👉 Neet Study Material
👉 Free Neet Study Material
👉 Neet Material In Gujarati
👉 Study Material - Neet Biology
👉 Biology Board Material
👉 Neet Examination Question and answer
અર્ધીકરણ - Meiosis
- પ્રજનનકોષોના નિર્માણ સમયે અધકરણ પ્રકારે કોષવિભાજન થાય છે.
- અર્ધીકરણ ક્રિયા દરમિયાન જનનીદ્રવ્ય એક વાર બેવડાય છે અને કોષ બે વાર વિભાજન પામે છે.
- પ્રથમ વિભાજનને અર્ધીકરણ વિભાજન- I કહે છે
- આ દરમિયાન રંગસૂત્રો બે કોષોમાં મૂળ સંખ્યા કરતાં અડધી સંખ્યામાં વહેંચાય છે
- તેથી તેને અર્ધસૂત્રણ કે વિષમ વિભાજન કહે છે
- બીજા વિભાજનને અધકરણ વિભાજન -I કહે છે.
- તે દરમિયાન નવા સર્જાતા દરેક કોષમાં રંગસૂત્રની સંખ્યા પિતૃકોષમાં જોવા મળતી સંખ્યા જેટલી જ હોય છે.
- તેથી તેને સમસૂત્રણ કહે છે
- વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જનનકોષના નિર્માણ દરમિયાન અર્ધીકરણથી એકકીય જન્યુઓનું નિર્માણ થાય છે.
- આ ઉપરાંત એકવિધ જીવનચક્ર દર્શાવતી લીલ વનસ્પતિઓના યુગ્મનજમાં અર્ધીકરણ જોવા મળે છે
- એક સંપૂર્ણ અર્ધીકરણ અંતે ચાર એકકીય બાળકોષો સર્જાય છે.
- આ અવસ્થા લાંબી અને જટિલ અવસ્થા છે
- તેને પાંચ ઉપઅવસ્થામાં વિભાજિત કરવામાં આવે છે
- અર્ધીકરણ પૂર્વાવસ્થા - I નો પ્રારંભિક તબક્કો લેપ્ટોટીન છે
- આ ઉપઅવસ્થામાં રંગતત્ત્વજાળ સંકોચાતાં દરેક રંગસૂત્ર પાતળા તંતુ જેવું દેખાય છે.
- દરેક રંગસૂત્ર બે એક્લસૂત્રો ( રંગસૂત્રિકાઓ ) અને તેને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું છે.
- પરંતુ તેનું બેવડાયેલું સ્વરૂપ જોઈ શકાતું નથી.
- આ ઉપઅવસ્થામાં રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડીઓ બનવા માંડે છે.
- જોડીઓ રચતાં રંગસૂત્રોને સમજાત રંગસૂત્રો કહે છે.
- આ અવસ્થાનો વીજાણુ સૂક્ષ્માલેખ દર્શાવે છે કે સમજાત રંગસૂત્રોની જોડમાં ગોઠવણી, સૂત્રયુગ્મન જેવી જટિલ રચનાના નિર્માણ સાથે સંકળાયેલી છે.
- સમજાત રંગસૂત્રોની દરેક જોડમાં રહેલાં બંને રંગસૂત્રોની એક - એક ઝાયગોટીન રંગસૂત્રિકા દશ્યમાન હોવાથી તેને દ્વિસૂત્રી ( Bivalent ) કહે છે.
- જોકે ખરેખર તો તે ચતુઃસૂત્રી ( Tetravalent ) હોય છે.
- સમજાત રંગસૂત્રોની પ્રત્યેક જોડના બે રંગસૂત્રોની અંદરની તરફની રંગસૂત્રિકા એકબીજા સાથે પાશ્વીય જોડાણ શરૂ કરે છે.
- આ ક્રિયાને સાયનોપ્સિસ ( Synapsis ) કહે છે
- આ ક્રિયા ઝીપરની જેમ આગળ વધે છે
- દ્વિસૂત્રી રંગસૂત્રો વધારે ઘટ્ટ થતાં ચતુઃસૂત્રી રચના બનતા પેકિટીન ઉપઅવસ્થાનો પ્રારંભ થાય રંગસૂત્રોનું સંકોચન થતાં તે ટૂંકાં અને ઘટ્ટ બને છે.
- દરેક રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ ( સેન્ટ્રોમિયર સિવાયની બાકીની લંબાઈમાં ) એકબીજાથી છૂટી પડે છે.
- આને રંગસૂત્રોનું આયામ અમે વિધટન દ્વારા વિભાજન પણ કહે છે.
- તેને કારણે પ્રત્યેક જોડમાં ચાર રંગસૂત્રિકાઓ જોઈ શકાય છે.
- આ ચાર રંગસૂત્રિકાઓની બનેલી રચનાને ચતુઃસૂત્રી ( Tetravalent ) કહે છે.
- રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય છે.
- પુનઃસંયોજિત ગંઠિકાઓ ( સ્વસ્તિક ચોકડીઓ- Chiasmata ) નું દશયમાન થવું એ આ અવસ્થાની લાક્ષણિક્તા છે.
- સમજાત રંગસૂત્રોની અંદરની બે રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ ( Crossing over ) સ્થાનને પુનઃસંયોજિત ગંઠિકા કે સ્વસ્તિક ચોકડીઓ કહે છે.
- વ્યતિકરણથી જનીનોની અદલાબદલી આ સ્થાનોમાં થાય છે
- આ ઉપઅવસ્થાનો ગાળો પ્રમાણમાં લાંબો હોય છે.
- સમજાત રંગસૂત્રોની જોડીમાંનાં બે રંગસૂત્રોથી એકબીજાથી દૂર ખસવાની શરૂઆત થાય છે.
- જોકે જે - જે સ્થાને વ્યતિકરણ થયું હોય, તે - તે સ્થાને જોડાણ જળવાઈ રહે છે.
- પરિણામે સ્વસ્તિક ચોકડીઓ વધારે સ્પષ્ટ બને છે.
- સ્વસ્તિક ચોકડીસ્થાન જનીનોની અદલાબદલીનું સ્થાન સૂચવે છે.
- સ્વસ્તિક ચોકડીની સંખ્યા રંગસૂત્રોની લંબાઈ પર આધાર રાખે છે.
- લાંબાં રંગસૂત્રોમાં તેમની સંખ્યા વધારે અને ટૂંકાં રંગસૂત્રોમાં તેની સંખ્યા ઓછી હોય છે .
- આ તબક્કામાં રંગસૂત્રોનું સંકોચન પૂર્ણ કક્ષાએ પહોંચે છે.
- સમજાત રંગસૂત્રોની રંગસૂત્રિકા વ્યતિકરણ અને સ્વસ્તિક ચોકડીમાંથી મુક્ત થતી જાય છે.
- આમ છતાં સમજાત રંગસૂત્રોની જોડ જળવાઈ રહે છે.
- આ ઉપરાંત , તારાકેન્દ્રના બે એકમો પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થળાંતર કરે છે
- તે ધ્રુવ પર પહોંચી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે.
- ડાયકાઇનેસિસના અંતમાં કોષકેન્દ્રિકા અદશ્ય થાય છે અને કોષકેન્દ્રપટલનું વિઘટન થાય છે .
=======================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box