Type Here to Get Search Results !

રંગસૂત્ર નું C મૂલ્ય અને કોષચક્ર ના ચેક પોઇન્ટ

1

રંગસૂત્ર નું C મૂલ્ય 

  • તમારી ncert book માં એવુ લખેલુ છે કોષમાં જયારે રંગસૂત્ર G1 અવસ્થામાં હોય રંગસૂત્ર ની સંખ્યા 2c હોય તો G2 તબક્કમાં 4c નોંધાશે 
  • તો આ 2c અને 4c શું છે એ સમજીયે 
  • C એટલે c મૂલ્ય અથવા C પેરેડૉક્સ કહેવામાં આવે છે. 
  • અથવા રંગસૂત્રની કોમ્પ્લેક્સિટી તરીકે ઓળખાય છે. 
  • C મૂલ્ય નો એકમ પિકોગ્રામ છે 
  • કોષ જો 2n કોષ હોય તો એમાં 2c હોય છે 
  • તેમાં 2 ક્રોમોનિમેટા જોવા મળે છે 
  • S તબક્કામાં આ ક્રોમોનિમેટા બેવડાય છે રંગસૂત્રમાંજ 
  • એટલે C મૂલ્ય બેવડાય છે અને રંગસૂત્ર ની બે ભુજાઓ બની જાય છે 
  • એટલે રંગસૂત્ર બેવડાતું નથી પણ DNA બેવડાય છે
  • હવે 2c ની જગ્યા એ G2 માં બમણા 4c જોવા મળે છે 
  • પિકોગ્રામ એકમ નું મૂલ્ય પણ બેવડાય છે. 
  • અને સમભાજન દરમ્યાન કોષ વિભાજન પામે છે ત્યારે રંગસૂત્રીકાઓ અલગ પડે છે 
  • એટલે નવા બાળ કોષો માં 2c જોવા મળે છે કારણકે અંદર રહેલી ક્રોમોનીમેટા બેવડાય છે. 
  • રંગસૂત્રો તો 2n જ હોય છે ખાલી બદલાવ DNA માં થાય છે. 
  • જો n રંગસૂત્ર હોય તો 1c મૂલ્ય જોવા મળે. 
  • 1c નું મૂલ્ય 10 પિકોગ્રામ હોય છે. 
કોષચક્રના ચેક પોઇન્ટ 
G1 ચેક પોઇન્ટ / રેસ્ટ્રિકશન ચેક પોઇન્ટ / સ્ટાર્ટ પોઇન્ટ 
  • જો સુકોષકેન્દ્રી કોષમાં નિયંત્રણ હોય તો તેને રેસ્ટ્રિકશન ચેક પોઇન્ટ કહે છે 
  • જો યીસ્ટ માં નિયંત્રણ કરે તો તેને સ્ટાર્ટ પોઇન્ટ નામ અપાય છે 
  • DNA ની ક્ષતિ ચેક કરે છે 
  • ઉત્સેચકો/ પ્રોટીન / ATP ના નિર્માણ ને તપાસે છે 
  • સાયક્લીન પ્રોટીનને સક્રિય કરે છે (કોષવિભાજન શરુ કરાવતું પ્રોટીન) એટલે તે સાયક્લીન ડિપેન્ડન્ટ કાઈનેઝ ને સક્રિય કરે છે 
  • જે પ્રતયાંકન શરુ કરાવે છે.
  • કોષ S તબક્કામાં પ્રવેશે છે.
G2 ચેક પોઇન્ટ 
  • DNA સ્વયં જનન તપાસે છે. 
  • ઉત્સેચકો / પ્રોટીન / ATP ના નિર્માણ ને તપાસે છે.
  • ટ્યુબ્યુલિન પ્રોટીન ના નિર્માણને તપાસે છે.
M ચેક પોઇન્ટ 
  • ત્રાક તંતુઓનું જોડાણ અને રંગસૂત્રોની ગોઠવણી તપાસે છે 

તમને આ ટોપિક સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ માં લખી શકો છો 

===========================================================

===== જીવવિજ્ઞાન ના ઊંડાણ પૂર્વક  જ્ઞાન માટે જોડાયેલા રહો =====


MANISH MEVADA
M.Sc, M.Phil, B.Ed
GUJARAT BIOLOGY NEET
NEET MATERIAL IN GUJARATI  

KNOWLEDGE ON THE WAY....................

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please Do Not enter any sparm link in comment box

Below Post Ad