કણાભસૂત્ર
- તેને કોષ નું શક્તિઘર પણ કહે છે.
- સૌ પ્રથમ કોલિકર નામના વૈજ્ઞાનિકે જંતુના ઉડવાના સ્નાયુ માંથી શોધ્યું હતું.
- ફ્લેમિંગ એ તેને ફિલા નામ આપ્યું હતું.
- ઓલ્ટમેન નામના વૈજ્ઞાનિકે બાયોપ્લાસ્ટ નામ આપ્યું હતું.
- બેન્ડા નામના વૈજ્ઞાનિકે તેને માઇટોકૉન્ડ્રિયા ( કણાભસૂત્ર ) શબ્દ આપ્યો
- ક્લોરેલા અને ફ્લેમિડોમોનાસા નામની લીલ માં ઓછામાં ઓછું 1 કણાભસૂત્ર / કોષ જોવા મળે છે.
- 5 લાખ કણાભસૂત્ર જંતુ માં ઉડવા માટે ના સ્નાયુના કોષ માં જોવા મળે છે.
- 50000 કણાભસૂત્ર બહુજ વિશાળ અમીબા ( cheos cheos ) મા જોવા મળ્યા
- કણાભસૂત્ર રકાબી આકાર કે નળાકાર હોય છે, જે 0.2 માઈક્રોમીટર થી 1.0 માઈક્રોમીટર ( સરેરાશ 0.5 um ) વ્યાસ અને 1.0 um થી 4.1 um લંબાઈ ધરાવે છે.
રચના
- બાહ્યપટલ
- તે ઓછી માત્રા માં પ્રોટીન ધરાવે.
- તે પ્રવેશશીલ હોય છે.
- અંતઃપટલ ( ક્રિસ્ટી )
- તે ઓછી માત્રા માં પ્રોટીન ધરાવે છે.
- તે પસંદગીમાં પ્રવેશશીલ પટલ છે.
- ક્રિસ્ટી નો કેટલાક ભાગ માં નોબ જેવી રચના આવેલી હોય છે જેને ઓક્સીઝોમ ( Fo અને F1 ) કણો કહે છે.
- અંતઃપટલ અવકાશ
- તે બાહ્ય પટલ અને અંતઃપટેલ વચ્ચેનો અવકાશ છે.
- આધારક
- આધારક નો કલર આછા પીળા કલર નો હોય છે.
- એનું કારણ તેમાં રિબોફ્લેવિન હાજર હોય છે.
- તે કેટલાક આયનો ધરાવે છે.
- જેવા કે Mg ++ Fe ++ વગેરે જે ઉત્સુચકીય સક્રિયતા માટે જરૂરી છે.
- આધારક માં પોતાનું ગોળાકાર DNA ધરાવે છે.
- માટે તેને અર્ધ સ્વયં સંચાલિત ( semi autonomas ) અંગીકા કેવાય છે.
- તે દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે.
- તે 70s રીબોઝોમ ધરાવે છે જે આદિકોષકેન્દ્રી કોષમાં આવેલા હોય એના જેવા જ હોય છે.
- પ્રાણીઓમાં (mammalian) સામાન્ય રીતે 55s રીબોઝોમ આવેલા હોય છે જેમાં મોટો એકમ 38s અને નાનો એકમ 28s હોય છે .
- ATP નિર્માણ
- નેબરનકરન ( NEBERNKARN ) - શુક્રકોષનું કણાભસૂત્ર જે ATP નિર્માણ કરે છે અને પૂંછડીને શક્તિ પુરી પાડે છે.
- થર્મોજિનેસિસ (ગરમી ઉતપન્ન કરવાનું)
- કોષરસીય આનુવંશિકતા આપે છે.
- વાઇટાલોજિનેસિસ (જર્દીના નિર્માણમાં) (કણાભસૂત્ર ગોલ્ગીકાય ના મદદથી)
- હિમ ભાગ ના નિર્માણ માં.
- કોષીય શ્વસન માટેનું મુખ્ય સ્થાન છે.
- ક્રિસ્ટી ઑક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનનું અને ઇલેક્ટ્રૉન વહનનું જ્યારે મેટ્રિક્સ ક્રેબ્સચક્રનું સ્થાન છે.
- ક્લોરોફિલના સંશ્લેષણમ માટેના મધ્યવર્તી પદાર્થો પૂરા પાડે છે, સાયટોક્રોમ્સ, પિરામિડિન વગેરે.
- ઘણા એમિનો એસિસનું સંશ્લેષણ કરે છે .
===============================================================
===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક જ્ઞાન માટે જોડાયેલા રહો =====
MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI
KNOWLEDGE ON THE WAY....................
Ok sir
ReplyDeleteThank
ReplyDeletePlease Do Not enter any sparm link in comment box