👉 Free Neet Study Material
👉 Neet Material In Gujarati
👉 Study Material - Neet Biology
👉 Biology Board Material
👉 Neet Examination Question and Answer
- અર્ધીકરણ -I ( અર્ધસૂત્રણ ) દરમિયાન બનતાં બે કોષકેન્દ્રોમાં રંગસૂત્રોની સંખ્યા મૂળ પિતૃકોષના કોષકેન્દ્ર કરતાં અડધી થઈ જાય છે.
- પૂર્વાવસ્થા -1 પછી જોવા મળતી અવસ્થાઓઃ
- પૂર્વાવસ્થા -1 પૂરી થઈ ભાજનાવસ્થા -I સુધી પહોંચતાં કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકા સંપૂર્ણપણે અદશ્ય થઈ જાય છે.
- સમજાત રંગસૂત્ર જોડીઓ કોષરસમાં વિખરાય છે.
- દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન સંપૂર્ણ થાય છે.
- સમજાત રંગસૂત્રો જોડીઓ સ્વરૂપે કોષના વિષુવવૃત્ત તલ પર ત્રાતંતુના છેડે ગોઠવાય છે.
- જોડીમાંના દરેક સેન્ટ્રોમિયર જે - તે તરફના કોષીય ધ્રુવની દિશામાં રહે છે.
- અર્ધસૂત્રણ માટે આ ગોઠવણી મહત્ત્વની છે .
- આ અવસ્થામાં સમજાત રંગસૂત્રોની પ્રત્યેક જોડનું વિભાજન થાય છે, પણ સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી.
- પરિણામે સમજાત રંગસૂત્રની જોડમાંનું પ્રત્યેક રંગસૂત્ર જે - તે ધ્રુવપ્રદેશ તરફ ખસે છે.
- આ તબક્કાને અંતે જે - તે ધ્રુવપ્રદેશમાં એકત્ર થતાં રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષના રંગસૂત્રોની સંખ્યા કરતાં અડધી થાય છે
- આ તબક્કા દરમિયાન દ્વિધ્રુવીય ત્રાક અદશ્ય થાય છે.
- બંને ધ્રુવો પર કોષકેન્દ્રિકા અને કોષકેન્દ્રપટલનું પુનઃનિર્માણ થાય છે.
- આ તબક્કાને અંતે એક જ કોષમાં રચાતાં બે કોષકેન્દ્રોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કરતાં અડધી હોય છે.
- તેમાં દરેક રંગસૂત્ર બે એક્લસૂત્રો અને તેને સાંકળતા એક સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે .
- અર્ધીકરણના પ્રથમ અને દ્વિતીય વિભાજન વચ્ચેના તબક્કાને આંતરકોષવિભાજન કે ઇન્ટરકાઇનેસિસ (Interkinesis) કહે છે.
- તે ખૂબ જ ટૂંકા ગાળાની હોય છે.
- તેમાં DNA નું સ્વયંજનન થતું નથી
- અર્ધીકરણ દ્વિતીય વિભાજન સૈદ્ધાંતિક રીતે સમવિભાજન જેવું જ છે.
- તે દરમિયાન નવા સર્જાતા દરેક કોષમાં રંગસૂત્રની સંખ્યા પિતૃકોષમાં જોવા મળતી સંખ્યા જેટલી જ રહે છે.
- તેથી તેને સમસૂત્રણ કે અર્ધસૂત્રીભાજન II કહે છે.
- વિવિધ અવસ્થાઓ
- આ અવસ્થામાં થતા ફેરફારોમાં કોષકેન્દ્રિકા તથા કોષકેન્દ્રપટલ અદશ્ય થાય છે.
- તારાકેન્દ્ર દ્વિભાજિત થઈ સામસામા બે યુવોની દિશામાં સ્થળાંતર કરે છે.
- દ્વિધ્રુવીય ત્રાકનું પુનઃનિર્માણ થાય છે.
- રંગસૂત્રો વધુ ઘટ્ટ બને છે.
- દ્વિધ્રુવીય ત્રાનું નિર્માણ સંપૂર્ણ થતાં દરેક રંગસૂત્રનું સેન્ટ્રોમિયર ત્રાતંતુના છેડે જોડાઈ કોષના વિષુવવૃત્ત પર ગોઠવાય છે.
