુલ્સ નવા પ્રાણીમાં પરિણમે છે.
  • તેને અંતઃકલિકા સર્જન કહે છે.
અવખંડન

  • પ્રજનનની આ પદ્ધતિમાં સજીવ શરીર અવખંડિત ભાગોમાં વિભાજિત થાય છે.
  • દરેક ભાગ પોતાના ખૂટતા ભાગો વિકસાવી પૂર્ણ પ્રાણીમાં ફેરવાય છે.
  • પોતાના ખૂટતા ભાગો વિકસાવી પૂર્ણ પ્રાણીમાં ફેરવવાની આ ક્ષમતાને પુન : સર્જન ક્ષમતા કહેવાય છે . દા.ત. , પ્લેનેરિયા , હાઇડ્રા, તારામાછલી વગેરેમાં અવખંડન પદ્ધતિ જોવા મળે છે .
============================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please Do Not enter any sparm link in comment box

Below Post Ad