👉 Free Neet Study Material
👉 Biology Board Material
👉 Neet Examination Question and Answer
આલ્કોહોલ યુક્ત પીણા
- સૂક્ષ્મજીવોમાં ખાસ કરીને યિસ્ટ પ્રાચીન સમયથી જ પીણા જેવા કે દારૂ, બિયર, વીસ્કી, બ્રાન્ડી અથવા રમ બનાવવામાં થાય છે.
- આ ઉપયોગ માટે જે યીસ્ટ સેકેરામાયસીસ સેરેવેસીનો ઉપયોગ બ્રેડ બનાવવામાં થાય છે તેનો જ ઉપયોગ થાય છે તેથી તેને સામાન્ય રીતે બેવર યીસ્ટ કહે છે.
- તેનો ઉપયોગ માલ્ટેઝ અનાજ અને ફળરસના આથવણમાંથી ઈથેનોલ બનાવવા માટે થાય છે.
- આથવણ માટે વપરાતા કાચા માલનો પ્રકાર અને પ્રક્રિયાના પ્રકાર (નિસ્યન્દન કે વિહિન) પર વિવિધ પ્રકારના આલ્કોહોલીક પીણા બનાવવા માટે થાય છે.
- વાઈન અને બિયર એ નિસ્યન્દન વગર જયારે વિસ્કી, બ્રાન્ડી અને રમ એ આથવણયુક્ત સૂપ (broth) ના નિસ્યન્દીત બનાવાય છે .
- બીયર - તે હોર્ડીયમ વોલ્ગારે (Barely- જવ) દ્વારા બને છે.
- માલ્ટ અને આલ્કોહોલનું પ્રમાણ 3-6 %
- વાઈન - તે દ્રાક્ષમાંથી બને છે
- આલ્કોહોલનું પ્રમાણ 10-20 %
- બ્રાન્ડી – વાઈનના નિસ્યન્દન થી બને છે.
- આલ્કોહોલનું પ્રમાણ 60-70 %
- જીન - યુરોપીય રી સ્કેલ અનાજમાં બને છે
- આલ્કોહોલનું પ્રમાણ 40 %.
- રમ- શેરડીના રસમાંથી બને છે
- આલ્કોહોલનું પ્રમાણ 40 %
એન્ટિબાયોટિક્સ
- સાલમન વોકસમેન ( 1942 ) એ આ શબ્દ આપ્યો હતો.
- એન્ટીબાયોટીક્સ જે સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા ઉત્પન્ન થયેલા છે, તે 20 મી સદીની ઉપયોગી શોધ છે અને તેણે મનુષ્યના કલ્યાણ માટે ઘણું યોગદાન આપ્યું છે.
- એન્ટી એ ગ્રીક શબ્દ છે તેનો અર્થ વિરુદ્ધ અને બાયો અર્થાત્ જીવન અને સાથે જીવનની વિરુદ્ધ (રોગ પ્રેરક જીવના અનુસંધાનમાં ) જ્યારે મનુષ્યના સંદર્ભમાં જીવન માટેનું વિરુદ્ધ નહિ તે થાય.
- એન્ટીબાયોટીક્સ એ એવા રસાયણિક પદાર્થ છે જે અમુક જીવાણુમાંથી ઉત્પન્ન થાય છે અને બીજા રોગકારક જીવાણુનો નાશ કરે છે.
- સામાન્ય રીતે વપરાતી એન્ટીબાયોટીક્સ પેનિસિલિનથી તમે જાણકાર છો.
- શું તમે જાણો છો કે પેનીસીલીન અકસ્માતે શોધાયેલી પ્રથમ એન્ટીબાયોટીક છે ?
- એકલકન્ઝાડર ફલેમીંગ જ્યારે સ્ટેફીલોકો કાઈ બેક્ટરિયા પર કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે અવલોકન કર્યું છે કે તેમની એક સાફ કર્યા વગરની કોષ સંવર્ધન ડીશ પર એક મોલની આજુબાજુ આ જીવાણુઓનો વિકાસ થયો ન હતો.
- ત્યાર બાદ તેમણે શોધ્યું કે તે મોલ દ્વારા ઉત્પન્ન થતાં રસાયણથી આ થયું છે અને તેને તે મોલ્ડ પેનિસિલનીયમ નોટેનમ પરથી પેનીસીલન નામ આપ્યું.
- જો કે આને સંપૂર્ણ રીતે એક કાર્યશીલ એન્ટીબાયોટીક તરીકે ઘણા સમય બાદ અર્નેસ્ટ ચેઈન અને હાવર્ડ ફલોરિય દ્વારા સ્થાપવામાં આવી.
- વિશ્વયુદ્ધ 2 માં અમેરિકાના ઘાયલ સૈનિકોને સારવાર માટે આ એન્ટીબાયોટીક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- તેના માટે 1945 માં ફ્લેમિંગ, ચેઈન અને ફલોરીને નોબલ પ્રાઈઝ મળ્યું હતું.
- પેનીસીલીન બાદ જીવાણુઓમાંથી અન્ય એન્ટિબાયોટીક્સને પણ નીકાળવામાં આવી હતી.
- એન્ટીબાયોટીક્સ એ પ્લેગ, કાળી ખાંસી, ગાલ પચોળિયું , કુષ્ઠ રોગ જેવી જીવલેણ બીમારીઓની સારવાર કરવામાં ઉપયોગી ભાગ ભજવ્યો છે.
- આજે એન્ટીબાયોટીક્સ વગર વિશ્વની કલ્પના શક્ય નથી.
- એન્ટિબાયોટીસની બનાવટણના ત્રણ મહત્ત્વના સ્ત્રોત
- યુબેક્ટરિયા- મોટા ભાગની 70 % એન્ટિબાયોટીક્સ બેસિલસ જાતિમાંથી મળે છે.
- બેસિલસમાંથી 60 કરતાં વધુ એન્ટિબાયોટિક્સ બનાવવામાં આવે છે . અને 30 % સ્યુડોમોનાસ જાતિમાંથી બનાવવામાં આવી છે.
- એક્ટીનોમાઈસીટેલ્સ ( રેમીફાઈડ )
- સ્ટ્રેપ્ટોમાસયીન, માઈક્રોમોનો સ્કોરા અને સ્ટ્રેપ્ટોસ્પોરાન્ઝીયમ, એકાકી જાતિ સ્ટેટોમાયસીસ ગ્રીસેસમાંથી 40 કરતાં વધારે એન્ટિબાયોટીક્સ બનાવેલી છે.
- ફૂગ - પેનીસીલીયમ
======================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
વાહ સર ખુબજ સરસ છે આપનું
ReplyDeletePlease Do Not enter any sparm link in comment box