Type Here to Get Search Results !

ઉદવિકાસ - પ્રસ્તાવના અને જીવનની ઉત્પત્તિ

12












ઉદવિકાસ - પ્રસ્તાવના અને જીવનની ઉત્પત્તિ
  • ભ્રહ્માંડ ની ઉત્પત્તિ 20 બિલીયન વર્ષ પહેલા થઇ
  • પૃથ્વીની ઉત્પત્તિ 4.5 બિલીયન વર્ષ પહેલા થઇ
  • જીવનની ઉત્પતી 4 બીલિયન વર્ષ પહેલા થઇ
જીવની ઉત્પત્તિ સમયે પૃથ્વી પર ની સ્થિતિ 
  • ઊંચું તાપમાન
  • હલકા તત્વો વાયુ તરીકે હાજર હતા જેવાકે મિથેન, એમોનિયા, હાઇડ્રોજન,  હિલિયમ અને પાણી બાષ્પ સ્વરૂપે
  • ભારે તત્વો આયર્ન, નિકલ જે પૃથ્વીના આવરણમાં હતા (O2 અણુ તરીકે ગેરહાજર )
  • જેથી એવા વાતાવરણને રિડ્યુસિંગ વાતાવરણ કહેવાતું 
  • U.V કિરણો - તે પ્રકાશ રાસાયણિક ક્રિયા ને પ્રેરવા માટે હતા. 
જીવનની ઉત્પત્તિ માટેના વાદ (THEORY )
થીઅરી ઓફ સ્પેશિઅલ ક્રેએશન 
  • આ વાદ ધાર્મિક માન્યતા ઉપર હતો એટલે કે એમાં કહેવામાં આવેલું છે કે જીવન એ ભગવાને સ્વર્ગમાં બનાવ્યું છે અને સજીવોને અને પૃથ્વી પર મોકલ્યા છે
  • દા.ત  બાઇબલ ના પ્રકરણ જિનેસિસ મા ઉલ્લેખ છે પ્રથમ પુરુષ - એડમ, સ્ત્રી - ઇવ 
  • હિન્દૂ ધર્મ પ્રમાણે પૃથ્વીનું નિર્માણ બ્રહ્મા એ કરેલું છે પ્રથમ પુરુષ - મનુ , સ્ત્રી - શ્રદ્ધા 
અજીવજનન વાદ (ABIOGENESIS )
  • આ વાદ મુજબ જીવન નિર્જીવ વસ્તુઓ માંથી નિર્માણ પામ્યું
  • એટલે કે એટલે કે કાદવ માટીમાં કુદરતી ખાતર જેવા ઘટકોમાંથી જુદા જુદા સજીવો ઉદભવ્યા  સ્વયંભૂ જીવની ઉત્પત્તિ થઈ
  • પણ આ વાત અમાન્ય થયો કારણકે ફ્રાન્સિસ્કો રેડી નામના વૈજ્ઞાનિકે જીવજનન વાદ આપ્યો 
જીવજનન વાદ (BIOGENESIS )
  • આ વાદ મુજબ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોના પ્રજનન દ્વારા નવા સજીવ નો ઉદભવ થયેલો 
  • ફ્રાન્સિસ્કો રેડી એ રાંધેલા માસ ના ટુકડાને બીકરમાં રાખી પ્રયોગ કર્યા 
  • બીજો પ્રયોગ લજારો સ્પેલાજાની એ કર્યો હતો જેમાં તેમને (hay influsion ) થોડુંક સુકાયેલું ઘાસ નો ઉપયોગ કર્યો હતો 
  • અને એક પ્રયોગ લુઈસ પાશ્ચરે કર્યો હતો જેમાં અમને ફ્લાસ્ક લીધા હતા અને શર્કરા અને યીસ્ટ નું સંમિશ્રણ લીધું હતું. 
પાનસ્પર્મિયા વાદ (એક્સ્ટ્રા ટેરેટ્રીયલ થીઅરી )
  • ખગોળશાસ્ત્રીઓના માનતા હતા પાનસ્પર્મિયા(સર્વબીજાણુ ) અન્ય ગ્રહ પરથી આવ્યા અને જીવન શરુ થયું છે
=================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====

MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET

KNOWLEDGE ON THE WAY....................

Post a Comment

12 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please Do Not enter any sparm link in comment box

Below Post Ad