- એનએસ્ટ્રલ સમભાજન - જેમાં સમભાજન એસ્ટર ના નિર્માણ વગર થાય છે દા.ત -વનસ્પતિ કોષ
- એમ્ફીએસ્ટ્રલ સમભાજન - જેમાં બે એસ્ટ્રલ નું નિર્માણ થાય છે દા.ત - પ્રાણી કોષ
- આંતરિક કોષકેન્દ્રીય સમભાજન-જેમાં કોષકેન્દ્ર પટલનું વિઘટન થતું નથી જેમાં દ્વિધ્રૂવીય ત્રાકનું નિર્માણ કોષકેન્દ્ર ની અંદર થાય છે દા.ત - કેટલાક પ્રજીવો અને યીસ્ટ
- એકસ્ટ્રા કોષકેન્દ્રીય સમભાજન - ઉ.દા - પ્રાણી કોષ
- અંતઃ સમભાજન- જેમાં DNA નું અને રંગસૂત્રો સ્વયંજનન થાય છે પણ સરખા વિભાજન પામી સકતા નથી જેથી પોલી પ્લોઇડી સર્જાય છે ઉ.દા કેટલીક વાર યકૃત કોષોમાં આવું જોવા મળે છે.
- મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન - જેમાં કોષકેન્દ્ર વિભાજન થાય છે પરંતુ કોષરસ વિભાજન થતું નથી જેને પરિણામે બહુ કોષ કેન્દ્રીય કોષ અસ્તિત્વમાં આવે છે ઉ.દા - પડદા વિહીન ફૂગ ઓપેલીના
- ડાઇનોમાઇટોસિસ - જેમાં હિસ્ટોન પ્રોટીન ગેરહાજર હોય છે કોષકેન્દ્ર પટલ વિઘટન થતું નથી સમભાજન ની ક્રિયા કોષકેન્દ્ર માં જ થાય છે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ નું નિર્માણ પણ થતું નથી ઉ.દા પ્રકાશસંશ્લેષણ કરતા પ્રોટિસ્ટ
- પ્રાણીકોષ
- રચનાકીય - તે તારકાય ધરાવે છે
- પૂર્વાવસ્થા - તેમાં બે એસ્ટર બને છે
- ત્રાકતંતુઓનું સંચાલન તારકેન્દ્રો દ્વારા થાય છે
- ભાજનોત્તરવસ્થા - કોષરસવિભાજન એ ભજનોત્તરવસ્થા'માં શરુ થઇ જાય
- કોષરસવિભાજન - ઉપસંકોચનથી થાય છે જે પરીઘથી કેન્દ્ર તરફ થાય છે
- વનસ્પતિ કોષ
- રચનાકીય - તેમાં તારકાય નથી
- પૂર્વાવસ્થા - તેમાં એસ્ટર નથી હોતા
- ત્રાકતંતુઓ તારકેન્દ્ર વગર સ્વયંસંચાલિત થાય છે
- ભાજનોત્તરવસ્થા - કોષરસવિભાજન એ ભજનોત્તરવસ્થા માં શરુ થતું નથી
- કોષરસવિભાજન - તે કેન્દ્ર થી શરુ થાય છે અને પરિઘ તરફ આગળ વધે છે
- વૃદ્ધિ માટે મહત્વનું છે
- તે સમારકામ અને પુનઃ નિર્માણ માટે જરૂરી છે
- તે બધા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા જાળવી રાખે છે
- તે અલિંગી પ્રજનન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરાવે છે
- કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષકેન્દ્ર અને કોષરસ ની વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થઈ જાય છે એટલા માટે એ જરૂરી થઇ જાય છે કે કોષવિભાજન કોષકેન્દ્ર કોષરસરસ વચ્ચે પ્રમાણ જાળવી રાખે
- સમભાજન નું ઝેર એટલે કે એવા પદાર્થો જે સમભાજન ને અટકાવે છે
- એઝાઇડ અથવા સાઇનાઇડ
- તે સંભાજનને પુર્વાવસ્થામાં રોકે છે
- કોલચીસિન
- તે સમભાજન ને ભાજનાવસ્થા માં અટકાવે છે
- તે ત્રાક તંતુઓનું નિર્માણ થતું અટકા જેના કારણે કોષમાં પોલિપ્લોઇડી નું નિર્માણ પણ થાય છે
- કોલચીસિન એ કોલ્વિકમ ઓટમનલ વનસ્પતિના પ્રકાંડ માંથી શોધવામાં આવી છે.
- કાર્બન મોનોકસાઇડ
- તે ક્રેબ ચક્ર ને અસર કરે છે અથવા અટકાવે છે
===========================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box