Type Here to Get Search Results !

ભ્રુણજનન | Biology Neet | Manish Mevada

0

ભ્રુણજનન

  • ભૂણજનન એ યુગ્મનજમાં ભૂણના વિકાસની પ્રક્રિયા છે .
  • ભૂણજનન દરમિયાન યુગ્મનજ કોષવિભાજનની (સમવિભાજન) અને કોષવિભેદીકરણ પામે છે.
  • કોષવિભાજનોથી વિકસતા ભૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે.
  • જ્યારે કોષવિભેદન દરમિયાન કોષોના સમૂહો કેટલાંક રૂપાંતરણોમાંથી પસાર થઈને વિશિષ્ટ પેશીઓ અને અંગો રચે છે, જે સજીવન નિર્માણ કરે છે.
  • અંડપ્રસવી
  • પ્રાણીઓમાં જો યુગ્મનજનો વિકાસ માદા દેહની બહારની બાજુએ થતો હોય , તો તેને અંડપ્રસવી કહે છે.
  • અંડપ્રસવી પ્રાણીઓ જેવાં કે સરિસૃપ અને પક્ષીઓમાં ફલિત અંડકોષ તેની ફરતે સખત કૅલ્શિયમયુક્ત કવચથી આવરિત હોય છે, જેથી તેને પર્યાવરણ સામે રક્ષણ મળે છે. સેવનની ક્રિયાના સમયગાળા બાદ તેમાંથી તરુણ બચ્ચું બહાર આવે છે.
  • અપત્યપ્રસવી
  • પ્રાણીઓમાં યુગ્મનજનો વિકાસ દેહની અંદરની બાજુએ થતો હોય, તો તેને અપત્યપ્રસવી કહે છે.
  • અપત્યપ્રસવી પ્રાણીઓ જેમ કે મનુષ્ય સહિત સસ્તનમાં માદા સજીવના દેહમાં યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકાસ પામે વિકાસની કેટલીક અવસ્થાઓમાં પસાર થયા બાદ તરુણ સંતતિ માદા સજીવ દેહની બહાર પ્રસવ પામે છે.
  • આમ,અપત્યપ્રસવી સજીવો ચોક્કસ ભૂણીય કાળજી અને રક્ષણને લીધે તરુણને ઉત્તરજીવિતાની મળે છે.
  • આવૃત્ત બીજધારીમાં યુગ્મનજનો વિકાસ
  • આવૃત્ત બીજધારી વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય છે.
  • ફલન પછી પુષ્યના વજપત્રો, દલપત્રો અને પુંકેસરો ખરી પડે છે.
  • માત્ર સ્ત્રીકેસર વનસ્પતિ સાથે જોડાયેલા રહે છે.
  • યુગ્મનજનો વિકાસ ભૂણમાં અને અંડકનો વિકાસ બીજમાં થાય છે
  • ફ્લાવરણ
  • બીજાશયનો વિકાસ ફળમાં થાય છે,
  • જેમાં જાડી દીવાલ વિકસે છે, જેને ફલાવરણ કહે છે.
  • જે વિકિરણ બાદ રક્ષણાત્મક કાર્ય કરે છે.
  • બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી નવી વનસ્પતિઓ ઉત્પન્ન કરે છે.
  • આવૃત્ત બીજધારીઓમાં પરાગનયન
  • આવૃત્ત બીજધારીઓમાં પરાગરજ નર જન્યુઓનું અને અંડક અંડકોષનું વહન કરે છે.
  • પરાગરજ પરાગાશયમાં ઉત્પન્ન થાય છે અને તેનું પરાગાસન ઉપર સ્થાનાંતરણ થાય છે.
  • આ ઘટનાને પરાગનયન કહે છે.
  • આ ઘટના માટે બાહ્ય વાહકો, જેમ કે કીટકો, પ્રાણીઓ, પવન અને પાણીની આવશ્યકતા રહે છે.
  • પરાગરજ પરાગાસન ઉપર અંકુરિત થાય છે અને પરાગનલિકા નર જન્યુઓનું વહન કરીને અંડક સુધી પહોંચે છે અને બે નર જન્યુઓને અંડકોષ નજીક મુક્ત કરે છે.
અન્ય પ્રજનનની પદ્ધતિઓ
  • સંયુગ્મન પદ્ધતિથી
  • પેરામીશિયમમાં લિંગી પ્રજનન સંયુગ્મન પદ્ધતિથી થાય છે.
  • પેરામીશિયમ એકબીજાની નજદીક આવે છે અને એક નલિકાકાર માર્ગ દ્વારા જોડાણ સાધે છે.
  • આ માર્ગને સંયુગ્મન નલિકા કહે છે.
  • બંને પેરામીશિયમમાં એક નરપ્રકોષ કેન્દ્ર અને એક માદાપ્રકોષ કેન્દ્ર સર્જાય છે બંને પેરામીશિયમ એક્બીજાના નરપ્રકોષ કેન્દ્રની આપ - લે સંયુગ્મન નલિકા મારફત કરે છે.
  • ત્યાર બાદ બે પેરામીશિયમ છૂટા પડે છે.
  • દરેકમાં નરપ્રકોષ કેન્દ્ર અને માદા પ્રકોષ કેન્દ્રનું ફલન થાય છે અને યુગ્મનજ કોષકેન્દ્ર (Zygote nucleus) બને છે.
  • આ લિંગી પ્રજનન સંયુગ્મન તરીકે ઓળખાય છે.
  • ઉભયલિંગીતા
  • એક જ પ્રાણી સંપૂર્ણ રીતે નર અને સંપૂર્ણ રીતે માદા હોય,તો તેને ઉભયલિંગી પ્રાણી કહે છે.
  • પટ્ટીકૃમિ અને અળસિયાં ઉભયલિંગી છે.
  • પટ્ટીકૃમિ પોતાના અંડકોષનું ફલન પોતાના જ શુક્રકોષ વડે કરે છે. આને સ્વફલન કહે છે.
  • અળસિયાં પરફલન કરે છે.
  • બે અળસિયાં મૈથુનક્રિયા કરી એકબીજાના શુક્રકોષો મેળવે છે અને તેમના વડે પોતપોતાના અંડકોષોનું ફલન કરે છે.
  • અસંયોગીજનન (Parthenogenesis)
  • પ્રજનનની આ પદ્ધતિમાં અંડકોષ શુક્રકોષ વડે ફલન પામ્યા વિના જ નવા સજીવનું સર્જન કરે છે.
  • આ પ્રક્રિયા અસંયોગીજનન કહેવાય છે.
  • ઘણા કીટકોમાં, કેટલાંક સ્તરકવચી અને મૃદુકાય પ્રાણીઓમાં આવાં પ્રજનન થાય છે.

===========================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................

Post a Comment

0 Comments

Below Post Ad