પ્રસ્તાવના
- બધા સજીવો જીવનની શરૂઆત એક જ કોષથી થાય છે
- તમને આશ્ચર્ય થશે કે એક કોષમાંથી આટલા મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે
- વૃદ્ધિ અને પ્રજનન બધા કોષોની લાક્ષણિકતા છે તથા બધા જ સજીવોની જરૂરિયાત છે
- બધા જ કોષો બે કોષોમાં વિભાજન પામીને પ્રજનન કરે છે, દરેક માતૃકોષ પ્રત્યેક વિભાજન દરમિયાન બે બાળકોષોનું નિર્માણ કરે છે.
- આ નવા નિર્માણ પામેલ બાળકોષો આપમેળે વૃદ્ધિ અને વિભાજન પામે છે.
- એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ તથા વિભાજનથી નિર્માણ પામતા નવનિર્મિત કોષોની સંખ્યા વધે બીજા અર્થમાં વૃદ્ધિ અને વિભાજનના આવા ચક્રો પૂર્ણ થયા બાદ એક જ કોષ લાખો કોષો ધરાવતી બંધારણીય સંરચના બનાવે છે
કોષવિભાજન
- બધા બહુકોષીય સજીવો પોતાના જીવનની શરૂઆત ફલન પામેલ એકમાત્ર કોષ યુગ્મનથી જ કરે છે
- વૃદ્ધિ પામીને નવા કોષો ઉમેરે છે
- પિતૃકોષમાંથી બાળકોષોનું નિર્માણ થવાની ઘટનાને કોષવિભાજન અથવા કોષનું સ્વયંજનન કે કોષનું પ્રજનન કહેવાય
- કોષપ્રજનનના મુખ્ય ત્રણ ભાગ છે
- પિતૃ DNA સ્વયંજનનમાં ભાગ લે
- સ્વજનન પામેલ DNA અલગ થઈ સમાન કદનાં રંગસૂત્રોના જૂથ બનાવે
- સમગ્ર કોષનું વિભાજન
કોષચક્ર
- કોષવિભાજન બધા જ સજીવોમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે કોષવિભાજન દરમિયાન DNA નું સ્વયંજનન અને કોષવૃદ્ધિ થાય છે
- આ બધી પ્રક્રિયાઓ જેમ કે કોષવિભાજન, DNA સ્વયંજનન અને કોષવૃદ્ધિ એક બીજા સાથે સંકલિત રીતે યોગ્ય કોષવિભાજન અને બાળકોષોનું માતૃકોષ જેવું જનીનસંકુલ ધરાવતા સંતતિ કોષોના નિર્માણને સૂચવે છે.
- કોષ તેના દ્વારા જનીનદ્રવ્યનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યાર પછી બે બાળકોષમાં તેનું વિભાજન પામવાના ઘટના ક્રમને કોષચક્ર કહે છે.
- છતાં પણ કોષવૃદ્ધિ (કોષરસના જથ્થામાં થતા વધારાના સંદર્ભે) એક સળંગ પ્રક્રિયા છે જેમાં DNA નું સંશ્લેષણ કોષચક્રના કોઈ એક વિશિષ્ટ તબક્કે થાય છે કોષવિભાજન દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો (DNA) જટિલ ઘટનાક્રમ દ્વારા બાળ કોષકેન્દ્રોમાં વિતરણ પામે છે.
- આ બધી જ ઘટનાઓ જનીનિક નિયંત્રણ હેઠળ થાય છે.
- કોષમાંના જિનોમ બેવડાઈ સંશ્લેષણ પામીને તેઓ બે બાળકોષોમાં પરિણમે તેને કોષચક્ર કહે છે . કોષચક્રની બધી જ ઘટનાઓ જનીનિક નિયંત્રિત હોય છે .
- લાક્ષણિક સુકોષકેન્દ્રી કોષચક્ર મનુષ્યના કોષને સંવર્ધન કરી સમજાવી શકાય.
- આ કોષો લગભગ પ્રત્યેક 24 કલાકમાં એક વાર વિભાજન પામે છે.
- આ કોષચક્રનો સમયગાળો વિવિધ સજીવો અને વિવિધ પ્રકારના કોષોમાં જુદો જુદો હોય છે.
- દા.ત. , યીસ્ટ કોષમાં એક કોષચક્ર માત્ર 90 મિનિટમાં પૂર્ણ થાય છે .
- કોષ ચક્ર જે કોષ નિમણિ અને કોષવિભાજન વચ્ચેના સમય ગળાને કોષચક્ર કહે
- જે બે તબક્કા મા થાય છે
- આંતરાવસ્થા
- M- તબક્કો
- આંતરાવસ્થા એ ત્રણ તબક્કા માં ચાલે છે
- 1) G1- તબક્કો 2) S - તબક્કો 3) G2- તબક્કો
- M-તબક્કો એ 2 તબક્કામાં ચાલે
- કોષકેન્દ્ર વિભાજન જેના પેટા 4 તબક્કા
- પૂર્વાવસ્થા
- ભાજનાવસ્થા
- ભાજનોતરાવસ્થા
- અંત્યવસ્થા
- કોષરસવિભાજન
- પ્રોટીન સંશ્લેષણ ની ક્રિયા થાય છે
- DNA સ્વયંજનન માટે ઉત્સચકો નું નિર્માણ થાય છે
- ATP નું નિર્માણ થાય છે
- કોષનું કદ વધે છે
- DNA સ્વયંજનન થાય છે.
- તારકેન્દ્ર એકબીજાથી દૂર ખસે (અલગ) થાય છે.
- હિસ્ટોને પ્રોટીન નું નિર્માણ થાય છે
આંતરાવસ્થા - G2- તબક્કો
- પ્રોટીન સંશ્લેષણ ની ક્રિયા થાય છે
- (ટુબ્યુલિન પ્રોટીન ) જે ત્રાક તંતુઓના નિમણિ માટે જરૂર છે.
- કોષરસ સ્તરના પ્રોટીન બને છે
- ATP બનવાની પ્રક્રિયા વધે છે
- RNA સંશ્લેષણ પણ ઝડપી બને છે
- પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી (જેમ કે હૃદયના કોષો) અને બીજા અનેક કોષો ક્યારેક જ વિભાજન પામે છે.
- એવું ત્યારે જ થાય છે જ્યારે ક્ષતિગ્રસ્થ કે મૃતકોષોના નુકસાનને કારણે બદલવાના હોય.
- આ કોષો કે જે ફરીથી વિભાજન પામતા નથી પરંતુ. G1 અવસ્થામાંથી નિકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે.
- જેને કોષચક્રની વિરામી અવસ્થા (Go) કહે છે.
- આ અવસ્થામાં કોષો ચયાપચયની દૃષ્ટિએ સક્રિય હોય છે પરંતુ વિભાજન સજીવની આવશ્યકતા પ્રમાણે થાય છે . પ્રાણીઓમાં સમવિભાજન માત્ર દ્વિકીય દૈહિક કોષોમાં જ થાય છે.
- તેનાથી વિપરિત વનસ્પતિમાં સમભાજન એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષમાં થાય છે.
તમને આ ટોપિક સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ માં લખી શકો છો
===========================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box