Type Here to Get Search Results !

અર્ધીકરણ પ્રસ્તાવના, વ્યાખ્યા, અને ઇતિહાસ | Meiosis In Gujarati | Meiosis Definition Neet Study Material in Gujarati

0


👉 Neet Study Material

👉 Free Neet Study Material

👉 Neet Material In Gujarati

👉 Study Material - Neet Biology

👉 Biology Board Material

👉 Neet Examination Question and answer

અર્ધીકરણ પ્રસ્તાવના અને ઇતિહાસ અને વ્યાખ્યા - Meiosis Introduction and History and definition

  • આ કોષવિભાજનની ઘટના / ક્રિયામાં રંગસૂત્રોની સંખ્યા ઘટીને અડધી થાય છે,
  • જેને પરિણામે ચોક્કસપણે એકકીય બાળકોષો સર્જાય છે.
  • તે નિશ્ચિત કરે છે કે જીવનચક્રના જે તબક્કે લિંગી પ્રજનન દ્વારા સજીવમાં ફલન સર્જાય છે તેથી તે સમયે યુગ્મનજ દ્વિકીય તબક્કામાં પ્રવેશે છે.
  • અર્ધીકરણની જુદી જુદી અવસ્થાઓ હોય છે
  • અર્ધીકરણની ક્રિયાઓને અર્ધીકરણ વિભાજન- I અને અર્ધીકરણ વિભાજન- II એકચક્રીય રીતે દર્શાવાય છે . પરંતુ DNA નું સ્વયંજનન માત્ર એક જ વખત થાય છે.
  • અર્ધીકરણ દ્વારા એકકીય પ્રજનન કોષોનું નિર્માણ થાય છે.
  • અર્ધીકરણ -1 ની શરૂઆત પછી પિતૃરંગસૂત્રો સ્વયંજનન પામીને સમાન રંગસૂત્રિકાઓનું નિર્માણ S અવસ્થામાં કરે છે .
  • અર્ધીકરણમાં બે સમજાત રંગસૂત્રોની જોડ બને છે અને તેમની વચ્ચે પુનઃસંયોજન થાય છે
  • અર્ધીકરણ ને  અંતે ચાર એકકીય બાળકોષો ઉદ્દભવે છે
  • જેને દ્રુહિતૃકોષો કહે છે
  • આ કોષો પ્રજનન કોષો સ્વરૂપે હોય છે .
  • સૌથી પહેલા અર્ધીકરણ સમુદ્રી આર્ચીસ ના અંડકોષ દ્વારા જોવા મળ્યું
  • તે સૌથી પહેલા વેન બેન્ડને ( van Benden ) એ શોધ્યું હતું
  • અર્ધીકરણ શબ્દ ફાર્મર અને મુર (farmer & moore) 
  • જે કોષોમાં અર્ધી કરણ થાય તેને મિસાઈટ્સ કહે છે
  • અને તે સામાન્ય જનન અધિચ્છદ ના, કોષોમાં માં થાય છે.
  • ત્રણ પ્રકારે અર્ધી કરણ થઇ શકે છે .
  • જન્યુજ અર્ધીકરણ ( Gamatic Meiosis ) 
  • યુગ્મનજ અધીકરણ ( Zygotic Meiosis )
  • બીજાણુકીય અર્ધીકરણ ( Sporic Meiosis )
જન્યુજ અર્ધીકરણ ( Gamatic Meiosis )
  • જેમાં કોષોમાંથી એકકીય જન્યુઓ ( n ) પેદા થાય છે.
  • દા.ત - મનુષ્યમાં જનન અધિચ્છદીય 2n કોષોમાંથી n એકકીય જન્યુઓ બંને છે
યુગ્મનજ અધીકરણ ( Zygotic Meiosis )
  • નીચલી કક્ષાની વનસ્પતિમાં દા. ત હરિત લીલ
  • જેમાં  જયારે  જન્યુઓ  ભેગા થાય છે ત્યારે 2n યુગ્મનજ બને છે
  • અને આ યુગ્મનજ જે અધિકરણ પામી અને એકકીય બીજાણુઓ બનાવે છે
બીજાણુકીય અર્ધીકરણ ( Sporic Meiosis )
  • ત્રિઅંગી વનસ્પતિઓ જે 2n દ્વિકીય બીજાણુજાનક વનસ્પતિ અર્ધી કરણ કરી જે બીજાણુઓ સર્જે છે અને જે એકકીય હોય છે
અર્ધીકરણ ના તબક્કા - Phases of Meiosis
  • અર્ધીકરણ બે તબક્કા માં ચાલે છે અર્ધીકરણ - 1 અને અર્ધીકરણ -2
  • જેમાં બંને અર્ધીકરણ માં કોષકેન્દ્ર વિભાજન થાય અને અંતે કોષકેન્દ્ર વિભાજન
  • અર્ધીકરણ - 1 (Meiosis I)
  • કોષકેન્દ્ર વિભાજન જે ચાર તબક્કા માં થાય છે
  • પૂર્વાવસ્થા -1 ( Prophase I )જે પાંચ તબક્કા માં થાય છે
  • લેપ્ટોટીન (Leptotene)
  • ઝાયગોટિન (Zygotene)
  • પેકેટીન (Pachytene)
  • ડીપ્લોટીન (Diplotene )
  • ડાયકાયનેસીસ (Diakinesis)
  • ભાજનાવસ્થા -1 (Metaphase I)
  • ભાજનોત્તર વસ્થા -1 (Anaphase I)
  • અંત્યવસ્થા -1 (Telophase I)
  • અર્ધીકરણ - 2  (Meiosis II)
  • પૂર્વાવસ્થા -2 ( Prophase II )
  • ભાજનાવસ્થા -2 (Metaphase II)
  • ભાજનોત્તર વસ્થા -2 (Anaphase II)
  • અંત્યવસ્થા -2 (Telophase II)
  • કોષરસ વિભાજન
  • આ બધાજ તબક્કા આકૃતિ સાથે આના પછીના આર્ટિકલમાં વિસ્તૃત માં મુકીશ એ સંપૂર્ણ આર્ટિકલ વાંચવો 

 =======================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................


Post a Comment

0 Comments

Below Post Ad