ઉદવિકાસ વાદ - ઉદ્દવિકાસ ચાર વાદ દ્વારા સમજાવવામાં આવે છે
- લેમાર્કવાદ - ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત
- ડાર્વિનવાદ - નૈસર્ગીક પસંદગી સિદ્ધાંત
- દ વ્રિશ નો વિકૃતિ વાદ
- નીઓડારવિઝમ - ઉદવિકાસ ની આધુનિક સંકલ્પના
લેમાર્કવાદ -
- સજીવોનો ઉવિકાસ જરૂરિયાત મુજબ અનુકૂલન સાધવાથી થયેલ છે .
- તે અંગે વૈજ્ઞાનિક લેમાર્કે ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત રજૂ કર્યો . તેથી તેને લેમાર્કવાદ પણ કહે છે.
- સજીવો અને તેના અંગો સતત કદવધારો કરતાં હોય છે .
- પર્યાવરણના દબાણ હેઠળ અંગોનો વિકાસ સર્જાય છે અને જળવાયછે .
- જે અંગનો વપરાશ સતત થતો રહે તેનો વિકાસ પણ સતત થાય છે. અને ન વપરાતા અંગો ક્રમશઃ નિષ્ક્રિય થઈ અદેશ્ય પણ થાય છે.
- આ પ્રકારે સજીવો અનુકૂળતા માટે જે લક્ષણો ઉપાર્જિત કરે છે તે તેમની સંતતિમાં વારસારૂપે ઉતરે છે . આમ વિવિધ લક્ષણોનો વિકાસ પેઢી દર પેઢી વધતો અથવા ઘટતો જાય છે.
- જિરાફ - ડોક પર્યાવરણ મા એવા વિસ્તારમાં રહેતા હોવાથી ખોરાકની જરૂરિયાત પ્રમાણે એમની ડોક લાંબી થતી ગઈ
- સાપ - અજગરમાં નિતમ્બ મેખલા નાની રહેવી (પશ્વ ઉપાંગો નો ઉપયોગ ના થવાના કારણે)
- જલીય પક્ષી - બતક - પાંખોનો ઉપયોગ થતો નહતો જેથી ઉડવાની ક્ષમતા ગુમાવી અને તરવાની ક્ષમતા વિકસાવી
- ઉડવાની ક્ષમતા ગુમાવતા પક્ષી - શાહમૃગ - મોટા પક્ષી નાની પાંખો
લેમાર્કવાદની ત્રુટીઓ
- અગસ્ત વાઇસમેન - ઉંદર પર પ્રયોગ થી સમજાવ્યું કે કૂતરાની પૂંછડી ઘણી પેઢીઓ સુધી કાપી નાંખતા તે ટૂંકી પૂંછડી નું લક્ષણ વારસામાં ઉતરતું નથી
- પેવલોવ - કુતરા ઉપર પ્રયોગ કર્યા અને સમજાવ્યું કે લાળ સ્રાવિત થવાનું લક્ષણ વારસામાં એમની સંતતિ મા આવતું નથી.
- ફૂલેલા સ્નાયુ વાળા વ્યક્તિઓ બાબતે પણ એવુજ જોવા મળે છે કે એમના બાળકોના સ્નાયુ જન્મ થી ફૂલેલા નથી હોતા
- કાન અને નાક ના છેદન બાબતે પણ આ વાદ લગુ નથી પડતો આખા જીવન દરમ્યાન સ્ત્રી ના કાનમાં છેદ હોવા છતાં એમના બાળકોમાં જોવા મળતો નથી
લેમાર્ક વાદ બાબતે આ રિસર્ચ એમની બુક માં નોંધાયેલું છે જેનું નામ " PHILOSOPHIC ZOOLOGIQUE"
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
KNOWLEDGE ON THE WAY....................
Very conceptual & informative 👏👏👏
ReplyDeleteDhanyavad🙏🙏
So nice😊👍👏👏👏 thanku sir😇
ReplyDeleteSo nice😊👍👏👏👏 thanku sir😇
ReplyDeleteThank you sir
ReplyDeleteThank u sir....
ReplyDeletePlease Do Not enter any sparm link in comment box