લાયસોઝોમ
- તે સૌપ્રથમ ક્રિસ્ટીન ડી ડવે ( Christin de Dave ) યકૃત કોષોમાંથી શોધ્યું હતું.
- તે બધા જ સુકોષકેન્દ્રી કોષ માં જોવા મળે છે
- અપવાદ તરીકે કેટલાક કોષો માં ગેરહાજર છે.
- કેટલીક ફૂગ- યીસ્ટ માં ન્યુરોસપોરા , પ્રજીવો જેવાકે યુગલીના વર્ષનશીલ કોષો , પુખ્ત સસ્તન ના RBC માં ગેરહાજર હોય છે
- લાયસોઝોમ ની સંખ્યા એ કોષ માં કોષ કેવા પ્રકારની ક્રિયા કરે છે એના ઉપર આધાર રાખે છે.
- જે કોષો પાચન સાથે સંકળાયેલા છે એમના અંદર વધારે જોવા મળે છે.
- જેવા કે WBC , ફેગોસાઇટ્સ , ઓસ્ટીઓબ્લાસ્ટ
- સામાન્ય રીતે એનો આકાર ગોળાકાર હોય છે.
- તે અકસ્તરીય રચના છે એટલેકે બાહ્ય આવરણ જોવા મળે છે
- આધારક જોવા મળે છે
- અંદર હાઈડ્રોલાયટિક ઉત્સેચકો આવેલા હોય છે
- હાઈડ્રોલાયટિક ઉત્સેચકો એટલે એવા ઉત્સેચકો જે પાણી ઉમેરી બંધ તોડે
- આ ઉત્સેચકો એસિડિક માધ્યમમાં કાર્ય કરે છે
- પ્રોટીએઝ - પ્રોટીન પાચન
- ન્યુક્લિએઝ - DNA અને RNA પાચન
- ગ્લાયકોસીડેઝ - ગ્લાયકોસીડીક બંધ તોડવા
- એસ્ટેરેઝ - એસ્ટર બંધ તોડવા
- ફોસ્ફટેઝ - ફૉસ્ફેટ બંધ તોડવા
- સલ્ફટેઝ - સલ્ફર બંધ
- આ ઉત્સેચકો અનુક્રમે લીપીડ્સ, પ્રોટીન્સ, કાર્બોદિત અને ન્યુક્લીઇડ એસિડના પાચન માટે સક્ષમ હોય છે.
- લાયસોઝોમ માં કેવા પ્રકારનું આધારક દ્રવ્ય રહેલું છે.
- એના આધારે તેના ચાર પ્રકાર પડે છે.
- પ્રાથમિક લાયસોઝોમ - નિષ્ક્રિય હાઇડ્રોલાયટિક ઉન્સેચકો ધરાવે છે.
- દ્રિતીય લાયસોઝોમ - જે સક્રિય હાઇડ્રોલાયટિક ઉન્સેચકો ધરાવે છે.
- તૃતીય લાયસોઝોમ - જે અપાચિત પદાર્થો ધરાવે છે.
- ઓટોફેગોઝોમ / ઓટોલાયસોઝોમ- તે કોષની અંગીકાઓ અથવા કોષને વિઘટિત કરતા લાયસોઝોમ છે.
- લાયસોઝોમ ને આત્મઘાતી અંગીકા કહે છે.
કાર્યો
- હિટેરોફેઝી - બહારથી આવતા હાનિકારક દ્રવ્યો નું પાચન કરે તો તેને હિટેરોફેઝી કહે
- ઑટોફેઝી - લાયસોઝોમ મા સંગ્રહી ખોરાકનું પાચન કરે તો તેને ઑટોફેઝી કહે છે
- ઑટોલાયસીસ - કોષીય અંગીકાઓ નું અથવા કોષનું પાચન
- કાર્સીનોજન ને તોડવા માટે બચાવ પ્રકૃતિ .
- તેઓ કોષમાં આવતાં ખોરાકનાં દ્રવ્યોનું પાચન કરે છે અને બહારના કાયો / અંગો / દ્રવ્યોને દૂર કરે છે
- વિષારી અણુઓ અને સડેલા પદાર્થોનો નાશ કરે છે.
- અંગિકાઓ અને કોષને સતેજ કરી પ્રતિચાર દર્શાવે છે
- ફલન સમયે થાયરોક્સિનના નિર્માણમાં મદદરૂપ થાય
- ગોલ્ગીકાય, અંતઃકોષરસ જાળ, લાયસોજોમ તંત્ર (GERL System ) તેમાં પણ ભાગ ભજવે છે
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box