Type Here to Get Search Results !

એક કોષજન્ય પ્રોટીન અને કેટલાક મહત્વના મુદ્દા

0

એક કોષજન્ય પ્રોટીન

  • તે જીવાણુઓનો જૈવિકમાસ દળ છે. આ જૈવિક માસ બંને એક અને બહુકોષીય સૂક્ષ્મ જીવાણુમાંથી મળે છે.
  • એકકોષજન્ય પ્રોટીન એ લીલ, " ફુગ , યીસ્ટ અને જીવાણુમાંથી મળે છે.
  • જે દરે મનુષ્યની અને પ્રાણીઓની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. તે પ્રમાણ જૈવિક રીતે ધાન્ય, કઠોળ, શાકભાજી અને ફળોનું ઉત્પાદન વધારવું પડે છે. જેથી અમુક વર્ગ માંસના ખોરાક તરફ વધ્યો છે.
  • જે સીરીયલ્સની માંગ વધારે છે કારણ કે 3-10kg ધાન્ય 1kg માંસ માટે જરૂરી છે.
  • 25 ટકા કરતાં વધુ માનવ જન સંખ્યા ભૂખમરો અને કુપોષણથી પીડાય છે. તેનો અલગ ઉપાય એ એકકોષજન્ય પ્રોટીન (SCP).
  • સૂક્ષ્મ જીવાણુઓ એ પ્રોટીનના સ્ત્રોત તરીકે ઉઘોગમાં ઉછેરવામાં આવે છે.
  • સ્પાયરુલીના નામક જીવાણુ એ બટાટા પર પ્રક્રિયા કરતાં પ્લાન્ટસ (જે સ્ટાર્સ ધરાવે છે), સ્ટ્રો, મોલાસીસ, પ્રાણીઓના મળ તેમજ મૂત્રપર સહેલાઈથી ઉછેરી શકાય છે, જે મોટા પ્રમાણમાં ઉત્પન શકાય છે.
  • તે પ્રોટીન, ખનીજઆયનો, ચરબી, કાર્બોહાઈડ્રેટ અને વિટમીનમાં ભરપૂર હોય છે.
  • ગણતરી કર્યા મુજબ 250 kg વાળી ગાય રોજના 200 g પ્રોટીન બનાવે છે તેટલા જ સમયગાળામાં 250g બિપાઈલોશિયસ મિથાઈલોટ્રોફિક્સ જીવાણુ તેના વધુ જૈવિક દળ નિમણિના કારણે 25 ટન પ્રોટીન બનાવે છે.
  • મશરૂમની ઘણા લોકો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરે છે મોટા પાયે મશરૂમનો ઉછેર ઉધોગ તરીકે વિકસી રહયો છે.તે પરથી હવે સૂક્ષ જીવોનો ઉપયોગ પણ ખાદ્ય પદાર્થ તરીકે થવા લાગ્યો છે.
પેટ્રોલિયમના ઉત્પાદનમાં હાઈડ્રો કાર્બનના સોત તરીકે વનસ્પતિ
  • મેલ્વીન કેલ્વિન એ દર્શાવ્યું કે અમુક વનસ્પતિ હાઈડ્રો કાર્બન ઉત્પન્ન કરે છે.
  • અમુક વનસ્પતિ જેવી કે યુફોરબીએસી, એસ્ક્લેપિડેસી અને એપોસાયનેસી જે દૂધ જેવું પ્રવાહી લેટેક્સ ઉત્પન્ન કરે છે તે હાઈડ્રો કાર્બન ધરાવે છે.
  • આ લેટેક્સ નામક પ્રવાહી હાઈડ્રો કાર્બન પ્રવાહી ઈંધણ તરીકે વર્તી શકે છે અને તેને ઇંધણની અવેજીમાં વાહનમાં પેટ્રોલ સાથે મિક્ષ કરીને વાપરી શકાય છે. આ પ્રકારના વનસ્પતિના ઉછેરને પેટ્રો ઉછેર કહે છે. દા.ત. જેટ્રોફા 
આલ્કોહોલ ઈંધણ તરીકે ( બાયો ઈથેનોલ )
  • એન્જીનમાં થોડા પ્રમાણમાં ફેરફાર કરીને પેટ્રોલના બદલે વધુ ઓછા અંશે ઈથેનોલ ( C2H5OH ) નો ઉપયોગ કરી શકાય છે
  • શક્કરિયા, બટેકા, મકાઈ, શેરડી, સાબુદાણા અને મોલાસીસમાંથી ઈથેનોલ મળે છે. અને આવા પાકને ઉછેરવાને ઊર્જા ઊછેર કહે છે.
  • બ્રાઝિલ દેશમાં ગાડીના ઈંધણ તરીકે આલ્કોહોલનો ઉપયોગ થાય છે અને તે વિશ્વમાં તે પ્રથમ દેશ છે ભારત સરકારે પેટ્રોલમાં ( 5 % ) આલ્કોહોલના મિશ્રણની છૂટ આપી છે.
ડ્રેકસ્ટ્રીન
  • તે રૂધિરરસ ફેલાવક (Plasma expander) છે . જે 6-10 % ડેક્ષટ્રીન દ્રાવણ ધરાવે છે.
  • જે હેમરેઝ ( રક્તસ્ત્રાવ ), આઘાત , નિર્જલીકરણ અને પ્લાસ્મા ટ્રાન્સફ્યુસનમાં વપરાય છે.
  • ડેકસ્ટ્રીન એ D- ગ્લુકોઝનો દ્રાવ્ય પોલીગ્લાયકેન અથવા પોલીમર છે. તે સ્ટ્રાર્ચના આંશિક જળવિભાજન દ્વારા અથવા સામાન્ય શર્કરાના લ્યુકોનોસ્ટોક મેઝન્ટેરોઈસ દ્વારા આંશિક પોલીમરાઈઝેશનથી અથવા ઉત્સેચક ડેકસ્ટ્રાન સુક્રેઝ દ્વારા મેળવાય છે.
  • ઉત્સેચક વધુ ઉપયોગી છે, કારણ તે ડ્રેકસ્ટ્રાન અથવા ડ્રેકસ્ટ્રીન યોગ્ય અણુભાર ધરાવતા સરળતાથી મેળવી શકાય 
પ્રોબાયોટીક
  • તે યોગ્ય પોષક દ્રવ્યયુક્ત સુક્ષ્મજીવો (દા.ત. લેકટોબેસીલસ યુક્ત સ્પોરલેક ટેબલેટ ) ધરાવતું પુરક ખોરાક છે.

======================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................

Post a Comment

0 Comments

Below Post Ad