Type Here to Get Search Results !

કોષવિભાજન ના પ્રકાર - અસમભાજન અને સમભાજન | Biology NEET | Manish Mevada

0

કોષવિભાજન ના પ્રકાર

  • કોષવિભાજન ત્રણ પ્રકારે થાય છે 
  •  અસમભાજન
  • સમભાજન 
  • અર્ધીકરણ 
અસમભાજન
  • જેને સીધું વિભાજન પણ કહે છે. 
  • જેમાં બે પ્રકારની પ્રક્રિયાઓ થાય છે કોષકેન્દ્ર વિભાજન અને કોષરસ વિભાજન
  • કોષકેન્દ્ર વિભાજન
  • આ વિભાજન માં ત્રાક તંતુઓ નું નિર્માણ થતું નથી. 
  • કોષકેન્દ્ર પટેલ નું વિઘટન થતું નથી 
  • કોષકેન્દ્ર નું સંકોચન દ્વારા વિભાજન થાય છે.
  • કોષરસ વિભાજન
  • કોષરસ વિભાજન પણ સંકોચન થાય છે
  • બે અસમાન કદના કોષો વિભાજન થાય છે. 
  • માટે અસમભાજન કહેવામાં આવે છે. 
  • ઉદાહરણ 
  •  બેક્ટેરિયા ના કોષો 
  •  યીસ્ટ ના કોષો 
  •  કાસ્થિ ના કોષો 
  • ભ્રુણ પોષ ના કોષો 
  • રોગી કોષો 
સમભાજન 
  • સ્ટ્રેસબર્ગર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિ મા કોષવિભાજન જોયું 
  • ફ્લેમિંગે પ્રાણી મા કોષવિભાજન જોયું 
  • સમભાજન શબ્દ પણ ફ્લેમિંગે આપ્યો 
  • સમભાજન એકકીય ( n ) કોષો અને દ્વિકીય ( 2n ) કોષો માં થઇ શકે છે 
  • જનન અધિચ્છદ ના કોષોમાં પણ સમભાજન થઇ શકે છે . 
  • કોષચક્ર માં કુલ 24 કલાક માં કોષચક્ર થાય એમાંથી 1 જ કલાક સમભાજન થાય અને 23 કલાક આંતરાવસ્થા ચાલે 
  • સમભાજનના તબક્કા 
  • કોષકેન્દ્ર વિભાજન 
  • પૂર્વાવસ્થા 
  • ભાજનાવસ્થા
  • ભાજનોત્તરાવસ્થા  
  • અંત્યાવસ્થા 
  • કોષરસવિભાજન
પૂર્વાવસ્થા
  • રંગસૂત્ર નું ઘનીકરણ (સંકોચન) થાય.
  • કોષકેન્દ્રપટલ, ગોલ્ગી બોડી, અંતઃકોષરસ જાળ વિઘટન થાય 
  • તારકેન્દ્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવા લાગે 
  • એસ્ટર નું નિર્માણ થાય છે.
  • ત્રાક તંતુઓનું નિર્માણ ની શરૂઆત થાય છે.
ભાજનાવસ્થા
  • કોષકેન્દ્ર પટલ ના અદ્રશ્ય થવાની સાથે આ તબક્કા નો પ્રારંભ થાય 
  • રંગસૂત્રો સ્પષ્ટ જોઈ શકાય છે 
  • રંગસૂત્રો કોષ ના મધ્ય ભાગ વચ્ચે ગોઠવાય છે 
  • ત્રાકતંતુઓ, કાઈનેટોકોર સાથે જોડાય છે
ભાજનોત્તરાવસ્થા
  • સેન્ટ્રોંમીયર વિભાજન પામી જાય છે. 
  • બે રંગસૂત્રીકાઓ વચ્ચે બળ સર્જાય છે જેના કારણે રંગસૂત્રીકાઓ એકબીજાથી દૂર બન્ને ધ્રુવ તરફ ગતિ કરે છે.
  • ત્રાક તંતુઓનું સંકોચન થાય છે.
  • દરેક રંગસૂત્ર ધ્રુવ તરફ ખસવા માટે 30 ATP વપરાશે.
અંત્યાવસ્થા
  • કોષ કેન્દ્ર પટલ નું નિર્માણ થાય છે
  • રંગસૂત્ર રંગસૂત્ર દ્રવ્ય મા ફેરવાઈ વિસ્તરણ પામે છે 
  • એસ્ટર તંતુ અને ત્રાક તંતુ ઓ અદ્રશ્ય થાય છે 
  • અને કોષકેન્દ્ર સંપૂર્ણ વિભાજન પામે છે 
  • કોષકેન્દ્રીકા, ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષરસજાળ નું પુનઃ નિર્માણ થાય છે .
કોષરસવિભાજન 
  • પ્રાણી કોષમાં કોષવિભાજન એક ઉપસંકોચન ખાંચ થી શરુ થાય છે 
  • જે પરિઘ થી કેન્દ્ર તરફ સતત ઊંડી બનતી જાય 
  • અને બંને તરફની ખાંચો જ્યારે કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય છે ત્યારે કોષ નો કોષ રસ બે ભાગમાં વહેંચાઈ જાય છે.
  • વનસ્પતિ કોષો જે લગભગ સ્થિતિસ્થાપક કોષદીવાલથી ઘેરાયેલા હોય છે એટલે તેમાં કોષરસ વિભાજન બીજી ભિન્ન પ્રક્રિયાઓ દ્વારા પૂર્ણ થાય છે.
  • વનસ્પતિ કોષોમાં કોષરસવિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈને બહારની (પરિઘ) તરફ પૂર્વ સ્થિત પાર્શ્વ કોષદીવાલ સાથે જોડાઈ જાય છે.
  • નવી કોષદીવાલનું નિર્માણ એક સાધારણ પૂર્વગામી રચનાથી પ્રારંભ થાય છે જેને કોષપટ્ટી કહે છે.
  • જે બે અત્યંત નજદીક રહેલા કોષોની કોષદીવાલની વચ્ચેના મધ્યપટલને દર્શાવે છે.
  • કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર અને રજકણનું બંને બાળકોષોમાં સમાન વિતરણ થઈ જાય છે.
  • કેટલાક સજીવોમાં કોષકેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન થતું નથી.
  • જેને પરિણામે એક જ કોષમાં અનેક કોષકેન્દ્રોનું સર્જન થાય છે 
  • આવા બહુકોષકેન્દ્ર ધરાવતા કોષોને બહુકોષકેન્દ્રી કહે છે.
  • ઉદા, તરીકે નાળિયેરનો પ્રવાહી ભૂણપોષ

===========================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................

Post a Comment

0 Comments

Below Post Ad