વનસ્પતિઓમા અલિંગી પ્રજનન
અલિંગી પ્રજનન
- જ્યારે એક જ પિતૃ (Parent) થી જન્યુઓનું નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય, તો તેને અલિંગી પ્રજનન કહે છે.
- વનસ્પતિઓમાં જોવા મળતી અલિંગી પ્રજનનની સામાન્ય પદ્ધતિઓ નીચે પ્રમાણે છે :
- આ સરળ પદ્ધતિ સામાન્યપણે લીલ , ફૂગ અને મોનેરા ( બૅક્ટરિયા ) માં જોવા મળે છે.
- પ્રક્રિયામાં એકકોષી માતૃકોષ સમવિભાજન પામી બે બાળકોષો નિર્માણ કરે છે, જે દરેક છેવટે સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે.
- કેટલીક લીલની અસ્થાનિક શાખાઓ (દા.ત. , ડિટિઓટા , ફ્યુકસ) અથવા કલિકાઓ (દા.ત. , પ્રોટોસાઇફોન) જ્યારે યીસ્ટ જેવી ફૂગ કલિ કાઓ ઉત્પન્ન કરે છે
- આ રચનાઓ બનવાનું કારણ અસમ વિભાજનો છે અને તે પિતૃકોષ સાથે જોડાયેલી રહે છે, જે છેવટે છૂટી પડે છે અને નવા સજીવ પુખ્ત બને છે.
- કેટલીક લીલ (દા.ત.,યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ, સ્પાયરોગાયરા અને જિગ્નિમા ) અને ફૂગ ( દા.ત. , મ્યુકર, રાઇઝોપસ, સેપ્રોલેગનીઆ) માં વાનસ્પતિક સુકાય અથવા કવકસૂત્ર યાંત્રિક દબાણને લીધે નાના નાના ખંડોમાં વિભાજિત થાય છે અને દરેક ભાગ વૃદ્ધિ પામીને નવી કવકજાળ સર્જવાની ક્ષમતા ધરાવે છે.
- અલિંગી પ્રજનન વિભિન્ન પ્રકારના ચલિત કે અચલિત બીજાણુ, કણબીજાણુ દ્વારા થાય
- ચલબીજાણુ
- કશાધારી ચલિત બીજાણુને ચલબીજાણુ કહે છે.
- લીલ અને ફૂગ દ્વારા ઉત્પન્ન થાય છે, જે કેટલીક વાર તેની કશા દ્વારા પાણીમાં તરતા હોય છે.
- ત્યાર બાદ વિકાસ પામીને સીધા જ સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે.
- દા.ત. , યુલોથ્રિક્સ , ક્લેમિડોમોનાસ , ઉડોગોનિયમ.
- અચલિત બીજાણુ / કણબીજાણુ / કોનીડીઆ
- વિવિધ પ્રકારના કશાવિહીન અને અચલિત બીજાણુ / કોનીડીઆ સામાન્યપણે સ્થલજ ફૂગમાં ખૂબ સામાન્ય છે આ બીજાણુ હલકા, શુષ્ક અને મજબૂત આવરણ ધરાવે છે.
- પવન દ્વારા વિકિરણ માટે ખૂબ જ અનુકૂલિત થયેલા હોય છે
- દા.ત., પેનિસિલિયમ, એસ્પરજીલસ.
- સત્ય બીજાણુઓ હંમેશાં બીજાણુજનક દ્વારા ઉત્પન્ન થાય છે
- આથી બીજાણુ દ્વારા અલિંગી પ્રજનનથી બીજાણુજનકનો જથ્થો પ્રાજનનિક ફર્નસ (હંસરાજ) બીજાણુઓ ધારણ કરે છે અને તેમના દ્વારા અલિંગી પ્રજનન થાય છે.
- આ વનસ્પતિ સમબીજાણુક (એક જ પ્રકારના બીજાણુઓ ધારક ) ધરાવે છે.
- જ્યારે સેલાજિનેલા (ત્રિઅંગી) અને અનાવૃત્ત અને આવૃત્ત બીજધારી એ વિષમ બીજાણુક (બે પ્રકારના બીજાણુઓ ધારક) ધરાવે છે, પ્રાણીઓ અને બીજા સરળ સજીવોમાં અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે, જ્યારે વનસ્પતિઓમાં સામાન્યતઃ વાનસ્પતિક પ્રજનન શબ્દ, વારંવાર વપરાય છે.
===========================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box