Type Here to Get Search Results !

લિંગી પ્રજનન | Manish Mevada | Biology

0

લિંગી પ્રજનન

  • લિંગી પ્રજનન
  • જે પ્રજનન મા બે સજીવો ભાગ લે છે અને સંતતિ પેદા કરે છે.
  • જેમાં લક્ષણો પિતૃઓની દૃષ્ટિ એ અલગ હોય છે.
  • જેમાં ફલન મા જન્યું ની જરૂર પડે છે .
વનસ્પતિમાં જાતીયતા
  • વનસ્પતિ માં પ્રજનન એકમ પુષ્પ હોય છે.
  • જો પુષ્પમાં નર પ્રજનન એકમ અને માદા પ્રજનન એકમ બંને આવેલા હોય છે તો તે દ્વિલિંગી પુષ્પ કહે છે.
  • જો પુષ્પોમાં ફક્ત નર પ્રજનન એકમ આવેલો હોય તો તેને નર એકલિંગી.
  • જો પુષ્પોમાં ફક્ત માદા પ્રજનન અંગ હોય તો તેને માદા એકલિંગી પુષ્પ કહે છે પુષ્પ કહે છે.
  • જો વનસ્પતિમાં નર અને માદા પુષ્પ બંને આવેલા હોય તો તેમને એકગૃહી (એકસદની) વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે
  • ઉ.દા - દિવેલા, મકાઈ
  • જો વનસ્પતિમાં નર અને માદા પુષ્પ બંને અલગ અલગ વનસ્પતિમાં આવેલા હોય તો તેમને દ્વિગૃહિ (દ્વિસદની) વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે ઉ,દા - પપૈયા
  • કેટલીક વનસ્પતિઓ પુષ્પક સર્જનની અસમાન પ્રક્રિયા દર્શાવે છે જેમકે વાસ જાતિની વનસ્પતિ પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પ સર્જન દર્શાવે છે.
  • સામાન્ય રીતે 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળો સર્જે છે અને પછી મૃત્યુ પામે છે જેને અકર્ષાયું વનસ્પતિ કહી શકીયે.
  • અન્ય વનસ્પતિ નીલ કુરંજિત દર 12 વર્ષે એક વખત પુષ્પ સર્જે છે 
પ્રાણીઓમાં જાતીયતા
  • જે પ્રાણીઓમાં બન્ને પ્રજનન અંગો એટલે કે નર અને માદા પ્રજનન અંગો સાથે આવેલા હોય તો તને ઉભયલિંગી પ્રાણી કહે છે.
  • ઉચ્ચ કક્ષાના સજીવો સજીવો જે અલગ અલગ પ્રજનન અંગો ધરાવે તેને એકલિંગી પ્રાણી એટલે કે નર અને માદા કહીએ છીએ.
  • લિંગી પ્રજનન માટે 4 મહત્વની પ્રક્રિયા સમજવી જરૂરી છે.
  • જન્યુજનન
  • જન્યુંનું વહન
  • ફલન
  • ભુણ નિર્માણ
જન્યુંજનન
  • જન્યુઓના નિર્માણ ને જન્યુંજનન કહે છે.
  • પ્રાણીઓમાં
  • નર જન્યુંના નિર્માણ ને શુક્રકોષજનન કહે છે.
  • માદા જન્યુંના નિર્માણ ને અંડકોષજનન વનસ્પતિમાં છે.
  • વનસ્પતિમા
  • નર જાન્યુંના નિર્માણ ને લઘુબીજાણું જનન કહે છે.
  • માદા જન્યુંના નિર્માણ ને માદાબીજાણુ જનન કહે છે.
જન્યુ નું વહન
  • દ્વિઅંગીમાં
  • નર જન્યું ચલિત હોય છે.
  • માદા જન્યું અચલિત હોય છે.
  • ઉચ્છ કક્ષાની વનસ્પતિમાં
  • જન્યૂ નું વહન પરાગનયન દ્વારા થાય છે
  • ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં જન્યું નું વહન પ્રજનન દ્વારા કરવામાં આવે છે.
ફલન
  • બાહ્ય ફલન
  • જે ફલન શરીરની બહાર થાય તેને બાહ્ય ફલન કહેવાય દા . ત દેડકામાં થતું ફલન.
  • અંતઃ ફલન
  • જે ફલન શરીરની અંદર થતું હોય તેને અંતઃ ફલન કહેવાય.
ભ્રુણનિર્માણ 
  • અંડપ્રસવી - જે પ્રાણીઓ ઈંડા ને જન્મ આપે છે.
  • આપત્યપ્રસવિ -જે પ્રાણીઓ બચ્ચાં ને જન્મ આપે

===========================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................

Post a Comment

0 Comments

Below Post Ad