Type Here to Get Search Results !

કોષ - પ્રસ્તાવના, ઇતિહાસ અને કોષવાદ

3

પ્રસ્તાવના અને ઇતિહાસ

  • સજીવનો પાયાનો નાનામાં નાનો , રચનાત્મક , ક્રિયાત્મક અને બંધારણીય એકમ કોષ છે
  • તે સ્વતંત્ર રીતે કાર્યરત બની સજીવનાં આવશ્યક કાર્યો કરે છે 
  • જેની સૌપ્રથમ શોધ રોબર્ટ હુક એ કરી હતી . 
  • રોબર્ટ હૂકે ઓર્ક ના આડા છેદમાં નિર્જીવ કોષો જોયા હતા 
  • અને એ વનસ્પતિનું નામ કેરકસ સુબર ( Quercus Subar ) હતું
  • જીવંત કોષ અષ્ટોન વોન લ્યુવન હોકે એ જોયા હતા 
  • રોબર્ટ બ્રાઉને સૌપ્રથમ કોષમાં કેન્દ્ર શોધ્યું
  • માઇક્રોસ્કોપના સંશોધન બાદ તેમાં સુધારા થયા અને છેવટે કોષની સવિસ્તર અંત : સ્થ રચના સમજવા માટે તેને સંબંધિત પ્રથમ માઇક્રોસ્કોપ ખૂબ જ ઉપયોગી નીવડ્યું . 
  • જેની સંશોધન નોલ અને રસ્કા નામના વૈજ્ઞાનિકોએ કરી . 
  • સમયાંતરે તેમાં ફેરફાર પણ બધા જ સજીવો કોષોથી બનેલા હોય છે . 
  • જેમાં કેટલાક એક કોષમાંથી બનેલા હોય છે . તેઓને એકકોષી સજીવ કનેવાય છે.
  • જ્યારે બીજા આપણા જેવા સજીવો ઘણા બધા કોષોના બનેલા હોય છે . જેને બહુકોષી સજીવ કહેવાય છે .
કોષવાદ
  • 1839 માં જર્મનીના વનસ્પતિશાસ્ત્રી માથીશ  સ્લીડન અને બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર શ્વોને  સંયુક્ત રીતે કોષવાદ આપ્યો . 
  • માથીશ સ્વિડને ઘણી બધી વનસ્પતિઓના અભ્યાસ પછી જોયું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી હોય છે જે વનસ્પતિમાં પેશીઓનું સર્જન કરે છે . 
  • થિયોડોર સ્થાને જુદા જુદા પ્રાણીઓના કોષોના અભ્યાસ પરથી નોંધ્યું કે કોષની બહારની બાજુએ પાતળું બાહ્યપડ આવેલું હોય છે 
  • જેને આજે ‘ કોષરસપટલ ' તરીકે ઓળખીએ છીએ , તદુપરાંત  થિયોડોર શ્વોને વનસ્પતિ પેશીઓના અભ્યાસ પરથી વર્ણવ્યું કે કોષદીવાલ વનસ્પતિ કોપોનું આગવું લક્ષણ છે . 
  • કોષવાદ જણાવે છે કે બધાં જ જીવંત સજીવો , કોષ તેમજ તેમની નીપજોના બનેલા છે , 
  • તેથી જીવંત સજીવોના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે કોષ આવેલો હોય છે . 
  • 1855 માં રુડોલ્ફ વોર્શોએ  સૌપ્રથમ જણાવ્યું કે પૂર્વઅસ્તિત્વ ધરાવતાં કોષોમાંથી વિભાજન દ્વારા નવા કોષો અસ્તિત્વમાં આવે છે . 
  • ઓમનીસ સેલ્યુલા - પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો,  ઈ સેલ્યુલા - નવનિર્મિત કોષો ) 
  • તેમણે સ્વીડન અને શ્વોન  દ્વારા અપાયેલ કોષવાદ ના નવા મુદા જણાવ્યા .
કોષવાદના મુખ્ય મુદાઓ
  • બધા સજીવો કોષ અને તેમની નીપજોના બનેલા છે . 
  • પ્રત્યેક કોષ થોડીક માત્રામાં આવેલા કોષરસ સાથે કોષકેન્દ્ર ધરાવે છે કે જે કોષરસ પટલ દ્વારા આવરિત હોય છે . તેની બહારની બાજુએ કોષદીવાલનો અભાવ હોય છે . 
  • નવા કોષો પૂર્વઅસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે . 
  • વાઇરસ કોષવાદને અનુસરતા નથી તેથી તેઓ અપવાદરૂપ છે . 
  • તેઓ કોષીય બંધારણ ધરાવતા નથી . 
  • તેઓ મધ્યમાં ન્યુક્લિઇક ઍસિડ તરીકે DNA અથવા RNA ધરાવે છે , જેને કોર કહેવાય છે . 
  • તે પ્રોટીનયુક્ત આવરણ દ્વારા આવરિત હોય છે , જેને કેપ્સિડ  કહેવાપ છે 
  • આમ વાઇરસની રચનામાં બાહ્ય આવરણ પ્રોટીનયુક્ત - કેપ્સિડ , મધ્યમાં DNA અથવા RNA કોર આવેલ છે 
  • જે સ્વયં પ્રજનનીય અને સ્વયં નિયંત્રિત છે .


===============================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................



Post a Comment

3 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please Do Not enter any sparm link in comment box

Below Post Ad