Type Here to Get Search Results !

ગોલ્ગીકાય || NEET BIOLOGY || MANISH MEVADA

2

 ગોલ્ગીકાય

  • ગોલ્ગીકાય નામ વૈજ્ઞાનિક નામ ઉપરથી આપવામાં આવેલ છે.
  • જેમનું નામ કેમિલો ગોલ્ગી હતું.
  • સૌથી પહેલાં ગોલ્ગીકાય જ્યોર્જ નામના વૈજ્ઞાનિક નિહાળ્યું હતું.
  • તેની બાહ્યકાર રચના કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સમજાવી હતી.
  • તેને સૌ પ્રથમ ઘુવડ અને બિલાડીના ચેતાકોષો માં જોવામાં આવ્યું હતું.
  • તેનું સૂક્ષ્મ રચના ( ULTRASTRUCTURE ) ડાલ્ટન નામના વૈજ્ઞાનિક સમજાવી હતી તેને ડાલ્ટન કોંપ્લેક્સ / લિપોકોન્ડ્રિયા / ડીકટીઓઝોમ તરીકે પણ ઓળખવામાં આવે છે .
કદ 
  • તેનું કદ એના કાર્ય પ્રમાણે અલગ અલગ હોય છે.
  • સ્ત્રાવી કોષોમાં ગોલ્ગીકાયનું કદ મોટું હોય છે દા.ત યકૃત કોષો અને સ્વાદુપિંડ ના કોષો.
  • જે સ્રાવી કોષો નથી હોતા એમના અંદર ગોલ્ગીકાય નું કદ નાનું હોય છે દા . ત સ્નાયુ કોષો
સંખ્યા 
  • ગોલ્ગીકાય ની સંખ્યા સજીવ પ્રમાણે અલગ અલગ હોય છે.
  • વનસ્પતિ કોષ માં ૬ થી ૧૨ જેટલી સંખ્યા હોય છે.
  • સ્ત્રાવી કોષોમાં તેની સંખ્યા વધારે હોઈ શકે છે. 
  • નીચલી કક્ષાની લીલ માં એક જ હોય છે.
  •  ઉચ્ચ કક્ષાની લીલ માં વધારે હોઈ શકે છે (1 થી 100 સુધી ની સંખ્યા માં )
  • પ્રાણી કોષ માં ગોલ્ગીકાય ની સંખ્યા એક જ હોય છે
  • ફુગની અંદર ગોલ્ગીકાય એકજ સિસ્ટરની ધરાવે છે.
સ્થાન 
  • પ્રાણી કોષ માં તેનું સ્થાન પૃષ્ઠવંશીઓમાં કોષકેન્દ્ર ની આજુબાજુ એટલે કે કોષ કેન્દ્ર નજીક હોય છે.
  • અપૃષ્ઠવંશી અને વનસ્પતિ કોષ માં કોષ રસમાં ફેલાયેલી હોય છે.
  • ગોલ્ગીકાય ની આજુબાજુ પારદર્શક કોષ રસ જોવ મળે છે જેને જ્હોન ઓફ એક્સલુઝન કહે છે.
  • તે પ્લિયોમોર્ફિક અંગીકા છે .
ગોલ્ગીકાયની રચના 
  • તેનું સૂક્ષ્મ રચના ( ULTRASTRUCTURE ) ડાલ્ટન નામના વૈજ્ઞાનિક સમજાવી હતી.
  • તેને ડાલ્ટન કોંપ્લેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • તેમાં ત્રણ ઘટકો આવેલા છે.
  • સિસ્ટરની
  • વેક્યૂલ્સ (ધાની) 
  • વેસિકલ્સ (પુટિકા)
  • પાયાના ભાગ તરીકે ચપટી પટલીય કોથળીઓની બનેલી રચના , જેને સિસ્ટર્ની કહે છે, તે સળંગ એક તરફ ગોઠવાય છે. 
  • તેઓ મધ્યમાંથી ચપટી નલિકાઓ સ્વરૂપે અને બે પાર્શ્વ બાજુએથી ઊપસેલી ગોળાકાર રચના ધરાવે છે.
  • તેના સામેના છેડેથી ગોળાકાર અંગિકાઓ બહિર્ગોળ સ્વરૂપે ઊપસીને અલગ થાય છે.
  • તે બે ઉપઅંગિકાઓ ધરાવે છે.
  • જો બે આવરણ ધરાવતી ગોળાકાર રચના હોય, તો તે રસધાની જેવી રચનાને ડીક્ટિઓઝોમ કહે છે. 
