પ્રસ્તાવના અને ઇતિહાસ
- સજીવનો પાયાનો નાનામાં નાનો , રચનાત્મક , ક્રિયાત્મક અને બંધારણીય એકમ કોષ છે
- તે સ્વતંત્ર રીતે કાર્યરત બની સજીવનાં આવશ્યક કાર્યો કરે છે
- જેની સૌપ્રથમ શોધ રોબર્ટ હુક એ કરી હતી .
- રોબર્ટ હૂકે ઓર્ક ના આડા છેદમાં નિર્જીવ કોષો જોયા હતા
- અને એ વનસ્પતિનું નામ કેરકસ સુબર ( Quercus Subar ) હતું
- જીવંત કોષ અષ્ટોન વોન લ્યુવન હોકે એ જોયા હતા
- રોબર્ટ બ્રાઉને સૌપ્રથમ કોષમાં કેન્દ્ર શોધ્યું
- માઇક્રોસ્કોપના સંશોધન બાદ તેમાં સુધારા થયા અને છેવટે કોષની સવિસ્તર અંત : સ્થ રચના સમજવા માટે તેને સંબંધિત પ્રથમ માઇક્રોસ્કોપ ખૂબ જ ઉપયોગી નીવડ્યું .
- જેની સંશોધન નોલ અને રસ્કા નામના વૈજ્ઞાનિકોએ કરી .
- સમયાંતરે તેમાં ફેરફાર પણ બધા જ સજીવો કોષોથી બનેલા હોય છે .
- જેમાં કેટલાક એક કોષમાંથી બનેલા હોય છે . તેઓને એકકોષી સજીવ કનેવાય છે.
- જ્યારે બીજા આપણા જેવા સજીવો ઘણા બધા કોષોના બનેલા હોય છે . જેને બહુકોષી સજીવ કહેવાય છે .
કોષવાદ
- 1839 માં જર્મનીના વનસ્પતિશાસ્ત્રી માથીશ સ્લીડન અને બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર શ્વોને સંયુક્ત રીતે કોષવાદ આપ્યો .
- માથીશ સ્વિડને ઘણી બધી વનસ્પતિઓના અભ્યાસ પછી જોયું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી હોય છે જે વનસ્પતિમાં પેશીઓનું સર્જન કરે છે .
- થિયોડોર સ્થાને જુદા જુદા પ્રાણીઓના કોષોના અભ્યાસ પરથી નોંધ્યું કે કોષની બહારની બાજુએ પાતળું બાહ્યપડ આવેલું હોય છે
- જેને આજે ‘ કોષરસપટલ ' તરીકે ઓળખીએ છીએ , તદુપરાંત થિયોડોર શ્વોને વનસ્પતિ પેશીઓના અભ્યાસ પરથી વર્ણવ્યું કે કોષદીવાલ વનસ્પતિ કોપોનું આગવું લક્ષણ છે .
- કોષવાદ જણાવે છે કે બધાં જ જીવંત સજીવો , કોષ તેમજ તેમની નીપજોના બનેલા છે ,
- તેથી જીવંત સજીવોના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે કોષ આવેલો હોય છે .
- 1855 માં રુડોલ્ફ વોર્શોએ સૌપ્રથમ જણાવ્યું કે પૂર્વઅસ્તિત્વ ધરાવતાં કોષોમાંથી વિભાજન દ્વારા નવા કોષો અસ્તિત્વમાં આવે છે .
- ઓમનીસ સેલ્યુલા - પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો, ઈ સેલ્યુલા - નવનિર્મિત કોષો )
- તેમણે સ્વીડન અને શ્વોન દ્વારા અપાયેલ કોષવાદ ના નવા મુદા જણાવ્યા .
કોષવાદના મુખ્ય મુદાઓ .
- બધા સજીવો કોષ અને તેમની નીપજોના બનેલા છે .
- પ્રત્યેક કોષ થોડીક માત્રામાં આવેલા કોષરસ સાથે કોષકેન્દ્ર ધરાવે છે કે જે કોષરસ પટલ દ્વારા આવરિત હોય છે . તેની બહારની બાજુએ કોષદીવાલનો અભાવ હોય છે .
- નવા કોષો પૂર્વઅસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે .
- વાઇરસ કોષવાદને અનુસરતા નથી તેથી તેઓ અપવાદરૂપ છે .
- તેઓ કોષીય બંધારણ ધરાવતા નથી .
- તેઓ મધ્યમાં ન્યુક્લિઇક ઍસિડ તરીકે DNA અથવા RNA ધરાવે છે , જેને કોર કહેવાય છે .
- તે પ્રોટીનયુક્ત આવરણ દ્વારા આવરિત હોય છે , જેને કેપ્સિડ કહેવાપ છે
- આમ વાઇરસની રચનામાં બાહ્ય આવરણ પ્રોટીનયુક્ત - કેપ્સિડ , મધ્યમાં DNA અથવા RNA કોર આવેલ છે
- જે સ્વયં પ્રજનનીય અને સ્વયં નિયંત્રિત છે .
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Thank you sir.
ReplyDeleteSar best material thank you sar or best teacher
ReplyDeleteThank you sir
ReplyDeletePlease Do Not enter any sparm link in comment box