Type Here to Get Search Results !

સૂક્ષ્મ જીવો અને માનવ કલ્યાણ - ઘરગથ્થું વપરાશમાં સૂક્ષ્મજીવો

0

👉 Free Neet Study Material

👉 Biology Board Material

👉 Neet Examination Question and Answer

ઘરગથ્થું વપરાશમાં સૂક્ષ્મજીવો 

  • દહીં
  • સૂક્ષ્મજીવો જેવા કે લેક્ટોબેસિલસ અને બીજા કે જે સામાન્ય રીતે લેક્ટીક એસિડ બેકટેરિયા (LAB) તરીકે ઓળખાય છે.
  • તેમની દૂધમાં વૃદ્ધિ કરીને દહીં બનાવાય છે.
  • વૃધ્ધિ દરમિયાન, LAB એસિડ બનાવે છે કે જે મિલ્ક પ્રોટીનનું ગંઠન અને અંશતઃપાચન કરે છે.
  • તાજા દૂધમાં ઈનોક્યુલમ અથવા સ્ટાર્ટર તરીકે થોડાક માત્રામાં દહીં દાખલ કરાય છે કે જે LAB મિલિયન્સમાં ધરાવે છે અને યોગ્ય તાપમાન ગુણન પામી, દૂધનું દહીમાં રૂપાંતરણ કરે છે
  • તે વિટામીન B12 નું પ્રમાણ વધારી પોષણની ગુણવતામાં વધારો કરે છે.
  • આપણા જઠરમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો ઓળખવામાં, LAB એ અગત્યનો ભાગ ભજવે છે .
  • યોગર્ટ
  • યોગર્ટની બનાવટ માટે પેસ્યુરાઈઝ દૂધને સ્ટ્રેપટોફિલસ થર્મોફીલસ અને લેક્ટોબેસીલસ બલ્ગારીસ ના મિશ્રણમાં ઈનોક્યુલેટ કરવામાં આવે છે
  • તેના લેકટોઝને 40 ° C તાપમાન એ રાખીને આથવામાં આવે છે.
  • યોગાર્ટનો સ્વાદ અને સુગંધ લેક્ટીસ એસિડ અને એસિટાલીહાઈડની હાજરીને કારણે છે.
  • ચીઝ
  • ચીઝ સૌથી જુનામાંનો એક ખોરાક છે જેમાં સુક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે.
  • ચીઝના પ્રકારો તેના લક્ષણો, સપાટી, સ્વાદ, ફલેવરના આધારે થાય છે, અને સૂક્ષ્મજીવોના ઉપયોગ દ્વારા વિશિષ્ટતા મેળવાય છે.
  • ચીઝ મુખ્યત્વે બે પ્રકારના હોય છે .
  • અપક્વ ચીઝ - બહારની બાજુથી પકવેલા હેય અને પોચા હોય છે.
  • પક્વ ચીઝ - તે અંદર અને બહાર બંને બાજુથી પકવેલા હોય છે અને ખૂબ જ સખત હોય છે.
  • ચીઝ બનાવવાના તબક્કા નીચે પ્રમાણે છે.
  • દૂધ જીવાણુના કોષ સંવર્ધનથી ઈનોક્યુલેટ કરવામાં આવે છે
  • જે સ્ટ્રેપ્ટોકોક્સ લેક્ટીસ અથવા એસ. કેમોરીસ ધરાવે છે અને 38 ° C એ ગરમ કરવામાં આવે છે.
  • જો તાપમાન વધારવામાં આવે (50 ° C કે વધુ ) તો એસ. થર્મોફીલસ, લેક્ટોબેસિલસ લેક્ટીસસ, એલ. બલ્ગારિકસ અથવા એલ. હેલ્વેટીક્સ સાથે જોડાય છે.
  • ચોકકસ જાતના જીવાણુઓની પ્રવૃતિને કારણે દૂધમાં અમુક પ્રમાણમાં એસિડિટી થાય છે, અને રેનેટ ઉત્સેચક ઉમેરાય છે.
  • દૂધનું દહીંમાં રૂપાંતરણ અડધો ક્લાકથી કલાકમાં થાય છે.
  • દહીંને કાઢ્યા બાદ પ્રવાહીને અલગીકૃત કરાય છે તેને આશ (દઈનું પાણી) કહે છે . (તમાં 93 % પાણી તથા 5% લેક્ટેઝ હોય છે .)
  • આશમાં રહેલું લેક્ટોઝ એ લેક્ટીક એસિડની બનાવટ માટે વપરાય છે .જે પ્રથમ આવેલું એસિડ છે.
  • આ તબક્કે વપરાતું ચીઝ કોટાઝ ચીઝ કહેવાય છે.(અપરિપક્વ તબક્કો)
  • કોયઝ ચીઝ સાથે મીઠું મિક્સ કરીને, ફ્રેમમાં મૂકીને તેને દબાવી બધી જ આશ કાઢી લેવામાં આવે છે.
  • મીઠું ના જોઈતા જીવાણુના વિકાસને અટકાવે છે અને ભેજને ઝડપથી દૂર કરે છે.
  • ચીઝ સરખી રીતે સેટ થાય અને તેના આકાર ગણી લે પછી હેપને કાઢી લેવામાં આવે છે.
  • પકવતાનો સમય 1-16 મહિનામાં હોય છે.
  • જે તેને વધુ સ્વાદીષ્ટ અને પોષિત બનાવે છે.
  • તે કઠણ , તથા પક્વ ચીઝ 20-30 % ચરબી , 20-35 % પ્રોટીન અને થોડા પ્રમાણમાં મિનરલ અને વિટામીન ધરાવે છે.
  • ધિરે લીંબુની મદદથી બનાવેલું ચીઝને રો ચીઝ કહે છે.
  • 400 જેટલી જાતના ચીઝ ઉપલબ્ધ છે તેને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે .
  • પોચી ( કેમેમ્બટ ) - પેનીસીલયમ કેમેબર્ટ
  • અર્ધ સખત - પેનીસીલીયમ રોકવીફોર્ટ
  • સખત (સ્વિસ) - પ્રોપીયોની બેટૅરિયમ શરમાની
  • સ્વીચ ચીઝમાં મોટા છિદ્રો પ્રોપીઓનીબેકટેરિયમ શરમાની દ્વારા મોટા પ્રમાણમાં Co2, ઉત્પાદનના કારણે છે.
  • બીજા ઉત્પાદનો
  • આથો કે જે ખોરાક જેવા કે ઢોસા અને ઈડલી બનાવવામાં વપરાય છે તે પણ બેકટેરિયાના અથવણથી બનાવાય છે.
  • આથાનો ફૂલેલો સ્વરૂપ એ  કાર્બન ડાયોક્સાઈડના ઉત્પાદનના કારણે હોય છે.
  • ખીરાની જેમ જ બેકર યીસ્ટ (સેકેરીમાયસીસ સેરિવેસી ) ના આપવામાં ઉપયોગ દ્વારા બ્રેડ બનાવવામાં આવે છે.
  • ઘણા બધા રૂઢિગત પીણા (દા.ત. પારસમાંથી ' ટોડી ' બનાવાય છે) અને ખોરાક પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા અથવણથી બનાવાય છે.
  • સૂક્ષ્મજીવોનો ઉપયોગ એ આથવણ પામેલી માછલી, સોયાબીન અને વાંસના પ્રરોહમાંથી ખોરાક બનાવવામાં થાય છે .
 =======================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................

Post a Comment

0 Comments

Below Post Ad