  • પરંતુ જો એક આવરણ ધરાવતી રસધાની જેવી રચના હાઇડ્રોલાઇઝિંગ ઉન્સેચકો યુક્ત હોય, તો તેને લાયસોઝોમ કહે છે.
  • ચપટી નલિકાઓ દ્વારા અગ્ર તરફ અંતર્ગોળ રચના જેને ટ્રાન્સ (પરિપક્વ ભાગ )છેડો  અને પશ્ચ તરફ બહિર્ગોળ રચના જેને સીસ (નિર્માણ કારી) છેડો કહે છે. 
  • ટ્રાન્સ ભાગ કોષરસસ્તર નિ નજીક અને સીસ ભાગ કોષકેન્દ્ર નિ નજીક આવેલ છે.
  • માટે ગોલ્ગીકાય ધ્રુવીયતા ધરાવે છે .
  • ટ્રાન્સ છેડે મોટી ગોલ્ગી ધાની આવેલી હોય છે. 
  • સીસ છેડે નાની પુટિકાઆવેલી હોય છે 
  • સિસ્ટર્નીનો વિસ્તાર વધવાથી રસધાનીઓ સર્જાય છે. 
  • ગોલ્ગીકાય ચપટી બિંબ આકારની કોથળી કે સિસ્ટર્નઓની બનેલ હોય છે, 
  • જેનો વ્યાસ 0.5 pm થી 1.0 pm સુધીનો હોય છે.
  • પેકેજિંગ યુનિટ તરીકે ઓળખાય છે . ગોલ્ગીકાય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકો પ્રોટીન્સનું મુખ્ય નિર્માણ સ્થાન છે .
કાર્યો 
  • સ્ત્રાવ અને પેકેજિન્ગ  
  • પોલીસકેરાઇડ - ગોબ્લેટ કોષોમાં સ્ત્રાવ કરે છે  .
  • લેજના સ્ત્રાવ - સંયોજક પેશી મા સ્ત્રાવ કરે છે  .
  • પ્રોટીન સ્ત્રાવ - સ્વાદુપિંડના એકીનલ કોષોમા સ્ત્રાવ કરે છે  .
  • અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ – થાયરોક્સિન નો સ્ત્રાવ કરે છે  .
  • વીટલોજિનેસિસ - એટલે જરદીનુ નિર્માણ કરવામા સ્ત્રાવ કરે છે.
  • કોષીય તક્તિના નિર્માણ માટે જેમાં ફ્રેગમોપ્લાસ્ટ બને છે
  • તે મિડલ લેમેલા ના સ્ત્રાવ કરે છે 
  • જેમાં પેક્ટિક પદાર્થ હોય છે.
  • ગ્લાયકોઝાયલેશન માં એટલે કે કાર્બોદિત નું પ્રોટીન અને લિપિડ સાથે ઉમેરાવું દા.ત - પ્રોટીન + કાર્બોદિત (ઓલિગોસેકેરાઇડ) ગ્લાયકોપ્રોટીન બનાવે જે કોષ ઓળખ અને અંગ પ્રત્યા રોપણ માં અગત્યનું છે.
  • દા.ત લિપિડ + કાર્બોદિત જે ગ્લાયકોલિપિડ બનાવે છે રક્ષણ નું કાર્ય કરે છે.
  • શુક્રકોષના એક્રોઝોમ માં પણ ગોલ્ગીકાય હોય છે જે સ્પર્મલાયસીસ ઉત્સુચક નો સ્ત્રાવ કરે છે. 
  • તે પ્રાથમિક લાયસોઝોમ ના નિર્માણ માં મદદ કરે છે.
  • GERL તંત્ર નો અગત્યનું ભાગ છે .

===============================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................





Post a Comment

2 Comments
  1. Thank you so much ❤️💜 sir for giving me this knowledge 🙏 today bless you 🙏😇

    ReplyDelete
  2. Thank you so much ❤️💜 sir for giving me this knowledge 🙏 God bless you sir 🙏😇

    ReplyDelete
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please Do Not enter any sparm link in comment box

Below Post Ad