- બધા જ રંગસૂત્રોના સેન્ટ્રોમિયર એક સપાટી ( પંક્તિ ) માં ગોઠવાય છે.
- આ અવસ્થામાં દરેક રંગસૂત્રનું સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે અને દરેક રંગસૂત્રિકા ( એક્લસૂત્ર ) સ્વતંત્ર સેન્ટ્રોમિયર ધરાવે છે.
- ત્રાતંતુનું સંકોચન થતાં રંગસૂત્રનાં છૂટાં પડેલાં સેન્ટ્રોમિયરયુક્ત બે એકલસૂત્રો પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે.
- આ દરમિયાન દરેક ધ્રુવ પર એકઠાં થતાં એલસૂત્રોની સંખ્યા પિતૃકોષમાં આવેલાં રંગસૂત્રો જેટલી જ હોય છે.
- સેન્ટ્રોમિયરયુક્ત દરેક એકલસૂત્ર હવે રંગસૂત્ર તરીકે ઓળખાય છે.
- તેને અંત્યાવસ્થા -II પણ કહે છે
- આ અવસ્થામાં ધ્રુવ પર એક્લસૂત્રો રંગસૂત્રો છે
- તેમનું વિસ્તરણ થતાં રંગસૂત્રદ્રવ્ય અને છેવટે રંગતત્ત્વજાળ રચાય છે
- તેમની ફરતે કોષકેન્દ્રપટલ દશ્યમાન થાય છે.
- કોષકેન્દ્રિકાનું પણ પુનઃસ્થાપન થાય છે.
- આ તબક્કે રંગસૂત્રો સ્પષ્ટ જોઈ શકાતાં નથી
- ભાજનાન્તિભાવસ્થા- II દરમિયાન શરૂ થયેલું ઉપસંકોચન આગળ વધી કોષરસવિભાજન ક્રિયા પૂરી કરે છે.
- આમ, બીજા વિભાજનને અંતે ઉત્પન્ન થયેલા ચાર એકકીય કોષકેન્દ્રો પૈકી દરેક કોષકેન્દ્રની ફરતે આવેલો કોષરસ જુદો પડે છે અને ચાર કોષોનું નિર્માણ કરે છે.
- વનસ્પતિમાં બીજાણુનિર્માણ અને પ્રાણીઓમાં લિંગી જનનકોષોના નિર્માણ દરમિયાન અર્ધીકરણ કે અર્ધસૂત્રીભાજન પ્રકારનું કોષવિભાજન થાય છે.
- દરેક જાતિના બધા સજીવોમાં રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત હોય છે, જે સામાન્ય રીતે દ્વિકીય (2n) હોય છે.
- પ્રજનનકોષના નિર્માણ દરમિયાન અર્ધીકરણ થાય છે.
- આ રીતે પ્રજનનકોષો એકકીય (n) હોય છે.
- પ્રજનનકોષનું ફલન થતાં બનતા ફલિતાંડમાં રંગસૂત્રોની (n + n = 2n) દ્વિતીય સંખ્યા પુનઃસ્થાપિત થાય છે.
- ફલિતાંડ નવા સજીવનો પ્રથમ કોષ છે.
- આમ , લિંગી પ્રજનન કરતા સજીવોમાં પેઢી દર પેઢી, રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યાની જાળવણી માટે અર્ધીકરણ મહત્ત્વનું છે
- અર્ધીકરણની પ્રથમ પૂર્વાવસ્થા દરમિયાન થતી વ્યતિકરણની ક્રિયાને કારણે સમજાત રંગસૂત્રો વચ્ચે જનીનોની અદલાબદલી શક્ય બને છે.
- પરિણામે જનીનોનાં નવાં સંકુલો રચાય છે અને સંતતિઓમાં લક્ષણોનું વૈવિધ્ય સર્જાય છે.
- આવું વૈવિધ્ય જાતિમાં જનીનિક ભિન્નતા પ્રેરે છે.
- તે ઉત્ક્રાંતિ માટે અગત્યની પ્રક્રિયા છે .
=======================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Please Do Not enter any sparm link in comment box