- બીજ ન ધરાવતી વનસ્પતિઓનાં બહુગુણન માટે આ સારી પદ્ધતિ છે. ઉદ્ય, કેળાં, શેરડી, અનાનસ અને બીજવિહિન નારંગી અને દ્રાક્ષ.
- પ્રજનનની આ ખૂબ ઝડપી પદ્ધતિ છે. ઉદા. બટાકાના પાકમાં બીજની મદદથી કરાવાતાં પ્રજનનમાં એક કરતાં વધુ વર્ષની જરૂર પડે છે, જ્યારે ગ્રંથિલની મદદ દ્વારા તે ફક્ત 3 થી 4 મહિના લે છે. સામાન્ય રીતે લીલી એ બીજ દ્વારા 4 થી 7 વર્ષ લે છે , જ્યારે કંદ દ્વારા માત્ર 1 થી 2 વર્ષ જ લે છે.
- આરોપણ દ્વારા ફળ, ફૂલ કે બીજને ઇચ્છિત માત્રામાં મેળવી શકાય છે.
- સૂક્ષ્મ પ્રસાર અને સૂક્ષ્મ આરોપણ દ્વારા રોગમુક્ત વનસ્પતિઓનું સંવર્ધન થઈ શકે છે.
- લાંબી બીજસુષુપ્તતા કે ઓછી જેવક્ષમતા ધરાવતા બીજની વનસ્પતિ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. ઉદા . સાયનોડોન ડેક્ટાયલોન (લોન, ડુબ કે બરમુડા ઘાસ )
- સારી ગુણવત્તા અને વધુ ઉત્પાદન આપતી જાતિઓનું લાંબા સમયગાળા માટેનું સંરક્ષણ હર્બરિયમ, વનસ્પતિ ઉદ્યાનમાં સંગ્રહ વગેરે. દ્વારા થઈ શકે છે.
- તે 100 % તેના પિતૃઓને સમાન જનીનો ધરાવે છે. ઉદા. ક્લોન (સંતતિ)
વાનસ્પતિક પ્રજનનના ગેરફાયદા
- રોગયુક્ત પિતૃઓ હંમેશાં રોગયુક્ત સંતતિઓ આપે છે.
- લિંગી પ્રજનનની ગેરહાજરીનાં કારણે ક્લોન કરેલી સંતતિ વિઘટન પામે છે.
- વાનસ્પતિક અંગો જેવાં કે શેરડીના પ્રકાંડને લાંબા સમયગાળા માટે સંગ્રહી શકતા નથી.
- વાનસ્પતિક પ્રજનનીય અંગો કે રચનાઓને બીજની સરખામણીમાં સલામત અને સરળતાથી સંગ્રહીત કરી શક્તા નથી . તેઓ સરળતાથી વિઘટિત થઈ અને વિવિધ રોગકારક સૂક્ષ્મજીવો કે જીવાણુ , વાઇરસ , ફૂગ વગેરે સાથે જોડાય છે.
- પ્રાંકુરમાં કોઈ પણ ભિન્નતા પ્રેરતું નથી . તેથી તેની ગ્રહણશક્તિમાં ઘટાડો થાય છે.
- તેમાં વિકિરણ પદ્ધતિનો અભાવ હોય છે . ચોક્કસ વિસ્તારમાં વાનસ્પતિક પ્રસાર અતિગીચતા પ્રેરે છે , જે આંતરજાતીય સ્પર્ધામાં પરિણમે છે.
- તે એક માત્ર પ્રજનનની પદ્ધતિ છે , જે એવી વનસ્પતિઓમાં કરવામાં આવે છે કે જે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી ચૂકી છે.ઉદા . કેળાં, બીજવિહિન દ્રાક્ષ, નારંગી વગેરે.
- એવી વનસ્પતિઓ કે જે ઓછા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે , બીજજીવિતતા અથવા બીજની લાંબા સમયની બીજ છુપ્તતા , એ આ પદ્ધતિ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે , કારણ કે તે ખૂબ ઝડપી , સરળ અને ઓછી ખર્ચાળ છે.
- બીજ ધરાવતી વનસ્પતિઓની સરખામણીમાં આ વનસ્પતિઓનું ઉત્પાદન વધુ હોય છે.
- આ પદ્ધતિનો સૌથી મોટો ફાયધે વનસ્પતિનો જેવપ્રકાર ( મુખ્ય વનસ્પતિ ) છે , જે કોઈ પણ ફેરફાર અથવા ભિન્નતા વગર અનિમિત સમય સુધી બહુગુણન પામી શકે છે
===========================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box