વનસ્પતિ પ્રજનનની કુદરતી પદ્ધતિઓ
- વનસ્પતિમાં પ્રસર્જનની કુદરતી પદ્ધતિઓમાં અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ હેઠળ માતૃ વનસ્પતિમાંથી નવા છોડનો વિકાસ થવાની પદ્ધતિ ખૂબ સામાન્ય છે.
- મૂળ, પ્રકાંડ, પર્ણ અથવા પુષ્પમાંથી આવા વિશિષ્ટ પ્રજનનઅંગો વિકસે છે.
- શક્કરિયું, શતાવરી અને ડહાલિયા જેવી વનસ્પતિમાં મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે.
- આદુ, હળદર, સૂરણ, બટાકા અને ડુંગળીમાં પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે.
- પાનફૂટી ( બાયોફ્રાયલમ ) જેવી વનસ્પતિનાં પર્ણોની કિનાવાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓરીઓ પર કલિકાઓ વિકસે છે.
- આ કલિકાઓ નવા છોડનું સર્જન કરે છે.
- રામબાણ અને અબુટિ જેવી વનસ્પતિઓમાં પુષ્પકલિકાઓ અને કનક માં કક્ષકલિકાઓ નવા છોડનું સર્જન કરે છે
- સર્જન કરે છે.
- ભૂસ્તારી : દુર્વાદાસ , વિરોહ : હંસરાજ
- ભૂસ્તારિકા : જળશૃંખલા , અધોભૂસ્તારી : ફુદીનો
વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિઓ
- વનસ્પતિનાં અંગોનો કોઈ એક ભાગ લઈને તેમાંથી નવો પૂર્ણ છોડ મેળવવાની વનસ્પતિ પ્રસર્જન માટેની કૃત્રિમ પદ્ધતિઓ પણ વિક્સાવાઈ છે.
- આવી પદ્ધતિઓમાં કલમ કરવી , દાબકલમ અને આરોપણ ખૂબ સામાન્ય પદ્ધતિઓ છે.
- મૂળ દ્વારા
- મૂળના ટુકડાને કાપી ભેજવાળી જમીનમાં ખૂપાવીને કૃત્રિમ રીતે અસ્થાનિક મૂળસર્જન પ્રેરી શકાય છે.
- આ રીતે લીંબુ અને આમલીમાં નવો છોડ વિકસાવાય છે.
- પ્રકાંડ દ્વારા
- ગુલાબ, શેરડી, શેવંતી, ચીની ગુલાબ અને ગુલદાઉદીમાં યોગ્ય માપના પ્રકાંડ ટુકડા કાપીને ભેજવાળી જ મીનમાં ખૂપાવીને નવા છોડ વિકસાવાય છે.
- પ્રકાંડના ભૂમિગત ભાગમાંથી અસ્થાનિક મૂળ વિકસે છે અને પ્રકાંડના હવાઈ ભાગ પર આવેલી કલિકાઓમાંથી નવી કુંપળો ફૂટે છે, આ પ્રકારે તૈયાર થયેલા નવા છોડને કલમ કરવી કહે છે.
- ત્યાર બાદ આ ક્લમોનું યોગ્ય જગ્યાઓ પર પ્રત્યારોપણ કરવામાં આવે છે.
- ગુલાબ, લીંબુ, દ્રાક્ષ, જાસૂદ અને જુઈના ઉછેરમાં આ પદ્ધતિ સામાન્ય રીતે વપરાય છે.
- વનસ્પતિની જમીનની સપાટી તરફ આવેલી નીચલી ડાળીઓને વાળીને જમીનમાં એવી રીતે દબાવાય છે કે જેથી ડાળીનો ટોચનો ભાગ જમીનની બહાર રહે અને વચ્ચેનો વિસ્તાર ભૂમિમાં દબાયેલો રહે.
- ભૂમિમાં દબાયેલા ભાગના પ્રકાંડ પરથી અસ્થાનિક મૂળ સર્જાય,ત્યાર પછી આ ડાળીને પિતૃછોડથી કાપીને અલગ કરવામાં આવે છે,આ રીતે નવો છોડ પ્રાપ્ત થાય છે .
આરોપણ
- જે વનસ્પતિઓમાં મૂળ સરળતાથી ઉત્પન્ન થતાં ન હોય અથવા તો નબળું મૂળતંત્ર ધરાવતી હોય એવી વનસ્પતિઓમાં આરોપણ કરવામાં આવે છે.
- આ પદ્ધતિમાં એક જ જાતિની કે બે અલગ અલગ જાતિની વનસ્પતિ વચ્ચે સંયોજન સ્થાપિત કરવામાં આવે બે વનસ્પતિની પેશીઓ વચ્ચે આવું સંયોજન સ્થપાય છે.
- ખાસ કરીને જે વનસ્પતિ વર્ધમાન પેશી ધરાવતી હોય તેમાં આ પ્રક્રિયા વધુ સફળતાપૂર્વક પ્રેરી શકાય છે.
- સ્ટૉક
- જે વનસ્પતિ મુખ્ય આધાર પૂરો પાડે તેને સ્ટૉક કહે છે.
- સાયોન
- સ્ટૉક પર જે વનસ્પતિનું આરોપણ કરવામાં આવે તેને સાયોન કહે છે.
- ઉચ્ચ અને ઇચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિને સાયોન તરીકે પસંદ કરાય છે.
- સ્ટૉક પર સાયોનને સ્થાપિત કરવાની વિવિધ રીતો હોય છે.
- આંબો , સફરજન , નાસપતિ , લીંબુ , જામફળ , લીચી અને અન્ય ઘણાં ફળો માટે ઉપયોગી વનસ્પતિની ઉચ્ચ જાતિઓ આ પ્રકારે પ્રાપ્ત કરવામાં અને જાળવવામાં આવે છે.
- બે ભાગોના જોડાણની પદ્ધતિ આધારિત આરોપણના વિવિધ પ્રકારો છે
- કલિકા આરોપણ
- ખૂટી આરોપણ
- જિહુવા આરોપણ
- ફાચર આરોપણ
- તાજ આરૌપણ
===========================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box