Type Here to Get Search Results !

ઔદ્યોગિક ઉત્પાદનો માં સૂક્ષ્મ જીવાણુઓ | કાર્બનિક એસિડ, ઉત્સેચકો, જૈવ ક્રિયાત્મક અણુઓ

1


👉 Free Neet Study Material

👉 Biology Board Material

👉 Neet Examination Question and Answer

કાર્બનિક એસિડ

  • ફૂગ અને અન્ય જીવાણુઓના આથવણની પ્રક્રિયાથી અમુક કાર્બનિક એસિડ બને છે.
  • ઊદાહરણ તરીકે 
  • સાઈટ્રિક એસિડ 
  • આ એસ્પરજીલસ નાઈજર જતિની ફૂગ દ્વારા સુક્રોઝના જારક આથવણથી મળે છે.
  • આ એસિડનો ઉપયોગ દવાઓ, સુગંધિત અર્ક, ખાદ્ય પદાર્થ, કેન્ડીઓ, તરીકે, શાહી બનાવવા, ડાઈ બનાવવા થાય છે.
  • તે પીસ્ટ દ્વારા પણ ઉદભવે છે
  • એસિટિક એસિડ અથવા વિનેગર
  • વિનેગરની ઉત્પત્તિ આથવણની બે પ્રક્રિયા બાદ થાય છે .
  • પ્રથમ પ્રક્રિયા : - યીસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતરણ
  • દ્વિતીય પ્રક્રિયા : જીવાણુ એઝેટોબેકટર એસીટી દ્વારા આલ્કોહોલનું એસિટિક એસિડમાં  જારક ઓક્સડેશન
  • વિનેગર એ ફ્રેન્ચ શબ્દ છે , તેનો મતલ ખાટી વાઈન થાય છે , કે જે હજારો વર્ષો પહેલેથી માણસ જાણે છે.
  • કુટઝીન્ગ નામક વૈજ્ઞાનિક દ્વારા 1837 માં જાણકારી મળી કે વિનેગર એ જીવાણુઓના આથવણથી મળે છે
  • 1868 માં પાશ્વ એ તેને જૈવિક ક્રિયાનું ફળ જણાવ્યું
  • ઘરોમાં વિનેગરનો બહોળો ઉપયોગ થાય છે.
  • તે આથવણની સાચવણી અને જાળવણી માટે, કેનમાં મળતાં શાકભાજી અને ફળની સાચવણી માટે થાય છે.
  • તબીબીક્ષેત્રે, તે પાચન ક્રિયાને ઉત્તેજવા માટે કબજિયાતથી રાહત મેળવવા માટે ઉપયોગી છે.
  • લેક્ટિક એસિડ
  • લેકટોબેસિલસ બલ્ગારિસ અને સ્ટ્રેપ્ટોકોક્સ લેક્ટિસ દ્વારા મકાઈના સ્ટાર્સ, મોલાસીસ, બટાકાના આથવણ દ્વારા મેળવવામાં આવે છે.
  • બ્યુટિરીક એસિડ
  • તે ક્લોસ્ટ્રીડીયમ બ્યુટિલિકમ જીવાણુમાંથી મળે છે.
ઉસેચકો
  • રેનેટ
  • ચીઝના ઉત્પાદન માટે ઘણા વર્ષો પહેલા, ચીઝ એ ઘેટ અથવા બકરાના જઠરના આવરણ અથવા અંજીર રસ કે જે વિશિષ્ટ ઉત્સુચક ફિસિન ધરાવે છે તેમાંથી બનાવવામાં આવતું હતું.
  • 1874 માં ડેનીશ રસાયણ શાસ્ત્રી ક્રિશ્ચિયન હેન્સન એ વાછરડાના જઠરમાંથી શુદ્ધ રેનેટ ઉત્સેચક નીકાળ્યાં હતો તેને ઔદ્યોગિક રીતે ચીઝ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવ્યો.
  • આ ડાયસ્ટેઝ ઉત્સેચક સૌ પ્રથમ પાયન અને પરસોઝ દ્વારા ઓળખાયો હતો.
  • પ્રોટીએઝીસ
  • આ ઉત્સેચક એસ્પરજીલસ ઓરીઝા તથા બેસિલસ સબટીલીસ, બેસીલસ લાયકેનીફોમીસ માંથી મળે છે અને તેનો ઉપયોગ ડિટર્જન્ટ ઉદ્યોગમાં ડિટર્જન્ટના ઉત્પાદનમાં થાય છે.
  • (પ્રોટીન વાળા ડાઘ કપડામાંથી કાઢવા માટે વપરાય છે).
  • એમાઈલેઝ
  • તે સ્ટાર્સ પર કાર્ય કરે છે અને બીયર, બ્રેડ અને કાપડ ઉદ્યોગમાં વપરાય છે.
  • એમાઈલેઝ, લૂકો એમાઈલેઝ અને લૂકો આઈસોમરેઝ
  • આ ઉત્સચકની મદદથી મકાઈ સ્ટાર્ચનું મકાઈ કુટકોઝ સીરપમાં રૂપાંતર થાય છે
  • આ સીરપ સુક્રોઝ કરતાં વધારે મીઠી હોય છે
  • અને ઠંડા પીણા તથા બેકરી ઉદ્યોગમાં બિસ્કિટ અને કેકને મીઠી બનાવવા માટે થાય છે
  • સ્ટ્રેપોકાયનેઝ / Tissue Plasminogen Adivator (TPA)
  • આ ઉત્સુચક તબીબી ક્ષેત્રમાં ઉપયોગી છે.
  • સ્ટ્રેપટોકાઈનેઝ એ જીનેટીક એન્જિનિયરિંગ દ્વારા સ્ટ્રેપ્ટોકોક્સમાં ફેરફાર કરીને બનાવવાય છે જેનો ઉપયોગ માયોકાર્ડિયલ દર્દી કે જેમને હાર્ટ અટેક આવી શકે છે તેમની રૂધિરવાહિનીમાંથી ક્લોટ દૂર કરવા માટે થાય છે.
  • જૈવ ક્રિયાત્મક અણુઓ : સાયક્લોસ્પોરીન A, તે ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ ફૂગ દ્વારા બને છે.
  • અને તે અંગ પ્રત્યારોપણ સમયે રોગ પ્રતિકારતાને દબાવી રાખે છે.
  • સ્ટેટીન્સ એ મોનાકસ પરપુરીયસ નામની યીસ્ટમાંથી મળે છે અને તે રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઓછું કરવા માટે વપરાય છે.
  • તે કોલેસ્ટેરોલના સંશ્લેષણે માટે જરૂરી ઉત્સુચકને નાબૂદ કરે છે.

 ======================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please Do Not enter any sparm link in comment box

Below Post Ad